________________
હોય ત્યારે તેના પર ધૂળના બારીક રજકણ આવીને એલરૂપે ચોંટે છે તેમ આત્મા જ્યારે રાગ-દ્વેષથી ખરડાઈને ક્રિયા કરે છે ત્યારે શુભ અને અશુભ કર્મના સૂક્ષ્મ કણો બંધનરૂપે તેને ચોંટે છે. “મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ (મન-વચન-કાયાની ક્રિયા તે યોગ)ને કારણે જીવને કર્મબંધન થાય છે.૧૦ આમાં પણ ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો મુખ્ય કારણ છે. કર્મબંધનનો સમય પૂરો થાય ત્યારે આત્મા મુક્તાવસ્થા કે મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રશ્ન થાય કે આ કર્મબંધનનો સમય કોણ નકકી કરે ? વેશ્યા તેનો સમય નક્કી કરે છે. દીવાલ પર ચોંટાડેલ ચિત્ર કેટલો સમય ચોંટેલું રહેશે તેનો આધાર તેમાં વપરાયેલ ગુંદર જેવા પદાર્થની જાત ઉપર આધાર રાખે છે તેમ આત્માને ચોંટેલા કર્મપુદ્ગલો કેટલો સમય ચોંટેલા રહેશે તેનો સમય લેશ્યા નક્કી કરે છે.૧૧
જીવ અનાદિકાળથી કર્મબંધનમાં ફસાયેલ હોવા છતાં પ્રયત્ન દ્વારા બંધમાંથી મુક્તિ મેળવી શકે છે. મુક્તિ કેવી રીતે શક્ય બને તે સમજવા માટે “સંવર' અને નિર્જરાનો ખ્યાલ જાણવો જોઈએ. ૭-૮. સંવર અને નિર્જરા
આસવ એ કર્મનો ચાલ્યો આવતો એવો પ્રવાહ છે કે જેને અટકાવીએ તો જ મુક્તિ મળે. આ પ્રવાહને કેવી રીતે રોકી શકાય તે સમજીએ.
કોઈ જગ્યાએ સતત ગંદા પાણીનો પ્રવાહ ભેગો થતો હોય તો પ્રથમ તો તે પાણીના પ્રવાહને પ્રવેશસ્થાન પરથી જ રોકી દેવો પડે જેથી નવું ગંદું પાણી ત્યાં આવે નહીં. પછી જે પાણી ત્યાં આવી ગયું છે તેના નિકાલની પ્રક્રિયા જરૂરી થઈ પડે, જેથી ત્યાં ગંદું પાણી રહેવા ન પામે. તો આ પ્રવાહને રોકવાની ક્રિયા તે “સંવર' અને સંચિત પાણીનો નિકાલ કરવાની, તેને ખાલી કરવાની ક્રિયા તે નિર્જરા”. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય, ચારિત્ર વગેરે દ્વારા જીવમાં નવાં કર્મોના પ્રવેશને આવતાં રોકીએ તે “સંવર' કહેવાય છે અને જે કર્મો જીવમાં પ્રવેશી ચૂક્યાં છે તે કર્મોનો તપ, ધ્યાન વગેરે દ્વારા ક્ષય કરવામાં આવે તે નિર્જરા' કહેવાય છે. જેમ કેટલાંક ફળ પાકી જતાં આપોઆપ વૃક્ષ ઉપરથી ખરી પડે છે તેમ કેટલાંક કર્મો પણ તેની અવધિ પૂરી થતાં પાકી જઈને, ભોગવાઈને ખરી પડે છે. કર્મબંધનના વહેતા પ્રવાહરૂપ આમ્રવને સંવરથી રોકીએ અને નિર્જરાથી તેનો નિકાલ કરીએ ત્યારે મોક્ષાવસ્થાની પ્રાપ્તિ શક્ય બને છે.
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org