________________
અપભ્રંશ વ્યાકરણ
ઈસવી છકી શતાબ્દીમાં તે અપભ્રંશે એક સ્વતંત્ર સાહિત્યભાષાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. સંસ્કૃત અને પ્રાકૃતની સાથે સાથે તે પણ એક સાહિત્યભાષા તરીકે ઉલ્લેખાહ ગણાતી. આમ છતાં આપણને મળતી પ્રાચીનતમ અપભ્રંશ કૃતિ ઈસવી નવમી શતાબ્દીથી બહુ વહેલી નથી. એને અર્થ એ થયો કે તે પહેલાંનું બધું સાહિત્ય લુપ્ત થયું છે. નવમી શતાબ્દી પૂર્વે પણ અપભ્રંશ સાહિત્ય સારી રીતે ખેડાતું રહ્યું હોવાના પુષ્કળ પુરાવા મળે છે. નવમી શતાબ્દી પૂર્વેના ચતુર્મુખાદિ નવદસ કવિઓનાં નામ અને થોડાંક ઉદ્ધરણો આપણી પાસે છે, જેમાં જૈન તેમ જ બ્રાહ્મણીય પરંપરાની કૃતિઓનાં સૂચન મળે છે. અને ઉપલબ્ધ પ્રાચીનતમ નમૂનાઓમાં પણ સાહિત્યસ્વરૂપ, શૈલી અને ભાષાની જે સુવિકસિત કક્ષા જોવા મળે છે તે ઉપરથી એ વાત સમર્થિત થાય છે. નવમી શતાબ્દી પૂર્વેના બે' પિંગલકારોના પ્રતિપાદન પરથી સ્પષ્ટ સમજાય છે કે પૂર્વ કાલીન સાહિત્યમાં અજાણ્યાં એવાં ઓછામાં ઓછાં બે નવાં સાહિત્યસ્વરૂપ–સંધિબંધ અને રાસાબંધ-તથા સંખ્યાબંધ પ્રાસબદ્ધ નવતર માત્રાવૃત્તો અપભ્રંશકાળમાં અસ્તિત્વમાં આવ્યાં હતાં.
સ ધિબંધ આમાં સધિબ ધ સૌથી વધુ પ્રચલિત રચનાપ્રકાર હતો. એને ઉપયોગ ભાતભાતની કથાવસ્તુ માટે થયેલો છે. પૌરાણિક મહાકાવ્ય, ચરિતકાવ્ય, ધર્મ કથા–પછી તે એક જ હોય કે આખું કથાચક હોય—આ બધા વિષે માટે
ઔચિત્યપૂર્વક સંધિબંધ જાય છે. ઉપલ ધમાં પ્રાચીનતમ સ ધિબંધ નવમી શતાબદી લગભગને છે, પણ તેની પૂર્વે લાંબી પરંપરા રહેલી હેવાનું સહેજે જોઈ શકાય છે સ્વયંભૂની પહેલાં ભદ્ર (કે દતિભદ્ર), ગોવિદ અને ચતુમુખે રામાયણ અને કૃષ્ણકથાના વિષય પર રચના કરી હોવાનું સાહિત્યિક ઉલ્લેખ પરથી અનુમાન થઈ શકે છે. આમાંથી ચતુર્મુખને નિર્દેશ પછીની અનેક શતાબ્દીઓ સુધા માનપૂર્વક થતે રહ્યો છે. ઉકત વિશેનું ધિબંધમાં નિરૂપણ કરનાર એ અગ્રણી અને કદાચ વૈદિક પરંપરાનો કવિ હતા. તેના દિકર નમક સંધિબ ધ કાવ્યને ભોજે અને હેમચંદે ઉલેખ કર્યો છે. દેવાસુરે કરેલું સમુદ્રમંથન એને વિષય હશે એવી અટકળથી વિશેષ કશું તેની વિશે કહી શકાય તેમ નથી.
૧. “ત્રણ' નથી કહ્યા કેમ કે જનાટયની “દવિચિતિ 'વો ઉલ્લેખ પ્રાકૃતપરક છે કે અપભ્રંશ પર તેને નિર્ણય થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org