________________
અપભ્રંશ વ્યાકરણ
કથાપ્રધાન વરતુ ગૂથવા માટે તે ઘણું જ અનુકૂળ છે. કડવદેહ કઈ માત્રા છંદમાં રચેલા સામાન્યતઃ આઠ પ્રાસબદ્ધ ચરણયુગ્મને બનેલું હોય છે. કડવકના આ મુખ્ય કલેવરમાં વર્ષ વિષયને વિસ્તાર થાય છે, જ્યારે જરા ટૂંકા છંદમાં બાંધેલે ચાર ચરણને અંતિમ ટુકડો વણ્યવિષયને ઉપસંહાર કરે છે કે વધારેમાં પછીના વિષયનું સૂચન કરે છે. આવા વિશિષ્ટ બંધારણને લીધે, તથા પ્રવાહી ચરણને મોકળાશ આપતા માત્રા છંદોને લીધે અપભ્રંશ સંધિ, સ્વયંપર્યાપ્ત લેકિનાં એકમથી બંધાતા સંસ્કૃત મહાકાવ્યના સગ કરતાં વિશેષ પ્રમાણમાં કથાપ્રધાન વિષયના નિર્વહણ માટે અનુકૂળ હતો. ઉપરાંત અપભ્રંશ સંધિ શ્રોતાઓ સમક્ષ લયબદ્ધ રીતે પઠન કરાવાની કે ગીત રૂપે ગવાવાની પણ ઘણી ક્ષમતા ધરાવતો.
૧૩મરિયના નેવું સંધિમાંથી છેડલા આઠ રવયંભૂના જરા વધારે પડતા આત્મભાનવાળા પુત્ર ત્રિભુવનની ચના છે. કેમ કે કઈ અજ્ઞાત કારણે સ્વયંભૂ
એ મહાકાવ્ય અધૂરું મૂકેલું. આ જ પ્રમાણે પોતાના પિતાનું બીજુ મહાકાવ્ય રિથિ પૂરું કરવાને યશ પણ ત્રિભુવનને ફાળે જાય છે. અને તેણે દizમચરિક (સંqનીવરિત) નામે એક સ્વતંત્ર કાવ્ય રયું હોવાને પણ ઉલ્લેખ છે.
સ્વયંભૂએ પિતાના પુરોગામીઓના ઋણને સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કર્યો. છે. મહાકાવ્યના સંધિબંધ માટે તે ચતુર્મુખથી અનુગ્રહીત હોવાનું જણાવે છે, જ્યારે વસ્તુ અને તેના કાવ્યાત્મક નિરુપણુ માટે તે અચાય રવિણને આભાર માને છે. પરમરિયના કથાનક પૂરતો તે રવિણને સંસ્કૃત પદ્મવરિત કે ઉદ્મપુરાણ (ઈ. સ. ૬૭૭-૭૮) ને પગલે પગલે ચાલે છે તે એટલે સુધી કે પ૩ઘરિને વનવરિતને મુક્ત અને સંક્ષિપ્ત અપભ્રંશ અવતાર કહેવો હોય તે કહી શકાય ૪ ને છતાં એ સ્વયંભૂની મૌલિકતા અને ઉચ્ચ પ્રતિની કવિત્વશક્તિનાં પ્રમાણ ઘ૩મરિયમાં ઓછાં નથી. એક નિયમ તરીકે તે વિષેણે આપેલા કથાનકના દરને વળગી રહે છે અને આમેય એ કથાનક તેની નાનીમોટી વિગતો સાથે પરંપરાથી રૂઢ થયેલું હેવાથી કથાવસ્તુ પૂરતો તે મૌલિક કલ્પના માટે કે સંવિધાનની દષ્ટિએ પરિવર્તન
૩. અપભ્રંશ કડવકનું સ્વરૂપ પ્રાચીન અવધી સાહિત્યનાં સૂફી પ્રેમાખ્યાનક કાવ્યોમાં અને તુલસીદાસકૃત રામરરિતમાનસ જેવી કૃતિઓમાં ઉતરી આવ્યું છે,
૪. રવિણનું વક્રવરિત પોતે પણ જેનમહારાટ્રીમાં રચાયેલા વિમલસૂકૃિત ૧૩નરિત્ર (સંભવતઃ ઇસવી ચોથી–પાંચમી શતાબ્દી)ના પહેલદિત સ રકૃત છાયાનુવાદથી ભાગ્યે જ વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org