________________
ભૂમિકા
(૪) અપશબ્દો (જ) ઘણું હોય છે, (જ્યારે) શબ્દો (તા) થોડા હોય છે. કેમ કે એકએક શબ્દના અનેક અપભ્રંશ હોય છે. જેમ કે જો એ શબ્દના બાવી, નોળી, જોરા, નોરોસ્ટિા વગેરે અનેક અપભ્રશ છે.' (પતંજલિ).
(૫) (શુદ્ધ શબ્દ) જેની પ્રકૃતિ ન હોય એવો કોઈ સ્વતંત્ર અપભ્રંશ (અપભ્રષ્ટ શબ્દ) નથી. બધા અપભ્રંશાની સાધુ શબ્દ જ પ્રકૃતિ હોય છે. પણ પ્રસિદ્ધિને લઈને રૂઢ બની જતા કેટલાક અપભ્રંશે સ્વતંત્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી નૌ: એમ પ્રયોગ કરવાનો હોય ત્યાં અશક્તિ કે પ્રમાદ વગેરેને કારણે તેના જવો વગેરે અપજશે પ્રયોજાય છે.” (ભર્તુહરિ).
૩. ભ્રષ્ટ, વિકૃત બેલી કે ભાષા–તે તે સમયની દેશભાષા (આ અર્થમાં “અપભ્રષ્ટ’–‘અવહઠ' પણ વપરાય છે) :
(૭) “શાસ્ત્રોમાં, સંસ્કૃતથી જુદું હોય તેને અપભ્રંશ કહ્યું છે.” (દંડી).
(૮) "ભાષા” એટલે સંસ્કૃતને અપભ્રંશ; "ભાષાને અપભ્રંશ તે "વિભાષા". એ તે તે દેશમાં ગવરવાસીઓની અને પ્રાકૃત જનની”..... (અભિનવગુપ્ત). “પણ અપભ્રંશને શે નિયમ છે” એના ઉત્તરમાં કહે છે કે... (પ્રાકૃત પાઠશ્વનું વિવરણ કરતાં અભિનવગુપ્ત).
(૯) “અને ત્રીજુ તે અપભ્રષ્ટ. હે રાજન, દેશભાષાના ભેદે અનુસાર તે અનંત છે.” (“વિષ્ણુધર્મોત્તર').
(૧૦) “તે તે દેશમાં જે શુદ્ધ બોલાતું હોય તે અપભ્રંશ' (વાગભટ, ૧૧મી શતાબ્દી). જે તે તે દેશમાં, એટલે કે કર્ણાટ, પાંચાલ વગેરેમાં શુદ્ધ, એટલે કે બીજી ભાષાઓના મિશ્રણ વિના બલાતું હોય તે અપભ્રંશ છે, એમ અર્થ છે. (સિહદેવગણિ).
(૧૧) “દેશી વચને સો લોકોને મીઠાં લાગે છે, તેથી તે અવહટઠ હું કહું છું. (મૈથિલ કવિ વિદ્યાપતિ, ૧૪મી શતાબ્દોને અંતભાગ).
(૧૨) “કથા માત્ર એ નઈપધરાની અપભ્રંશ એ દાખી' (ભાલણ, સોળમી શતાબ્દીને આરંભ).
૧.
સાથે પદ્મનાભ (ઈ.સ. ૧૪૫૬) ભાલણ, અખે, પ્રેમાનંદ, શામળ વગેરે પ્રાકૃત”, “ગુજરભાષા', “ગુજરાતી ભાષા' એવી સંજ્ઞાઓ પણુ ગુજરાતી માટે
જે છે. “સરસ બંધ-પ્રાકૃત કવ” (કાન્હડદે-પ્રબંધ, ૧-૧); પ્રાકૃતબંધ કવિતમતિ કરી' (કા. પ્ર., ૪/૩૫ર); “ગુજરભાષાએ નળરાજાના ગુણ મનોહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org