SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) બે બે ભેદેના, અને બાદર તથા સૂક્ષ્મ એકેદ્રિયના પર્યાપ્ત-અપર્યાપ્ત એમ બે બે ભેદના, ત્યાં ત્યાં ઘટતાં ગુણસ્થાનકો તથા ત્યાં ઉપજતા. બંધહેતુભગ વણવ્યા છે. તેમાં પર્યાપ્ત બાદર એકેદ્રિયના ભાંગાની પ્રરૂપણુ વખતે ઔદારિક, વૈક્રિય અને વૈકિયમિશ્ર- એમ ત્રણ યોગ સમજવાના છે, તે કર્તાએ નેપ્યું નથી. જોકે તેની પૂર્વના જીવસ્થાનકમાં પણ ત્રણ યોગ હતા અને એ જ રીતે અહીં પણ ત્રણ જ છે, તેથી ભંગસંખ્યામાં ફરક પડવાને સવાલ નથી; આમ છતાં, યોગે અપર્યાપ્તાના ત્રણ તે જુદા ને પર્યાયાના ત્રણ તે જુદાએ ખ્યાલ અભ્યાસીને રહેવો જરૂરી છે. જવસ્થામાં બંધહેતુભંગના નિરૂપણની પૂર્ણાહુતિ થવાની સાથે જ આ કૃતિને પહેલે વિભાગ સમાપ્ત થાય છે. આ પછી શરૂ થાય છે બીજે વિભાગ. આ વિભાગ આર્યા– પદ્ય-બદ્ધ છે. આ વિભાગમાં કેટલીક ખાસ કમપ્રકૃતિએના બંધના વિશિષ્ટ બંધહેતુઓનું અન્વય-વ્યતિરેક દષ્ટિએ પ્રતિપાદન થયું છે. સામાન્યતઃ તો નિયમ છે કે યોગ તે કર્મના પ્રતિબંધ અને પ્રદેશબધનું કારણ છે, અને સ્થિતિબંધ તથા રસબંધના હેતુ કષાય છે. એ નિયમને પ્રથમ લેકમાં નિર્દેશીને, પછીનાં પાંચ પદ્યોમાં વિશિષ્ટ પ્રકૃતિના વિશિષ્ટ હેતુઓ અન્વય-વ્યતિરેકથી કેવી રીતે સંભવે છે, તેનું નિરૂપણ શરૂ થાય છે. તેમાં ૧૬ પ્રકૃતિ મિથ્યાત્વનિમિત્ત, ૩૫ પ્રકૃતિ અસંયમ (અવિરતિ) નિમિત્તે, શેષ ૬૮ પ્રકૃતિએ કષાયનિમિત્ત અને એક શાતાદનીય ગનિમિત્તે બંધાતી હોવાનું ઠરાવ્યું છે. - સાતમા લેકમાં ઉપાધ્યાયજી મહારાજ એક મજાનો પ્રશ્ન ઊભો કરે છે ઃ ૮ અન્યત્ર સાતવેદનીયાદિ-કમ પ્રકૃતિએને બંધ, મિથ્યાત્વાદિ ચારે હેતુઓથી થતો હોવાનું કહ્યું છે, ને અહીં તો ફક્ત યોગપ્રત્યયે જ બંધ થાય એમ જણાવ્યું છે; તો એમાં તથ્ય શુ?” અને આ પ્રશ્નનો મૌલિક જવાબ પણ, એ જ લોકના ઉત્તરાર્ધમાં, પોતે જ આપી દે છે: “સાસુ નreforfજવ વિરામચિ aોદ્ધશા ” અહીં ઉપાધ્યાયજી મહારાજે “તૃણારણિમણિન્યાય” ને સંભાર્યો છે. આ ન્યાય એમ કહે છે 3- "तार्णवहिनं प्रति तृणस्य, आरणवहिनं प्रत्यरणे, मणिजन्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001469
Book TitleBandhhetubhangprakaranam
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorShilchandrasuri
PublisherYashobhadra Shubhankar Gyanshala Godhra
Publication Year1987
Total Pages56
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy