SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિક અભ્યાસમાં જાણે લઘુ હરિભદ્ર હોય, શ્રુતજ્ઞાનમાં જાણે બીજા હેમચંદ્રાચાર્ય હોય, અધ્યાત્મવિદ્યામાં જાણે આનંદઘનજીના અનુગામી હોય એમ આપણને સહેજે પ્રતિભાસે છે. “આ પોતાના મુછાળા અવતાર ‘કૂર્ચાલીશારદ’ને દેખી સરસ્વતીને લજ્જાના માર્યા સંતાઈ જવું પડ્યું ! આ સાચેસાચા વ્યાખ્યાન-વાચસ્પતિ (જગદ્ગુરુ) વાચકવરની વાચા સાંભળી વાચાલ વાચસ્પતિ (ત્રિદશગુરુ) અવાચક થઈ ગયો ! વાડ્મયની રંગભૂમિમાં કવિતાસુંદરીને યથેચ્છ નચાવનારા આ સત્કવિની યશસ્કીર્તિથી પ્રતિપક્ષીઓનાં મસ્તક ધોળાં ને મુખ કાળાં થયાં ! જ્ઞાનીઓના હૃદયાવકાશમાં વહેતી અધ્યાત્મ-જ્ઞાનગંગાને આ ભગીરથે અવનીને પાવન કરવા પૃથ્વી પર અવતારતાં પ્રાણીઓનો વિભાવરૂપ પાપમલ ક્યાંય ધોવાઈ ગયો ! અર્વાચીનોની જેમ તેમના નામ પાછળ ઉપાધિઓની લાંબી લંગાર નહિ લાગેલી, છતાં આ સીધાસાદા ‘ઉપાધ્યાયજી’ પણ આચાર્યોના આચાર્ય ને ગુરુઓના ગુરુ થવાને પરમ યોગ્ય છે. યશઃશ્રીના પડછાયા પાછળ દોડનાર આધુનિકોની પેઠે તેઓ તેની પરવાહ નહિ કરતા છતાં ‘યશઃશ્રી’ હજુ તેમનો પીછો છોડતી નથી ! અધ્યાત્મરસપરિણતિ વિના શાસ્ત્રનો ભાર માત્ર વહનાર ને નિર્માલ્ય તત્ત્વવિહીન ચર્ચાઓમાં શાસ્ત્રનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરનાર આગમધરો તો ઘણાય છે, પણ અધ્યાત્મપરિણતિપૂર્વક શાસ્ત્રનો રસાસ્વાદ લેનારા ને શાસ્ત્રનો તાત્ત્વિક પ્રતિપાદનમાં કેવળ આત્માર્થે સદુપયોગ કરનારા તેમના જેવા નિરાગ્રહી ને પરિણત સાચા આગમરહસ્યવેદી શ્રુતધરો તો વિરલા જ છે.” ,,૩૩ જૈન તેમ જ અજૈન બધાં દર્શનોને લગતા તેમના વિશદ જ્ઞાન અંગે ગૌરવપૂર્વક નોંધ કરતાં પંડિત સુખલાલજી જણાવે છે :: - “નિઃસંદેહ શ્વેતાંબર અને દિગંબર સમાજમાં અનેક બહુશ્રુત વિદ્વાન થઈ ગયા છે. વૈદિક તથા બૌદ્ધ સંપ્રદાયમાં પણ પ્રચંડ વિદ્વાનોની કમી રહી નથી – ખાસ કરીને વૈદિક વિદ્વાનો તો હંમેશથી ઉચ્ચ સ્થાન લેતા આવ્યા છે – વિદ્યા તો માનો કે તેમના બાપની – પરંતુ એમાં શક નથી કે કોઈ બૌદ્ધ યા કોઈ વૈદિક વિદ્વાન આજ સુધી એવો થયો નથી કે જેના ગ્રંથના અવલોકનથી એવું જાણવામાં આવે કે તે વૈદિક યા બૌદ્ધ શાસ્ત્ર ઉપરાંત જૈન શાસ્ત્રનું પણ વાસ્તવિક ઊંડું અને સર્વવ્યાપી જાણપણું રાખતો હોય. આથી ઊલટું ઉપાધ્યાયજીના ગ્રંથોને ધ્યાનપૂર્વક જોનાર કોઈપણ બહુશ્રુત દાર્શનિક વિદ્વાન એવું કહ્યા વગર નહિ રહે કે ઉપાધ્યાયજી જ્ઞાનસારનું તત્ત્વદર્શન 66 Jain Education International 22 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy