SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નંદનવન તીર્થપતિ શ્રÍનિસુવર્નોન સ્તવન (રાગ : જગજીવન જગ વાલહો...) નંદનવન-તીરથપતિ શ્રી મુનિસુવ્રતસ્વામ લાલ રે, તગડી-મંડન દીપતો સુંદર અતિ અભિરામ લાલ રે. ૧ શ્યામવરણ જિન દેહડી ઉજ્જવલ યશનું ધામ લાલ રે, બિંબ યશોજ્જવલ થાપિયું તેણે કારણ ઇણ ઠામ લાલ રે. ૨ ભવ્ય-દિવ્ય તેજે મઢ્યું, ઉપશમરસ છલકત લાલ રે, વદનકમલ જિનરાજનું મરક-મરક મલકત લાલ રે. ૩ પ્રભુદર્શન જો આવડે, તો નહિ એ પાષાણ લાલ રે, મૂર્તિમંત પરમાતમાં પ્રતિમા આ મહાપ્રાણ લાલ રે. ૪ દર્શન ભદ્રક જીવને, પાપ નિવારણહાર લાલ રે, સમ્યગ્દર્શન જો હવે, સ્વર્ગ દિયે સુખકાર લાલ રે. ૫ દર્શન આત્મસ્વરૂપનું દર્શન કરતાં જેહ લાલ રે, પામે શિવપ્રાસાદની શ્રેણિ ચઢશે તે લાલ રે. શ્રી સુવ્રતજિનનાથનું પરિકર-મંડિત બિંબ લાલ રે, નિરખત મનડું પૂછતું આ શું ન મુજ પ્રતિબિંબ? લાલ રે. ૭ ઉત્તર આ પૃચ્છાતણો, જબ લગ પામું ન નાથ ! લાલ રે, ત્યાં લગ તવ પ્રતિમાતણો, હોજો શીળો સાથ લાલ રે. ૮ જ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001470
Book TitleBhini Kshanono Vaibhav
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2006
Total Pages74
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy