SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૨૭ પશુ આ ખેલીઓને નાટક ઉપરાંત સાહિત્યમાં અન્યત્ર પશુ ઉપયોગ થતા. ભરતે જેમને ‘વિભાા'એ અને દેશભાષાએ કહી અને અભિનવગુપ્તે જે વિભાષાએની ‘ભાષાના અપભ્રંશ તે વિભાષા' એવી વ્યાખ્યા આપી, તેમાંથી જેમના નાટક બહાર પ્રયાગ થતા તેમને ત્યારે ‘અપભ્રંશ' નામ આપવાની પ્રથા પ્રાચ્ય વ્યાકરકારમાં સ્થપાઈ. છઠ્ઠી–સાતમી શતાબ્દીથી અપભ્રંશ કથાએ—ગદ્યમય તેમ જ પથમય—ના અને પ્રાધાના ઉલ્લેખા મળે છે, અને કાવ્યશરીર તરીકે વપરાતી એક ભાષા તરીકે અપભ્રંશના વિશિષ્ટ બધા ને છંદોની વાત સાહિત્યશાસ્ત્રીએ કરે છે. આ પ્રકારની સંસ્કૃત અને પ્રાકૃતની એક સમકક્ષ સાહિત્યભાષા લેખે વ્યાકરણકારે તેનું નિરૂપણુ કરે છે, અને અપભ્રંશમાં રચના કરવા ઇચ્છનાર વિદગ્ધ માટે સંસ્કૃતમાંથી અપભ્રંશ કેમ બનાવવું તેના નિયમેા આપે છે. પણ મહાકાવ્ય, કથા, આખ્યાયિકા, સધાત વગેરે જેવા વિશિષ્ટ પ્રશ્ન ધેા ઉપરાંત સાહિત્ય-વિનાદ અથે અપભ્રંશ અન્યત્ર પણ વપરાતું. પ્રાંતપ્રાંતના લેાકેાની ભાષા અને વેશભૂષાને લગતી કૌતુકમય રચના કરવાની રૂઢિ સાતમી શતાબ્દીથી ચાલુ થયેલી. ક્રીડા, ગાઠી વગેરેમાં વિનેાદ માટે થતી ભાષાચિત્રરચનાઓમાં પણ ભાષાએ નું મિશ્રષ્ણુ વપરાતું. ભાજના ‘સરસ્વતીકઠાભરગુ' વગેરે જેવા ગ્રંથેામાં આનું વિગતે નિરૂપણ થયુ છે.. આવી રચનાઓમાં જ્યારે પ્રાદેશિક એલીઓની છાંટવાળી ભાષા વપરાતી, ત્યારે તે પણ કેટલીક વાર અપભ્રંશ કે અપભ્રષ્ટ કહેવાતી. આ દૃષ્ટિએ અપભ્રંશના અનેક ભેદે ગણાતા. ‘વિષ્ણુધર્માંત્તર' અને વાગ્ભટની ‘ અપભ્રંશ'ની વ્યાખ્યા આ જ રીતે ઘટાવી શકાય. તેમ જ ઉપનાગર, આભીર અને ગ્રામ્ય એવા નમિસાધુએ તૈાંધેલા ભેદ કે નાગર, ત્રાચઢ અને ઉપનાગર (તથા પાંચાલ, માગધ, વૈદ વગેરે ખીજા વીશ) એ પ્રાચ્ય વૈયાકરણાએ આપલા ભેદ્દે, અથવા તેા રુદ્રઢે કહેલા દેશવિશેષ પ્રમાણેના ભૂરિભેદો ઉક્ત પ્રકારની રચનાઓને અનુલક્ષીને હાય એ ઘણું સ ભવિત છે. પણ આ પ્રકારે સમયે સમયે જુદાજુદા અર્થાંમાં ‘અપન્ન શ' એ સંજ્ઞા પ્રચલિત બનવાને કારણે અપભ્રંશના સ્વરૂપ વિશે સારે એવે ગૂંચવાડે ઊભે થતે રહ્યો છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રશ અને પૈશાયિક એ પ્રકારનું વર્ગીકરણુ દડી, ઉદ્યોતનસર, રાજશેખર અને પ્રાચ્ય વૈયાકરામાં સ્વીકારાયું છે, તે બીજે પક્ષે સ ંસ્કૃત, પ્રાકૃત, માગધી, શૌરસેની, પૈશાચી અને અપભ્રંશ એ જાતની ભાષા વ્યવસ્થા પણ રુદ્રટ, ભેજ, હેમચંદ્ર, અમરચંદ્ર વગેરેમાં મળે છે દડી અપભ્રંશને આભીર વગેરેની ભાષા તરીકે ઓળખાવે છે. અને પછીથી પશુ વિહાંક વગેરે આભીરી ભાષા કે આલારે।ક્તિ તરીકે જે નમૂના આપે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy