SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક માટેની દુર્લભ સામગ્રી જેવી કે મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, સારું કુળ, નિરોગી શરીર, આચાર્ય બુદ્ધિ વગેરેનો નિર્દેશ કર્યો છે અને પછીના શ્લોકોમાં એ સામગ્રી કેટલી દુર્લભ છે એ સુંદર દષ્ટાંતો દ્વારા ક્રમશઃ દર્શાવ્યું છે, ખાસ કરીને મનુષ્યત્વ ઘણું દુર્લભ છે એ પ્રારંભના વીસેક શ્લોકોમાં દર્શાવ્યું છે. सव्यापसव्यं भ्रमतोऽतिवेगाचचक्राष्टकस्यारविचालमाप्य । अप्यस्त्रविद्विध्यति कोऽपि राधां न मानुषत्वं पुनरेति जन्तुः ॥१८॥ તે જ પ્રમાણે નિષ્કલંક કુળ મળવું પણ એટલું જ અઘરું છે. यदि कथंचिदिहार्यमुपार्जितोऽर्जितशुभादपि देशमवाप्नुयात् । तदपि विन्दति नाखिलसद्गुणैर अविकलं विकलङ्कमलं कुलम् ॥२९॥ આ સુભાષિતોમાં ભારપૂર્વક જણાવ્યું છે કે બધું, મનુષ્ય તરીકેનો જન્મ, આર્યક્ષેત્ર વગેરે મુ. પૂર્વજન્મના પુણ્યબળે સાંપડે, ત્યારે સંપત્તિ કમાઈને, તેને સાચવવામાં, કુટુંબની અને સંસારની પળોજણમાં ઘેરાયેલા મનુષ્યને ધર્મગુરુઓનો ઉપદેશ સાંભળવાની નવરાશ ક્યાં છે ? ધારો કે નવરાશ મળે, તો પણ જૈન ભગવંતોએ દર્શાવેલા મુક્તિમાર્ગનો ઉપદેશ આપી શકે તેવા જંગમતીર્થ જેવા ગુરુઓ પણ ભાગ્યે જ મળે છે : सुखेन लभ्यो न यथेह लोके चिन्तामणिः कल्पमहाद्रुमो वा । महानिधिर्वाऽमृतकामधेनुस्तद्वज्जिनेन्द्रोदितधर्मदेष्टा ॥५१॥ ઉપર્યુક્ત બધીજ સામગ્રી સભવિત બને તોયે અનર્થના મૂળરૂપ પ્રમાદને લીધે મનુષ્ય ધર્મમાર્ગે સંચરી શકતો નથી; તેથી પ્રમાદને બધા કલ્યાણરૂપ સામગ્રીને નકામી કરી નાખનાર કહ્યો છે. પ્રમાદને મનુષ્ય જીવન માટે ખૂબ નુકસાનકારક ગણાવ્યો છે : वरं बुभुक्षातुरसिंहसङ्गतं वरं सुरुष्टोरगभोगघट्टनम् । वरं कृतान्ताननसंप्रवेशनं न तु प्रमादः शुभदः प्रयोजने ॥५६॥ ધર્મ માર્ગમાં સ્થિર થવા ઇચ્છનાર માટે અનુકૂળ સુશીલ ગૃહિણીનું મહત્ત્વ પણ આ શ્લોકોમાં દર્શાવ્યું છે. તે ઉપરાંત નિદાન વિનાના દાનનો મહિમા પર ખાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001479
Book TitleSubhashitSangraha Samucchay
Original Sutra AuthorN/A
AuthorNilanjana Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2007
Total Pages138
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy