SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય ખંભાતના શ્રી શાંતિનાથ જૈન ભંડારની નં. ૨૬૪(ર)ની તાડપત્રીય હસ્તપ્રતમાં આવેલા અને સૈકાઓથી અપ્રસિદ્ધિના અંધકારમાં અટવાતા આ પાંચ પ્રાચીન સંસ્કૃત સુભાષિતસંગ્રહોનું સમુચ્ચયરૂપે જયારે પ્રકાશન થાય છે, ત્યારે આનંદ થાય તે સ્વાભાવિક છે. આ સંગ્રહોમાંનાં સુભાષિતો,માનવજીવનને લગતાં, લગભગ બધાં પાસાંને સ્પર્શતા અનેકવિધ વિષયોને આવરે છે. તે ઉપરાંત સમકાલીન સમાજનું આબેહૂબ પ્રતિબિંબ આ શ્લોકોમાં ઝીલાયું છે. વળી, હાલ ઉપલબ્ધ સંસ્કૃત સુભાષિત સંગ્રહોમાં જોવા મળતાં નથી, એવાં ઘણાં સુભાષિતો આ સંગ્રહોમાં મળે છે, તે દષ્ટિએ આ સમુચ્ચય અગત્યનો બની રહે છે. જૈન ધર્મના અભ્યાસીઓને ખાસ રસ પડે તેવાં ઠીક ઠીક સુભાષિતો આ સંગ્રહોમાં સચવાયાં છે. કવિત્વની દૃષ્ટિએ ઉચ્ચ કોટિના કહી શકાય તેવાં કેટલાંક સુભાષિતોને સમાવતા, પંડિતાચાર્ય “મુમ્મણિદેવ વડે સંકલિત “સુભાષિત રત્નકોશ નામનો ૧૯૮ શ્લોકનો એકકક સંસ્કૃત સુભાષિત સંગ્રહ આ સમૂહમાં, પ્રથમવાર જ પ્રકાશિત થાય છે, એ બાબત ખાસ નોંધપાત્ર છે. આમ અનેક દૃષ્ટિએ, સુભાષિત સંગ્રહોનો આ સમુચ્ચય, હાલ ઉપલબ્ધ સંસ્કૃત સુભાષિત સંગ્રહોમાં એક નોંધપાત્ર ઉમેરો કરે છે એમાં શંકા નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રકાંડ પંડિત અને પોતાની અજોડ વિદ્યાપ્રીતિને કારણે, અમૂલ્ય પ્રાચીન હસ્તપ્રતોના પ્રકાશનમાં સક્રિય રસ ધરાવનાર પ.પૂ. આચાર્યશ્રી શીલચંદ્રસૂરિ મહારાજનો પૂરો સહયોગ અને માર્ગદર્શન, મને આ સંગ્રહોના સંપાદનમાં સાંપડ્યાં છે, અને તેમના વરદ હસ્તે આ સંસ્કૃત સુભાષિતસંગ્રહ સમુચ્ચયનું પ્રકાશન થાય છે તે એકદમ સમુચિત છે. સંસ્કૃતના વિદ્વાનો અને સંસ્કૃત સુભાષિતોમાં રસ ધરાવતા સર્વે રસિકજનો આ સુભાષિતોનો આસ્વાદ માણે, એમાં જ મારા શ્રમની સાર્થકતા સમજીશ. આ સંપાદનમાં મને વિવિધ રીતે સહાયભૂત થનાર સ્વ. પંડિત અમૃતલાલ ભોજક, સ્વ. શ્રી લક્ષ્મણભાઈ ભોજક, ડૉ. લક્ષ્મશભાઈ જોશી, ડૉ. નારાયણભાઈ કંસારા તથા પ. અમૃતભાઈ પટેલનો હું આભાર માનું છું. હસ્તપ્રતોની ફોટોનકલની ઝેરોક્સ આપવા બદલ તથા સંસ્થાના ગ્રંથાલયનો ઉપયોગ કરવા દેવા બદલ, લા.દ.વિદ્યામંદિરના નિયામક ડૉ. જિતેન્દ્ર શાહની પણ આભારી છું. કાળજીભર્યું મુદ્રણ કરી આપવા બદલ હરજીભાઈ પટેલનો તથા પુસ્તકનું પ્રકાશન કરવા બદલ ‘હેમચન્દ્રાચાર્ય નિધિ'નો પણ આભાર માનું છું. – નીલાંજના શાહ 1 શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001479
Book TitleSubhashitSangraha Samucchay
Original Sutra AuthorN/A
AuthorNilanjana Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2007
Total Pages138
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy