________________
‘તત્ત્વચિંતામણિ' નામે નબન્યાયનો પ્રસિદ્ધ ગ્રંથ, પ્રભાકર અને કુમારિલ ભટ્ટના પૂર્વમીમાંસાના સિદ્ધાંતો વગેરેની સાથે જૈન મતનો પણ ઊંડો અભ્યાસ કર્યો. ટૂંક સમયમાં આ બધો અભ્યાસ તેમણે ખૂબ સારી રીતે પૂરો કર્યો તેનું પ્રમાણ આપે તેવો એક પ્રસંગ પણ “સુજસવેલી'માં નોંધાયેલ છે.
આ પ્રસંગ પ્રમાણે શ્રી યશોવિજયજી કાશીમાં હતા ત્યારે ઠાઠથી આવેલ એક મહાન તાર્કિક સંન્યાસી સાથે તેઓ વાદમાં ઊતર્યા, અને તે વખતે યુક્તિસંગત દલીલોથી સંન્યાસીને તેઓએ એવા હરાવ્યા છે તે સંન્યાસી ગર્વ છોડીને ત્યાંથી પલાયન થઈ ગયા. આ પ્રસંગથી પ્રેરાઈને કાશીમાંના વિદ્વાનોએ તેમને ન્યાયવિશારદ'ની પદવી આપી. (જુઓ : આ પ્રકરણની ટિપ્પણ નં. ૯ ક) - શ્રી યશોવિજયજીને “ન્યાયાચાર્ય'નું બિરુદ પણ મળ્યું હતું તેનો ઉલ્લેખ તેમણે “જૈન તર્કભાષા', “પ્રતિમાશતક' વગેરેમાં કર્યો છે, પરંતુ સુજસવેલીમાં આ બિરુદનો ઉલ્લેખ પણ નથી, તે આશ્ચર્યજનક લાગે છે. પોતે ન્યાયના ગ્રંથોની રચના કરી તેથી ભટ્ટાચાર્યે પ્રસન્ન થઈને પોતાને આ બિરુદ આપ્યું તેમ તેઓએ જણાવ્યું છે.
યશોવિજયજીએ પોતે પોતાના કાશીવાસ વિષે અવારનવાર વાતો કરી છે. તેમની ઘણી સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના આરંભમાં “e” પદ મુકાયેલ છે. આ અંગે તેઓ જણાવે છે કે તેમણે કાશીમાં ગંગાતટે “હું' પદના જાપપૂર્વક સરસ્વતી દેવીને પ્રસન્ન કરેલ અને તેથી તેમને સરસ્વતીદેવી પાસેથી તર્ક અને કાવ્યની સિદ્ધિનું વરદાન પ્રાપ્ત થયેલ અને તેમની ભાષા કલ્પવૃક્ષની જેમ ફળદાયી થઈ હતી.
કાશીમાં શ્રી યશોવિજયજીનો અભ્યાસ પૂરો થતાં ગુરુ-શિષ્યની આ અવિસ્મરણિય જોડીએ આગ્રા તરફ પ્રયાણ કર્યું, જેથી ન્યાયગ્રંથો, કર્કશ તર્કસિદ્ધાંતો અને પ્રમાણશાસ્ત્રોનો બાકીનો કેટલોક અભ્યાસ પૂરો કરી શકાય. આગ્રાના ચાર વર્ષના અભ્યાસના અંતે ત્યાંના શ્રી સંઘે તેમની વિદ્વત્તાથી પ્રેરાઈને તેમને સાતસો રૂપિયા ભેટ આપ્યા, જેનો ઉપયોગ તેમણે પાટલીઓ આદિ બનાવવામાં ખૂબ ઉમંગથી કર્યો અને આ વસ્તુઓ તેઓએ વિદ્યાભ્યાસીઓને સમર્પિત કરી. વિદ્યા પ્રત્યેની તેમની પ્રીતિ “સુજસવેલી'માં નોંધાયેલ આ નાનકડા બનાવમાં પણ જોઈ શકાય છે. ૨૪
શ્રી યશોવિજયજીના આગ્રાવાસની વાત “સુજસવેલી'માં તો નોંધાયેલી છે; પણ યશોવિજયજીએ પોતે પોતાના કાશીવાસની વાત જેમ ઠેરઠેર કરી છે તેમ
જ્ઞાનસારનું તત્ત્વદર્શન For Private ! 8 ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org