SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથના રચયિતા કે રચના-સમયનો કોઈ નિર્દેશ ગ્રંથમાંથી મળતો નથી. પરંતુ પ્રશસ્તિમાં ગ્રંથ-લેખનનું વર્ષ વિ.સં. ૧૨૯૧ (ઈ.સ. ૧૨૩૫) સ્પષ્ટ નોંધાયેલ છે. આથી ગ્રંથરચનાની ઉત્તર સીમા ઇ.સ. ની બારમી સદીનો અંતભાગ માની શકાય. ઐતિહાસિક દૃષ્ટિએ પ્રબંધોનું મહત્વ વિદ્વાનોને સુવિદિત છે. પ્રબંધોમાં મુખ્યત્વે ધર્મદ્રષ્ટિએ મહાન અને પ્રભાવક ગણાતા પુરુષોનાં ચરિત્ર-કથાનકો આલેખાયેલા મળે છે. પ્રભાચંદ્રાચાર્ય વિરચિત પ્રભાવક ચરિત (વિ.સં.૧૩૩૪), મેરૂતુંગાચાર્ય-વિરચિત પ્રબંધચિન્તામણિ (વિ.સં.૧૩૬૧), રાજશેખરસૂરિ-વિરચિત પ્રબંધકોશ (વિ.સં.૧૪૦૫) આવા જાણીતા પ્રબંધસંગ્રહો છે. આ બધા અદ્યાવધિ પ્રાપ્ત પ્રબંધસંગ્રહો સંસ્કૃત ભાષા-બદ્ધ છે. પ્રસ્તુત પ્રબંધચતુષ્ટય પ્રમાણમાં નાનો-ચાર જ પ્રબંધોનો–સંગ્રહ હોવા છતાં એ રીતે વિશિષ્ટ છે કે તે ઉપરોક્ત પ્રબંધોની પૂર્વે રચાયેલ છે, પ્રાકૃત ભાષામાં છે અને પદ્યબદ્ધગાથાબદ્ધ છે. પ્રબંધચતુષ્ટયમાં ક્રમે (૧) સિદ્ધસેનસૂરિ દિવાકર, (૨) પાદલિપ્તસૂરિ (૩) મલવાદિસૂરિ અને (૪) બપ્પભટ્ટસૂરિનાં ચરિત્ર-કથાનકો છે. આમાં પાદલિપ્તસૂરિના કથાનકની મધ્યે જ દ્રષ્ટાંતરૂપે રુદ્રદેવસૂરિ, મમ્મણસિંહ (શ્રમણસિંહ ?) નામક આચાર્યના દેવેન્દ્ર નાયક શિષ્ય, આર્ય ખપૂટાચાર્ય તથા ઉપાધ્યાય મહેન્દ્ર આદિની લઘુકથાઓ મૂકવામાં આવી છે. પ્રબંધચતુષ્ટયમાંના આ ચારે પ્રબંધો પ્રભાવકચરિત અને પ્રબંધકોશમાં અન્ય પ્રબંધો સાથે મળે છે, જ્યાં આ જ કથાનકો પલ્લવિત થયાં છે અને તેમાં કેટલાંક નવા પ્રસંગો અને વિગતો ઉમેરાયાં છે. પ્રબંધચતુષ્ટયના પ્રથમ ત્રણ કથાનકોનો આધાર ભદ્રેશ્વરસૂરિની “કહાવલિ' જણાય છે. ચોથા - બપ્પભટ્ટસૂરિ - કથાનકનો આધાર જાણી શકાયો નથી. પ્રથમ ત્રણ કથાનકો જુદા ક્રમ સાથે કહાવલિમાં મળે છે. અદ્યાવધિ અપ્રકાશિત પ્રાકૃત ગદ્યબદ્ધ “કહાવલિ'ની હસ્તપ્રતના આધારે અત્રે પરિશિષ્ટ-૧ માં આ ત્રણે કથાનકો આપવામાં આવ્યાં છે. બન્ને ગ્રંથોમાંનાં ત્રણે કથાનકોનું વિલક્ષણ સામ્ય પહેલી નજરે જ છતું થાય છે. પ્રબંધચતુષ્ટયનું તુલનાત્મક અધ્યયન સમય અને પૂરતી સામગ્રીના અભાવે આ સાથે જ આપી શકાયું નથી આથી ભવિષ્યમાં સ્વતંત્ર રૂપે આપવું મુનાસિબ માન્યું છે. લગભગ વીસ વર્ષ પહેલાં મેં પ્રબંધ-ચતુષ્ટયની નકલ કરી હતી પરંતુ સંયોગવશાતુ તેનું સંશોધન-સંપાદન અત્યાર સુધી થઈ શક્યું નહીં. આદરણીય ગુરુવર્ય ડૉ.હરિવલ્લભ ભાયાણીની પ્રબળ પ્રેરણા અને પૂજ્ય ગણિવર્ય શ્રી શીલચંદ્રવિજયજી મ.સા.ની પ્રકાશન અંગેની ઉત્કટ ઇચ્છાએ મને શીધ્ર સંશોધન સંપાદન કરવા બાધ્ય કર્યો અને પરિણામે આટલા વર્ષે પ્રબંધચતુષ્ટય વિદ્વાનો સુધી પહોંચી શકે છે તેનો મને આનંદ છે. બન્ને આદરણીય મહાનુભાવોનો હું પ્રણામપૂર્વક આભાર માનું છું. ગ્રંથના પ્રકાશન માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ શિક્ષણનિધિનો અને સુંદર છપાઇકામ બદલ નંદન ગ્રાફીક્સવાળા શ્રી હેમેન્દ્રભાઈ શાહનો પણ અત્રે આભાર માનું છું. અમદાવાદ, તા.૩૧-૭-૯૪ - ૨.મ.શાહ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001463
Book TitlePrabandh Chatushtay
Original Sutra AuthorN/A
AuthorRamniklal M Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1994
Total Pages114
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Biography, & Story
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy