________________
અર્હમ્ | નમો નમઃ શ્રી ગુરુનેમિસૂર
( નિવેદન ) શ્રી સોમપ્રભાચાર્યે માનવ જન્મરૂપી વૃક્ષનાં છ ફળ સર્વ ર માં ગણાવ્યાં છે, તેમાં એક છે “ગુણાનુરાગ.” ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું સૂચન છે કે “થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે.” ગુણાનુરાગની આ ઉદાત્ત વાતો જૈન શાસનને અને તેમાં થયેલા અને થતાં ગુણિયલ ધર્મસાધકોને અતિશય રળિયામણા બનાવી મૂકે છે. સાવ દોષવિહીન તો આ સંસારમાં કોણ હોય? પરંતુ આપણી દોષદૃષ્ટિને ગુણદૃષ્ટિમાં પલટાવીને જોઈશું તો ચારે તરફ ગુણીજનો જ દેખાશે; એ જૈન પણ હોય અને અજૈન પણ હોય, મૂર્તિપૂજક પણ હોય અથવા અન્ય સંપ્રદાયના પણ હોય; વ્યક્તિનો મહિમા તેની આ ધૂળ વ્યક્તિતાને લીધે નથી હોતો; એનો મહિમા તો હોય છે એનામાં એણે પોતીકા પુરુષાર્થથી ખીલવેલા-નીપજાવેલા વિવિધ ગુણોને કારણે. આવા ગુણીજનોને દેખીને આપણને પ્રમોદભાવ જાગે તો સમજવું કે આપણે જૈનત્વની અને તેના પાયારૂપ મૈત્રીભાવની નિકટ છીએ.
સયુરુષોની આવી, ગુણાનુરાગ-પોષક વાતોના પ્રભાવે, આપણા દેશના અને રાજ્યના અને ભાષાના બે મૂર્ધન્ય વિદ્ધજ્જનો-ગુણીજનોનું સન્માન કરી ગુણાનુરાગની વૃત્તિને વિકસાવવાનો અમને મનોરથ થયો - આજથી લગભગ અઢી વર્ષ પહેલાં. એ મનોરથ આજે ફળીભૂત બની રહ્યો છે, તેનો અમને અપાર આનંદ છે.
પૂજ્યપાદ આચાર્યશ્રી સૂર્યોદયસૂરિજી મ. ની નિશ્રામાં, ગુજરાતી ભાષાના જાણીતા કવિ ડૉ. સુરેશભાઈ દલાલ તથા જૈન સંઘના અગ્રણી શેઠ શ્રી શ્રેણિકભાઈની તેમ જ અનેક નામાંક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org