________________
૧૪]
[પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) જેણે કર્યું કુળ સ્વકીય તથા સમૃદ્ધ
તે દસ્ય-નાયક સ્વયં છું હું રૌહિણેય (૨૮) યુવતી : (ડરતાં ડરતાં) સાચેસાચ તું ચોર છો? રૌહિણેય : તને હજી શંકા છે? તો પુનઃ સાંભળી લે : “હું ચોર છું.”
(થર થર કંપવા લાગેલી યુવતી વૃક્ષની સોડમાં લપાઈ જાય છે. તેની સમીપ જઈને-) યુવતી ! ચાલ, આગળ થા જોઉં.
(યુવતી ચીસ પાડવા જાય છે.) રૌહિણેય : (ફુદ્ધ સ્વરે) પાપિણી ! ચીસ પાડી તો મસ્તક છેદી નાખીશ ! યુવતી : (મહાપ્રયાસે થોડું સાહસ ભેગું કરીને) અરે દુરાચારી ! મારો
સ્વામી હમણાં અહીં આવી જશે તો તારી આ ચેષ્ટાનું પરિણામ
બહુ માઠું આવશે. રૌહિણેય : કોણ છે વળી તારો સ્વામી ? યુવતી : જે હમણાં અહીં...(અધૂરું વાક્ય છોડે છે) રૌહિણેય : જો, હવેથી હું જ તારો સ્વામી છું, બીજા સ્વામીને ભૂલી જા.
અને તારો જીવ તને વ્હાલો હોય તો ઝડપથી હું કહું તેમ ચાલવા માંડ. નહિ તો આ જોયું? (આકાશમાં ખગ વીંઝે છે) કોળાંની
જેમ માથું કાપી નાખીશ ! યુવતી : (ધીમું ધીમું રડતી ચાલવા માંડે છે.) રૌહિણેય : સુકન્ય ! જરા ઝડપથી ચાલ ને !
(યુવતી ગણકારતી નથી.) રૌહિણેય : (સ્વગત) આ આમ જ ચાલશે તો અહીં કોક ને કોક આવી
ચડશે, અને તો બધો પરિશ્રમ વ્યર્થ થશે. એટલે આને ઉપાડી લઈને ભાગી છૂટવામાં જ લાભ છે. એકવાર ગુફામાં પહોંચી જઉં એટલે શાન્તિ. (યુવતીને પકડે છે, ઉચકીને ખભે નાખે છે,
અને બધી દિશાઓમાં દૃષ્ટિક્ષેપ કરતો ઝડપભેર નીકળી જાય છે.) યુવાન : (પુષ્પચંગેરિકા ભરીને ત્વરિત ગતિએ કેલીગૃહમાં પહોંચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org