SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ શ્રીહેમચન્દ્રાચાર્ય ઉપર ઠરી. સિદ્ધરાજની વિનતિ થતાં શ્રીહેમચન્દ્રાચાર્યે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' નામે વ્યાકરણની તેમજ તેની સાથે છંદોનુશાસન, કાવ્યાનુશાસન, લિંગાનુશાસન, શબ્દકોશો, તર્કશાસ્ત્રો ઇત્યાદિ લાખો શ્લોકોપ્રમાણ સાહિત્યની નવરચના કરીને ગુજરાતને વિદ્યાના ક્ષેત્રે સમૃદ્ધ તેમજ આત્મનિર્ભર બનાવ્યું. આ પછી તો સિદ્ધરાજ તેઓનો અનન્ય ઉપાસક બની ગયો, અને તેનો અનુગામી રાજા કુમારપાળ તો આચાર્યનો અનન્ય શિષ્ય જ હતો. તેણે જૈન ધર્મ સ્વીકારી શ્રી હેમચન્દ્રાચાર્યના ઉપદેશાનુસાર, પોતાની સત્તાના તથા વગના બળે, પોતાના સામ્રાજ્ય-પ્રદેશમાં સાત વ્યસનનો અટકાવ્યાં હતાં. હિંસા અને માંસાહાર તથા દારૂનો વપરાશ તદ્દન બંધ કરાવેલ હતો. બિનવારસી વિધવા સ્ત્રીની મિલકત આંચકી લેવાની પ્રથા બંધ કરી હતી, અને બીજાં પણ અગણિત લોકોપયોગી કાર્યો તથા ધર્મકાર્યો કુમારપાળે આચાર્યના ઉપદેશથી કર્યાં હતાં. આજે ગુજરાતમાં અને રાજસ્થાનમાં હિંસક યજ્ઞોનો, પશુબલિનો, માંસાહારનો તથા મધપાનનો પ્રચાર સરખામણીમાં નગણ્ય છે અથવા અત્યાર સુધી આ બધું નહોતું, તેનો યશ શ્રી હેમચન્દ્રાચાર્યના ઉપદેશને અને પરમાર્હત રાજા કુમારપાળની ધાર્મિકતાને જાય છે. - વિ. સં. ૧૨૨૯માં શ્રી હેમચન્દ્રાચાર્યનો સ્વર્ગવાસ થયો ત્યારે શૈવધર્મી રાજપુરોહિત શ્રી સોમેશ્વર દેવે કહ્યું : વૈવુાં વિાતાશ્રયં તિવતિ શ્રી હેમવન્દ્ર વિનં . ‘શ્રી હેમચન્દ્ર સ્વર્ગે ગયા અને વિદ્વત્તા હવે નિરાધાર બની ગઈ !' શ્રી હેમચન્દ્રાચાર્ય વિશે આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ ઉચ્ચારેલા ઉદ્ગારો સાથે આ ટુંક પરિચયનું સમાપન કરીએ ઃ ‘અંતમાં એટલું કહેવું વધારે પડતું નથી કે દેશિવદેશનો લાખો જ નહિ બલકે કરોડો કે અબજો વર્ષનો ઇતિહાસ એકઠો કરવામાં આવે તો પણ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્ય જેવા નિર્લેપ, આદર્શજીવી, વિદ્વાન સાહિત્યસર્જક, રાજનીતિનિપુણ, વ્યવહારશ, વર્ચસ્વી અને પ્રતિભાધારી પુરુષની જોડ જડવી અતિમુશ્કેલ બને અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્ય માટે કલિકાલસર્વજ્ઞ તરીકેનું જે બિરૂદ યોજવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001475
Book TitleHemchandracharya Smaranika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages42
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy