________________
અભત રૂપ તિહારો
(આશાઉરી)
પ્રભુજી ! અદ્દભુત રૂપ તિહારો નયનયુગલ ઉત્પલસમ સોહે, મોહે મન-મધુકર મારો ભાલ ભવ્ય ઝળકે બહુ તેજે, હેજે ચંદ્ર સંભારો દિવ્ય તિલક વિલસે પ્રભુ ભાલે, આકાશે જિમ તારો મસ્તક ઉપર મુકુટ વિરાજે, કથતો પુણ્ય-પ્રકારો નિર્મલ વિપુલ હૃદયતલ છાજે, કરુણારસ-આગારો બાહુ ઉભય ભયનાશી વિશાલા, ભાંજે કર્મ-ઠઠારો ચરણ-કમલ-યુગ સેવા સારે, અમર-અસુર-નર-વારો નિર્લંછન પદ વરવા પન્નગ-પતિ લાંછન સુખકારી કસ્તૂરીસમ શ્યામવરણી, કરતી સુરભિ-પ્રસારો અમી નીતરતી મૂર્તિ વિલસતી, હરતી ચિત્તવિકારો અનુપમ શોભા-શોભિત જિનવર, મુજ વિનતિ ઉર ધારો આંતર-રિપુગણ દૂર કરણકો, યાચું આપ-સહારો જય શત્રુજ્ય પાર્થ જિગંદા, દાસની આશ નિવારો શ્વાસે શ્વાસે સમરું તુજને, એક જ તું આધારો
૪
પ
૬
છે
૨
૯
இட
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org