________________
દૃષ્ટાંતકથાનો નિષ્કર્ષ રજૂ કરે છે. આપણી ઘણી કહેવતોનાં મૂળ આવી દૃષ્ટાંત કથામાં રહેલાં છે.
ત્રિષષ્ટિ'માંથી સંકલિત અહીં આગળ આપેલી સૂક્તિઓમાં કેટલીક તો સીધીસાદી છેઃ “ગુરુનો વિનય, આદર અને સેવા કરવાં, બીજાનાં યોગ્ય વચનોનો આદર કરવો, આત્મ-શ્લાઘા અને પરનિંદા ન કરવાં, સ્વાર્થીઓની ખુશામદથી ચેતવું-શરમાવું, દેશકાળને ઉચિત વર્તન કરવું, શાસ્ત્રને અને લોકવ્યવહારને અનુરૂપ હોય એવું બોલવું વગેરે.
પરિચિત નિત્યજીવનમાંથી સામગ્રીનો ઉપયોગ નીચેની કહેવતોમાં કરેલો છે ?
કડવી તુંબડીનું પાકું ફળ પણ કોણ ખાય?' બોરડીની બાજુમાં કેળ કેટલી શોભે?' “વીણાવાદન થતું હોય ત્યાં વેદઘોષની કેવી દશા થાય?' કપૂરની પેટીમાં કોઈ મીઠું રાખે ખરું?' બાજુમાં રહેલા હોય તો પણ, કાચ તે કાચ, અને મણિ તે મણિ.' “મેઘ સિવાય બીજાની પાસે ચાતક પણ યાચના નથી કરતો.” “સ્વચ્છ, શ્વેત વસ્ત્ર પર પડેલો મશનો એક ડાઘો પણ તેને વરવું બનાવી
ર છે.'
“ઘર્ષણથી ચંદનમાંથી પણ અગ્નિ ભડકી ઉઠે.” “ગાયનું પુચ્છ ઝાલીને ગોવાળનું છોકરું પણ નદી તરી જાય.” લોઢું પણ વહાણને આશરે સાગરને પાર કરે.” વર્ષાથી નદી ફુલાઈ ઊઠે, નદીપતિ-સાગર નહીં.” કાગડીએ ઉછેરેલું હોય તોયે કોયલનું બચ્ચું કોયલ જ બને.”
વૃક્ષો પણ ધનભંડાર, પોતાના પદ નીચે (પગ નીચે, મૂળિયાં નીચે) સંતાડે છે.”
“સુકાળમાંયે ગરીબને તો સદાયે દુકાળ.” “સંકટ આવી પડવાનું હોય ત્યારે લક્ષ્મી પણ લક્ષ્મીનાથને છોડી જાય.” પશુ પણ પોતાની માદાનો પરાભવ સહી નથી લેતું.”
“લગ્નમાં ગવાતાં વરપ્રશંસાના ધોળ અને ટીખળમાં બોલાતાં વચન સાચાં ન માની લેવાં.”
હાથીના હોદા પર બેઠેલા કાગડાને કોઈ મહાવત થોડો ગણે?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org