________________
સ્વરૂપમાં આ અનંત ચતુષ્ટયનો પ્રાદુર્ભાવ થતો જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્મા જ્યારે તેનું શુદ્ધતમ સ્વરૂપ પ્રાપ્ત કરે ત્યારે તેનામાં આ અનંત ચતુષ્ટય પૂર્ણ સ્વરૂપે જોવા મળે છે.
શુદ્ધ આત્માના આ જે સ્વીકૃત ગુણો છે તેનાથી જુદી રીતે શુદ્ધાત્માના ગુણો અહીં રજૂ થયા છે. શુદ્ધાત્માના જ્ઞાનસ્વરૂપ અને પૂર્ણાનંદસ્વરૂપમાં તો અનંત જ્ઞાન અને અનંત સુખનો સમાવેશ થઈ જાય છે. અનંત દર્શન અને અનંત વીર્યનો ઉલ્લેખ ભલે ન થયો હોય પણ આ સિવાયના નિત્યતા, નિર્મળતા, સમાનતા, રૂપરહિતતાના ગુણોનો ઉલ્લેખ મૌલિક રીતે થયો છે. બીજાઓ કરતાં જુદી રીતે શુદ્ધાત્માના ગુણો અહીં રજૂ થયા છે.
અજીવ
અજીવના પાંચ પ્રકારોમાંથી ‘ધર્મ’, ‘અધર્મ’, ‘આકાશ’ અને ‘કાળ’ – આ ચારને લગતી તાત્ત્વિક ચર્ચા ‘જ્ઞાનસાર’માં ક્યાંય નથી, ‘પુદ્ગલ' વિષે પણ જે રજૂઆત થઈ છે તેમાં પણ ‘પુગલ’ અને ‘જીવ’નો જે ભેદ છે તેની ૫૨ જ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, ‘પુદ્ગલ’ના સ્વરૂપની, પ્રકારોની કોઈ વાત રજૂ થઈ નથી.
(ક) દેહ, ઘર, ધન વગેરે પુદ્ગલોમાં મમત્વ
‘આ દેહ મારો છે’, ‘આ ઘર મારું છે’, ‘આ ધન મારું છે' એમ કહીને, જ્યારે દેહ, ઘર, ધન જેવી આત્માથી ભિન્ન વસ્તુઓમાં એટલે કે પુદ્ગલમાં મમત્વભાવ ધારણ કરવામાં આવે છે ત્યારે તે બંધન પેદા કરે છે. સામાન્ય રીતે એમ બને છે કે જે વ્યક્તિ કોઈના પર ગાળિયો નાખે છે ત્યારે નાખનાર વ્યક્તિ મુક્ત રહે છે અને જેના ૫૨ તે ગાળિયો નાખે તે વ્યક્તિ, પશુ, પક્ષી કે વસ્તુ બંધનમાં આવી જાય છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે ‘આ દેહ, ઘર, ધન વગેરે મારાં છે' ત્યારે તેનાથી દેહ વગેરે તો બંધાતા નથી, પણ ગાળિયો (પાશ) નાખનાર આત્મા પોતે બંધનમાં આવી પડે છે. (૧૪/૬) દેહાદિ પુદ્ગલમાં મમત્વ રાખવું તે જીવાત્માના બંધનના કારણરૂપ બને છે.
(ખ) પુદ્ગલ અનિત્ય, અશુચિ, અનાત્મરૂપ
“આત્માથી ભિન્ન જે પરસંયોગ છે તે અનિત્ય છે, તે પરસંયોગરૂપ જે પુદ્ગલ છે તેને નિત્ય માનવા તે અવિઘા છે, તે જ રીતે જે શરીરરૂપી પુદ્ગલનાં
તત્ત્વવિભાવના
81
For Private & Personal Use Only
cain Education International
www.jainelibrary.org