________________
ઉજયંત ગિરનાર (આહીર ભૈરવ)
જય જય ઉજ્જયંત ગિરનાર
ત્રિભુવનમાં પાવન એ અનુપમ, ઉપવન પુણ્યનું સાર... નેમિજિનેશ્વર શ્રી પરમેશ્વર, યાદવકુલ-શણગાર દીક્ષા-કેવલ-મોક્ષ થકી તસ, એ ગિરિવર સુખકાર
પહેલી ટૂંકે ચૌદ જિનાલય, શિખરબંધ શ્રીકાર પ્રથમ સર્વથી તેહમાં સોહે, દાદાનો દરબાર
શ્યામલવરણું નમણું સલૂણું, વિલસે બિંબ ઉદાર કામ-વિજયનો ઘોષ ગજવતું, તીરથનો આધાર
તનનો શ્રમ, સંતાપ હૃદયનો, ને ભવ-ભયનો ભાર ટાળે એ ઊર્જાના દૈવી-પુંજ તણો દેદાર
ત્રીજી ટૂંકે અંબાદેવી, તીર્થ-૨ક્ષણાધાર ગણધરનાં પગલાં પણ વરતે, પંચમ ટૂંક મોઝાર વર્તમાનમાં આ બે સ્થાને, ઇતરોનો અધિકા૨ સત્તા ને પશુબળની સામે, સકલ સંઘ લાચાર
જ્ઞાનવાવ ગજપદકુંડાદિક, કુંડ ઘણા જલધાર પાવન જલ જેનાં ભવ-જલથી, ભવિનો કરે ઉગાર
૩૫
Jain Education International For Private & Personal Use Only
૧
૨
૩
૫
૬
www.jainelibrary.org