SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧૭. તેમ જ સમાપન અમુક વિશિષ્ટતા ધરાવે છે. કાવ્ય શરૂ કરતાં કવિએ કરેલું ઈષ્ટદેવનું સ્તવન જુઓ : “સમુદ્ર, પૃથ્વી, ગિરિઓ, વૃક્ષે, નક્ષત્ર વગેરે જેણે સરજ્યાં તે તમને કયાણનું દાન કરે; મનુષ્ય, દેવ, વિદાધર તેમ જ સૂર્યચંદ્ર જેને નમે છે તે કિરતારને, હે નાગરિકે, તમે નમન કરે. તેમ જ કાવ્યની અંતિમ પંક્તિમાં “જેને આદિ કે અત નથી તેવા પરમેશ્વરની જય બોલાવી છે. પણ કાવ્યના આ પ્રકારના આદિ અને અતિ, પહેલેથી જાણ હોય કે આ એક મુસ્લિમના હાથની કૃતિ છે, તો જ ખાસ સૂચક લાગે. કાવ્યવિષયનું જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે, અનેક સ્થળે જે હદ્ય અને સુભગ અલંકારે પ્રયોજાયા છે, વિરહિણીની કરુણ અવસ્થાનું હૃદયદ્રાવક ચિત્ર જે રીતે રજૂ કરવામાં આવ્યું છે, તથા સમગ્ર કાવ્યમાં ભાષા અને છંદપરનો જે સાહજિક કાબૂ વ્યક્ત થાય છે તે સૌ પણ એવી ઊંડી છાપ મૂકી જાય છે કે સ સ્કૃત, પ્રાકૃત તેમ જ અપભ્રંશના ખાસ કરીને શૃંગારિક સાહિત્યનું કવિએ આકંઠ પાન કરેલું હોવું જોઈએ. અને “ગાથાસપ્તશતી', “વજજાલ', લીલાવઈ જેવા પ્રાકૃત ગાથાસંગ્રહે કે કાવ્યોની કેટલીક ગાથાઓના અપશ અનુવાદ કે પ્રતિધ્વનિ “સ દેશરાસકમાં મળે છે, તેથી આ વાત સમર્પિત થાય છે. વસ્તુ સ દેશરાસકની ત્રીજી વિશિષ્ટતા તેના સ્વરૂપમાં રહેલી છે. કઈ જાતની એ વિશિષ્ટતા છે તે તપાસવા માટે પહેલાં કાવ્યના વસ્તુ પર એક નજર નાખી લઈએ. કતિના નામ ઉપરથી જ એ એક વિપ્રલંભપ્રાણિત સંદેશકાવ્ય હોવાનું સમજાય છે. પણું મેઘદૂત'ની રચના પછી તેના અનુકણમાં જે અનેક સામાન્ય કે ઉતરતી કેટિનાં દૂતકાવ્યો ફૂટી નીકળ્યાં તેમની અને “સંદેશરાસકની વચ્ચે જેજનેનું અંતર લાગે. કાવ્યના આરંભે કવિએ આત્મપરિચય આપે છે, અને સાચું ધ્રુવપદ પામેલા અનેક ઉત્કટ કાવ્ય પૂર્વસૂરિઓનાં રચેલાં વિદ્યમાન હોવા છતાં પોતાના જેવા પામર જનના આવા નમ્ર પ્રયનને પણ રસિક હૃદયને રીઝવવાનો થોડોક અધિકાર અને અવકાશ છે એ વાત પૂર્વપરિચિત પણ રોચક નિદશનેની એક આખી માળા દ્વારા પ્રકટ કરી છે. કાવ્યના આ પ્રાવેશિક ખંડ પછી ખરું કાવ્યવહુ આરંભાય છે.. રાજપૂતાનામાં કોઈ સ્થળે આવેલા વિજયનગરમાં રહેતી કોઈ પ્રષિતભર્તૃકા કેઈક પ્રવાસીને માગ પર થઈને જ જોઈ જરા પૂછપરછ કરે છે. પથિક મૂલતાનથી નીકળી કેઈના સંદેશવાહક તરીકે ખંભાત જઈ રહ્યો હતે. એ પ્રસંગે અ૫-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy