________________
सुभाषितसंग्रहसमुच्चय થયેલ છે. આવો જ એક પ્રાચીન સગ્રહ શ્રીધરદાસનો “સદુક્તિકર્ણામૃત છે, જેમાં બધા થઈને ર૩૮૦ શ્લોકો છે. અને આ સંપૂર્ણ સંગ્રહ ઈ.સ. ૧૯૬૫માં કલકત્તાથી બિહાર પડ્યો છે.
જલ્પણના “સૂક્તિમુક્તાવલી' (ઈ.સ. ૧૨૩૮) નામના સંગ્રહમાં ર૭૯૦ શ્લોકો છે, જે ૧૩૩ પદ્ધતિઓમાં વહેંચાયેલા છે. તેનું પ્રકાશન ઈ.સ. ૧૯૩૮ માં ગા.ઓ.સિ.માં ઈ.સ. ૧૯૩૮માં વડોદરાથી થયું છે.
ઉપર્યુક્ત સંગ્રહો જેવો જ બીજો પ્રાચીન સંગ્રહ શાર્ગધરનો “શાર્ગધરપદ્ધતિ(ઈ.સ. ૧૩૬૩) છે, જેમાં ૧૬૩ જેટલા વિભાગોમાં વહેંચાયેલાં ૪૬૮૯ જેટલાં સુભાષિતો છે. તે મુંબઈથી ૧૮૮૮માં, સંસ્કૃત સિરીઝમાં પ્રકાશિત થયો છે.
અમિતગતિના સુભાષિતરત્નસંદોહ' નામના સંગ્રહમાં ૩૨ પ્રકરણમાં વહેંચાયેલાં ૯૨૨ સુભાષિતો છે જે જૈન ધર્મને લગતાં છે. તે સંગ્રહ કાવ્યમાલા સિરીઝમાં, ઈ.સ. ૧૯૦૩માં મુંબઈથી પ્રકાશિત થયો છે. અમિતગતિનો સમય આશરે દસમી કે અગિયારમી સદીનો ગણાય છે.
ઈ.સ.ની ચૌદમી સદીમાં થઈ ગયેલા સૂર્ય કલિંગરાજે “સૂક્તિરત્નાહાર' નામનો સંગ્રહ તૈયાર કર્યો છે. તેમાં ૨૦૨ પદ્ધતિઓમાં વહેંચાયેલા ૨૩૨૭ શ્લોકો છે. તેનું પ્રકાશન ઈ.સ. ૧૯૩૮માં ત્રિવેન્દ્રમથી થયું છે. તેજ અરસામાં તૈયાર થયેલો મનાતો સાયણનો “સુભાષિતસુધાનિધિ' નામનો સંગ્રહ કલિંગરાજના
સૂક્તિરત્નાહારને ખૂબ જ મળતો આવે છે અને તેના પરથી જ તૈયાર થયેલો મનાય છે. તે કર્ણાટક યુનિ.માંથી ૧૯૬૮માં પ્રકાશિત થયેલો છે.
- ઈ.સ.ની તેરમી કે ચૌદમીની આસપાસ તૈયાર થયેલો લક્ષ્મણનો “સૂક્તિ રત્નકોશ છે જેમાં ૬૫૧ શ્લોકો છે. જે ૬૮ વિભાગોમાં વહેંચાયેલા છે. તે લા.દ. વિદ્યામંદિર તરફથી અમદાવાદથી ઈ.સ. ૧૯૮૨માં પ્રકાશિત થયો છે.
બીજો એક પ્રસિદ્ધ સંગ્રહ વલ્લભદેવનો “સુભાષિતાવલિ' (ઈ.સ.ની પંદરમી સદી) નામનો છે તેમાં ૧૦૧ પદ્ધતિમાં વહેંચાયેલા ૩૫૨૭ શ્લોકો છે તે ઈ.સ. ૧૮૮૬માં ભાંડારકર ઓ. ઇન્સ્ટિટયૂટ પુનાથી પ્રકાશિત થયેલ છે. તે પછી ઈ.સ.ની સત્તરમી સદીમાં થયેલા કવિ હરિહરનો ૬૩૪ સુભાષિતોનો “સૂક્તિમુક્તાવલિ' નામનો સંગ્રહ છે, તે કાવ્યમાલા સિરીઝમાં ઈ.સ. ૧૯૬૯માં મુંબઈથી પ્રકાશિત થયેલો છે. આમાંના મોટા ભાગના સુભાષિતો કવિ હરિહરે પોતે રચેલાં છે. તેજ સદીમાં થયેલા શ્રી હરિ કવિએ “સુભાષિતહારાવલી' નામનો ૨૦૯૧ શ્લોકોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org