SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૧. અપભ્રંશ સાહિત્ય અપભ્રંશ સાહિત્યની એક તરત જ ઊડીને આંખે વળગે તેવી વિશિષ્ટતા તેને સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યથી નોખું તારવી આપે છે. ઉપલબ્ધ અપભ્રંશ જિક એટલે જેનેનું જ સાહિત્ય એમ કહીએ તો પણ ચાલે, કેમ કે તેમનું એમાં જે સમર્થ અને વિવિધતાવાળું નિર્માણ છે, તેની તુલનામાં બૌદ્ધ અને બ્રાહ્મિણીય (એ તે હજી શોધવાનું રહ્યું–મળે છે તે છૂટાછવાયા ઉલ્લેખે ને થડાંક ટાંચણે જ માત્ર) પરંપરાનું પ્રદાન અપવાદરૂપ, અને તેનું મૂલ્ય પણ મર્યાદિત. અત્યારે તો એમ જ કહેવાય કે અપભ્રંશ સાહિત્ય એટલે જેનેનું આગવું ક્ષેત્ર-જે કે આપણને મળી છે તેટલી જ અપભ્રંશ કૃતિઓ હોય, તે જ ઉપરનું વિધાન સ્થિર સ્વરૂપનું ગણાય. પણ અપભ્રંશ સાહિત્યની ખેજની ઇતિશ્રી નથી થઈ ગઈ—એ દિશામાં હજી ઘણું કરવાનું બાકી છે. એટલે ભવિષ્યમાં મહત્ત્વની કે ગણનાપાત્ર સંખ્યામાં જૈનેતર કૃતિઓ હોવાનું જાણવામાં આવે એ ઘણું શક્ય છે. પ્રધાનપણે જેન અને ધર્મપ્રાણિત હોવા ઉપરાંત અપભ્રંશ સાહિત્યની બીજી એક આગળ પડતી લાક્ષણિક્તા તે તેનું એકાતિક પદ્યસ્વરૂ૫. અપભ્રંશ ગદ્ય નગણ્ય છે. તેને સમગ્ર સાહિત્યપ્રવાહ છંદમાં જ વહે છે. પણ ભામહ, દંડી, વગેરે સ્પષ્ટપણે અપભ્રંશ ગદ્યકથાને ઉલ્લેખ કરે છે, એ ઉપરથી ગદ્યસાહિત્ય પણ હેવાનું અનુમાન થાય છે. છતાં એ જોવાનું રહે છે કે અપભ્રંશમાં સાહિત્યિક ગદ્યની કઈ બલિષ્ઠ પ્રણાલી વિકસેલી ખરી ? કઈ જાતની પરિસ્થિતિ વચ્ચે અપભ્રંશ ભાષા અને સાહિત્યને ઉગમ થયો ? આ બાબત હજી સુધી તે ઘણુંખરું અંધકારમાં દટાયેલી છે. આરંભનું સાહિત્ય સાવ લુપ્ત થયું છે. અપભ્રશ સાહિત્યવિકાસના પ્રથમ પાન કયાં તે જાણવાની કશી સાધનસામગ્રી ઉપલબ્ધ નથી. અપભ્રંશના આગવા ને આકર્ષક સાહિત્યપ્રકારો તથા છંદને ઉભવ ક્યાંથી થયે તે કોઈપણ રીતે સ્પષ્ટપણે સમજાવી શકવાની અત્યારે આપણું સ્થિતિ નથી. આરંભ અને મુખ્ય સાહિત્યસ્વરૂપો સાહિત્યમાં તથા ઉત્કીર્ણ લેખમાં મળતા ઉલ્લેખો પરથી સમજાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy