________________
આંતરિક, પણ પરિગ્રહમાત્ર સાધનામાર્ગમાં આડખીલીરૂપ છે, તેથી તે ત્યજવાયોગ્ય છે. જે વ્યક્તિ પરિગ્રહનો સાચો ત્યાગ કરે તેને કોઈ પણ જાતની લાલસા રહેતી નથી. વિનોદની ભાષામાં ઉપાધ્યાયજી જણાવે છે, કે ચંદ્ર વગેરે ગ્રહો સમયે સમયે પોતાની રાશિ બદલે છે અને વક્રતા પણ છોડે છે, જ્યારે આ પરિગ્રહરૂપ ગ્રહ તો પોતાની રાશિમાંથી પાછો પણ ફરતો નથી, વક્રતા પણ ત્યજતો નથી અને સર્વને હંમેશ હેરાન જ કરે છે. (૨૫/૧)
હવે આવતા ‘અનુભવ-અષ્ટક'માં સ્વપ્ન, જાગ્રત, સુષુપ્ત અવસ્થાથી ભિન્ન ચોથી (તુર્ય) અવસ્થાની એટલે કે આત્મસાક્ષાત્કાર-સ્વરૂપ ‘અનુભવ’ની વાત કરવામાં આવી છે. સાદા સરળ દૃષ્ટાંત દ્વારા અનુભવની વાત રજૂ કરતાં અહીં કહેવાયું છે, કે શાસ્ત્રજ્ઞાનરૂપ ખીરનો સ્વાદ કલ્પનારૂપ કડછીથી ક્યારેય માણી ન શકાય, ખીરનો સ્વાદ માણવા માટે તો અનુભવરૂપ જીભ જ કામ આવે. (૨૬/૫) આ જ રીતે રાગ-દ્વેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપ શાસ્ત્રો અને તેની યુક્તિથી જાણી ન શકાય, તે માટે તો અનુભવ અને માત્ર અનુભવ જ કામમાં આવે.
---
સત્યાવીસમા ‘યોગ-અષ્ટક'માં ખૂબ જ સંક્ષેપમાં, માત્ર નામનિર્દેશ કરાતો હોય તે રીતે, જૈન મત પ્રમાણે ‘યોગ’ની ચર્ચા કરવામાં આવી છે. ‘મોક્ષની સાથે આત્માને જોડનારો બધો આચાર તે યોગ' એવી યોગની વ્યાખ્યા કરીને સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ, આલંબનયોગ અને એકાગ્રતાયોગ એમ યોગના પાંચ પ્રકાર વર્ણવ્યા છે. આમાંના પહેલા બે કર્મયોગ અને પછીના ત્રણ જ્ઞાનયોગ કહેવાય છે. આ પાંચેય યોગના દરેકના પાછા ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતાયોગ અને સિદ્ધિયોગ – એ ચાર પ્રકારે જોતાં કુલ વીસ ભેદો ગણાવ્યા છે. આ વીસ ભેદના પ્રત્યેકના પાછા પ્રીતિયોગ, ભક્તિયોગ, વચનયોગ અને અસંગયોગ - એ ચાર પ્રકારે જોતાં (વીસને ચારે ગુણતાં) એંસી ભેદ થાય.
-
આ ત્રણ
સાધકજીવન સાથે સંબદ્ધ વિષયોની ચર્ચા કરતા હવે આવે છે ‘નિયાગઅષ્ટક’. અહીં ‘નિયાગ' એટલે ભાવયજ્ઞ એવો અર્થ છે. ગૃહસ્થ માટે વીતરાગની પૂજા વગેરે ક્રિયા બ્રહ્મયજ્ઞ બની શકે, જ્યારે યોગી માટે તો જ્ઞાન એ જ બ્રહ્મયજ્ઞ છે. ગૃહસ્થને યોગ્ય કર્મયજ્ઞ યોગી વ્યક્તિ કરી ન શકે.
Jain Education International
જૈન ધર્મમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં તીર્થંકરોની મૂર્તિઓની તેમના ઉપાસનાસ્થળ એવા દેરાસરમાં સ્થાપના કરવામાં આવે છે અને શ્વેતાંબરો આ મૂર્તિઓની ભાવપૂર્વક પૂજા કરે છે. આ પૂજાવિધિની એકેએક ક્રિયાને, જ્ઞાનસારનું તત્ત્વદર્શન
58
For Private & Personal Use Only
www.jainelibrary.org