SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧૫ હેમચંદ્ર ઉપલબ્ધ અપભ્રંશ સાહિત્યમાંથી કે પૂર્વેનાં વ્યાકરણમાંથી એકઠાં કર્યા જણાય છે. કૃત્રિમ કે ઘડી કાઢેલાં હોય તેવાંની સંખ્યા નજીવી છે. ઉદાહરણોની ‘ભાષા વિવિધ સમય ને સ્થળની છાયા ધરાવે છે. વિષયની વિવિધતા, અનાયાસસિદ્ધ લાગતા અલંકારો, ભાવોની તીણતા અને તેમની સરલ પણ સદ્યોધક અભિવ્યકિત અને અનુભૂતિને ખરે રણકાર–આવા ગુણોને કારણે હેમચંદ્રીય "ઉદાહરણે એક તાજગી ને ઉષ્માથી ધબકતા સાહિત્ય તરફ આંગળી ચીંધે છે. સંધિ તેરમી શતાબ્દી આસપાસ ટૂંકાં અપભ્રંશ કાવ્યો માટે “સંધિ નામે (આગલા “સંધિબંધ’થી આ ભિન્ન છે) એક નવો રચનાપ્રકાર વિકસે છે તેમાં કેઈક ધાર્મિક, ઉપદેશાત્મક કે કથાપ્રધાન વિષયનું થોડાંક કડવાંમાં નિરૂપણ કરેલું હોય છે, અને તેમને મૂળ આધાર ઘણી વાર આગમિક કે ભાષાસાહિત્યમાંને— અથવા તો પૂર્વકાલીન ધર્મકથાસાહિત્યમાં –કોઈક પ્રસંગ કે ઉપદેશવચને હોય છે. રત્નપ્રભકૃત અંતરંni ( ઈસવી ૧૩મી શતાબ્દી), જયદેવકૃત માવનાસંધિ જિનપ્રભ (ઈસવી ૧૩મી શતાબ્દી) કૃત રસરંneiધ, મવહારોંપિ (ઈ. સ. ૧૨૪૧). તથા અન્ય સંધિઓ, વગેરે. તેરમી શતાબ્દીમાં અને તે પછી ચાયેલી કૃતિઓના ઉત્તરકાલીન અપભ્રંશમાં તત્કાલીન બોલીઓને વધતો જતો પ્રભાવ છતો થાય છે. આ બોલીઓમાં પણ ક્યારનીયે સાહિત્યરચના થવા લાગી હતી–જે કે પ્રારંભમાં આ અપભ્રંશ સાહિત્યકારો ને સાહિત્યવલણોના વિસ્તારરૂપ હતું. બોલચાલની ભાષામાં આ પ્રભાવ આછારૂપમાં તે ઠેઠ હેમચંદ્રીય અપભ્રંશ ઉદાહરમાં પણ છે. ઊલટપક્ષે સાહિત્યમાં અપભ્રંશપરંપરા ઠેઠ પંદરમી શતાબ્દી સુધી લંબાય છે અને વચિત પછી પણ ચાલુ રહેલી જોવા મળે છે. વસ્તુનિર્માણની અને ક્ષેત્રની મર્યાદા છતાં નૂતન સાહિત્યસ્વરૂપ અને છંદવરૂપનું સજન, પરંપરાપુનિત કાવ્યરીતિનું પ્રભુત્વ, વર્ણનનિપુણતા અને રસ નિપત્તિની શકિત–આ બધાં દ્વારા અપભ્રંશ સાહિત્યનાં જે સામર્થ્ય અને સિદ્ધિ પ્રગટ થાય છે તેથી ભારતીય સાહિત્યના ઈતિહાસમાં સહેજે તેને ઊંચું ને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થાય છે પ્રાચીન ગુજરાતી, વ્રજ, અવધી, મરાઠી વગેરેનાં સાહિત્ય છંદ, કાવ્યરીતિ અને સાહિત્યસ્વરૂપે પર અપભ્રંશની જ પરંપરા ચાલુ રાખે છે, અથવા તે તેમાંથી નવતર વિકાસ સાધે છે, તે દૃષ્ટિએ પણ અપભ્રંશ સાહિત્યનાં સ્થાન ને મહત્ત્વ નિરાળાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy