SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અપભ્રંશ વ્યાકરણ પથિક મૂલતાનની સમૃદ્ધિનું ધણું હૃદયંગમ વસ્તુન કરે છે. અહીં તેમ જ બીજા વણું નસ્થળેાએ કાંયે કષ્ટસાધ્યતા નહી લાગે ભાષા, છંદ, અલંકારા અને વક્તવ્યની અનેકવિધ લલિતભ'ગીએની કવિને સહજ ફાવટ હોવાની જ પ્રતીતિ થશે. વિરહિણાતા પતિ પણ કેટલાય વખતથી વેપારવાણિજ્યને અર્થે ખભાત ગયેલા. એટલે તે પથિકને વીનવે છે કે મારે થાડેાક સ ંદેશા તેને પહેોંચાડ. પથિકના સમભાવ જાણી વિર્રહણી સંદેશા કહે છે. તેમાં સ્થૂળ સામગ્રી તરીકે તેા વિરહને લીધે થયેલી પેાતાની ક્રરુણુ, દુ:ખી, યતીય અવસ્થાનુ વર્ષોંન આટલા સમય યતીત થઈ ગયા છતાં પરદેશથી પાછા ન ફરવા માટે ઉપાલંભ, વિરહના તીવ્ર દાહના અને મિલનની આશાના અમીતે વારાફરતી અનુભવ લેતા પાતાના હૃદયની ત્રિશંકુવત્ સ્થિતિ અને એ સૌને લઈને અસહ્ય જેવું બની ગયેલુ પેાતાનુ જીવિત—આટલુ છે. પણ અપૂતા અભિવ્યક્તિની રીતમાં જ વિશેષ છે. જુદા જુદા ભાવાનુકૂળ છંદોના આશ્રય લઈ, પહેલાં બેચાર વેણુ કહે, વળી કહેતાં કહેતાં હૈયું ભાંગી પડે, વળી બેચાર વેણુ કહે, એટલામાં પથિકનું હૃદય સમભાવથી ભીનું થતાં, જે કહેવુ હેાય તે નિઃસ ંકોચ કહેવા તે આગ્રહ કરે : આમ ઉપરની અવિશિષ્ટ સામગ્રી અનેક રમ્ય ભંગીએના રગબેર ંગી પટકૂળ પહેરી કાવ્યરસનુ વાહન બને છે. પછી પથિક મેાડુ થવાને! ભય આગળ ધરી રજા માગે છે. એટલે સુદરી છેવટના મેચાર શબ્દો સાંભળી લેવાનુ કહે છે. આમ કાવ્ય અર્ધે સુધી આવે છે. દરમિયાન પથિકના હૃદયમાં સમભાવપ્રેય કુતૂહલ થાય છે અને તે વિરહિણીને પૂછે છે કે કેટલા વખતથી તું આવી આત' દશા ભાગવી રહી છે? એટલે આમ લાંબા સમયથી હૃદયમાં ભંડારી રાખેલાં દુ:ખમય સંવેદનાને એક સૌહાર્દ ભરી વ્યક્તિ આગળ વાચામહ કરવાની સગવડ મળતાં, રમણી પોતાની થની માંડે છે. અહીં કાવ્યને બીજો ખંડ પૂરા થાય છે. આરંભના ભાગ બાદ કરતાં, આ ખંડ સ્વતંત્ર રીતે જ વિજોગણુના આતા, કરુણાધેરા સૂરે। વહાવતાં વિલાપગીતાની એક માળા જેવે બની રહે છે. ત્રીજા ખ`ડમાં ષડૂઋતુઓનું મનારમ અને તાદૃશ વન છે. પતિ પરદેશ સિધાવ્યા ત્યારે કેવા ગ્રીષ્મ તપતા હતા ત્યાંથી માંડીને એક પછી એક ઋતુ અને તે વેળાની પાતાંનોદશા—એ પ્રકારે વણુન આગળ ચલાવી છેવટમાં વસંતને વણુવી વિરહિણી અટકે છે. અને અ ંતે પથિકને વિદાય કરી પોતે હજી તેા પાછી ફરે છે, ત્યાં જ દક્ષિણ દિશામાં નજર પડતાં, તે દૂર રસ્તા પર પેાતાના પતિને પરદેશથી પાછા આવતા જુએ છે, અને તે સાથે જ કવિ જેમ તે વિરહિણીનું કાય. ઓચિંતુ જ સીધ્યું તેમ શ્રેતા અને પાઠેકનું પણ સિદ્ધ થાએ' એવી પ્રાથના ઉચ્ચારી અનાદ્દિ–અનંતના જય મેલાવી કાજ્યની સમાપ્તિ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy