________________
પશ્ચાદ્ભ
મારે થાવું રમતારામ ભવ રણમાં રઝળી રઝળીને થાક્યો છું હે રામ !.... તૃષ્ણાનું તર્પણ કરવા મેં ખરચી શક્તિ તમામ નથી કળાતો તોયે ક્યાંયે એનો પૂર્ણવિરામ.... ૧ “હું” ને “મારું” રટ રટી હું રચતો રહ્યો દમામ ફુગ્ગાની માફક એ ફૂટ્યો તે દી રહી ન હામ...... ૨ સૌ છે તુચ્છ અને હું અચ્છ મોટું મારું નામ આ અભિમાન પડી ભાંગ્યું તવ, જ્યારે ક્યા રામ..... એક દિવસ આ દુનિયા આખી ભરતી મને સલામ પણ જયાં આવી ઓટ પછી સૌ મુજને ગણે ગુલામ..... ૪ બદ કરતાં અદકું ભૂંડું છે દુનિયામાં બદનામ” એમ વિચારી ઘણાં કર્યા મેં મનગમતાં બદકામ..... ૫ તો ય ન લાધ્યો હાય ! મને તો અંતરનો આરામ બલ્બ બદકામોથી થઈ ગઈ મારી ઉંઘ હરામ..... ૬ હાર્યો હું મુજ કરણી કેરો જોઈ આ અંજામ ડરનો માર્યો થરથર ધ્રૂજું પસ્તાતું મન મામ..... ૭ ત્યાં ઉઘડી સમજણની બારી તેજકિરણ મળ્યું નામ અલપ ઝલપ મારગ દેખાયો જે લઈ જાય મુકામ..... ૮ “હું-મારું' ના અંધારાનું હવે ન મારે કામ નામ ન લેશો એનું એને, હો! નવ ગજના પ્રણામ.... ૯ કર પથદર્શન થઈ અજવાળું હે મુજ આતમરામ ! ઠચૂક ઠચૂક કરતો હું તો યે પામીશ અનહદ ધામ.....૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org