SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ અપભ્રંશ વ્યાકરણ જનસાધારણમાં કેવળ બોલચાલના વ્યવહારમાં જ વપરાતી બોલીઓ સાથે એમને કશી નિસ્બત ન હતી. પ્રાચીન સમયમાં સંસ્કૃતિનું જ્ઞાન ધરાવતા શિષ્ટજન રાજસભામા કે વિદગ્ધગેડછીમાં કવિયશ મેળવવા જે કાવ્યરચના કરતો તેના ઉપયોગ માટે–તેના શિક્ષણ માટે કાવ્યશાસ્ત્ર અને વ્યાકરણ રચાતાં. નાટકના વિષયમાં એવી પ્રથા પડી ગયેલી કે તેમાં ઉચ્ચ પાની ભાષા સંસ્કૃત હોય, બીજુંની પ્રાકૃત, રંગભૂમિ ઉપર રજૂ થતાં, સમાજના સંસ્કારવંચિત વર્ગોમાંથી અને ભિન્ન ભિ ન પ્રાદેશિક વિસ્તારોમાંથી લીધેલાં પાત્રોને સહેજ વાસ્તવિકતાનો પુટ આપવા તેમની ઉક્તિઓમાં, લેકદષ્ટિએ ચડેલી ઉચ્ચારણોની તથા પ્રયોગોની બેચાર લાક્ષણિકતાઓને છંટકાવ થતો. આમાં વાસ્તવિક જીવનમાં જેવી બેલીઓ વપરાતી, તે જ રૂપે તે પાક્તિઓમાં મૂકવાને કોઈ પ્રશ્ન નહોત– વાસ્ત. વિકતામાં રાચતાં અર્વાચીન યુગમાં પણ એટલે સુધી કોઈ નથી જતું–જવું શકય પણ નથી પ્રાકૃતમાં સંસ્કૃતથી ભિન્ન એવો થોડોક વ્યાપક લક્ષણે તારવી તેમાં બલી વિશેષ પ્રમાણે સહેજસાજ ફેરફાર કરી લેવા તે. ભરતનાટયશાસ્ત્રમાં આવી પ્રાકૃત બોલીઓમાં માગધી, આવંતી, શૌરસેની વગેરે સાત ભાષાઓ” અને શાબરી, આભીરી વગેરે અનેક વિભાષાઓ ગણાવેલી છે, તથા અમુક પ્રદેશની ઉકારવાળી બેલી, અમુક પ્રદેશની તકારવાળી–એમ પ્રાદેશિક વિશિષ્ટતાની યાદી આપી છે. કયા પાત્રની ભાષા કેવી બનાવવી તે અંગેના, નાટકકારને ધ્યાનમાં રાખવાના નિયમો લેખે એ માહિતીને સ્થાન મળ્યું છે, અને આવા જ હેતુથી સંસ્કૃતમાં ઉચ્ચારણાદિમાં કેવા કેવા ફેરફાર કરવા, જેથી નટોનું સંસ્કૃત પ્રેક્ષક જનતાને પ્રાકૃત બોલીઓ જેવું લાગે, તે માટેના નિયમો તાત્કાલીન પ્રાકૃત વ્યાકરણે આપતાં. ભરતની પર પરાને અનુસારનારા પુરુષોત્તમ, રામશર્મા, માકડેય વગેરે પ્રાચ્ય વૈયાકરણો વિસ્તારપૂર્વક ભાષાઓ” અને “વિભાષાઓ'નાં લક્ષણ આપે છે. ભાષાઓનાં નામ મુખ્ય પ્રદેશમૂલક તથા વિભાષાઓનાં જાતિમૂલક છે તે ઉપરથી કેટલાક અભ્યાસીઓએ એમ માની લીધું કે વૈયાકરણએ તે તે પ્રદેશ અને જાતની વાસ્તવિક બેલીનું નિરૂપણ કર્યું છે. પણ ઉપરની ચર્ચાથી સ્પષ્ટ થશે કે વસ્તુતઃ તો તેમણે તે તે બેલીના લેકદાષ્ટએ ઊઠીને આંખે વળગે તેવાં ચેડાંક સ્થૂળ, કામચલાઉ લક્ષણે જ રંગભૂમિ આદિના ઉપયોગ અથે નોધ્યાં છે. એટલું જ નહીં, સમય જતાં એ લક્ષણો રૂઢ અને પરંપરાગત બનતાં ગયાં, એટલે પછી તો ઘણી બાબતમાં તેમને તત્કાલીન વાસ્તવિક પરિસ્થિતિ સાથે કશીયે લેવાદેવા ન રહી. પાત્ર-પ્રકારોની યાદી બદલાતી ગઈ તેમ તેમ બોલીઓનાં નામમાં અને લક્ષણોમાં વધઘટ અને ફેરફાર થતાં રહ્યાં, પણ પ્રોજન અને નિરૂપણની દૃષ્ટિ એનો એ જ રહ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy