SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પુનઃ શોધવો - શુદ્ધ કરવો. શ્રી ગુરુકૃપાએ તાડપત્ર પરથી પાઠ મેળવવાનું ને શુદ્ધીકરણનું કાર્ય તો તે વર્ષે-સં. ૨૦૪૧માં જ થઈ શક્યું. અને તે ક્ષણે મૂળ ગ્રંથને પણ પુનઃ શુદ્ધ રૂપે પ્રગટ કરાવવાનો સંકલ્પ થયો. ત્યારબાદ સમય મળતાં તે સંશોધિત પાઠવાળી પ્રતિ સાથે અનુવાદને મેળવતાં અનેક સ્થળોએ માર્જન-સુધારા-વધારા વગેરે કરવાનું બન્યું. અને એ બધી પ્રક્રિયા પૂરી થઈ ત્યારે થયું કે પ્રકાશન આટલાં વર્ષો મોડું થયું તે પણ ઉચિત જ થયું, કે જેથી અશુદ્ધિઓ કે ક્ષતિઓનું ઉચિત માર્જન યથામતિ થઈ શક્યું. પ્રકાશનની વાતમાં પણ કાંઈક યોગાનુયોગ એવો બન્યો કે સં. ૨૦૪૩માં પાલીતાણા જવાનું બન્યું. ત્યાં અમારા સમુદાયનાં માતાતુલ્ય વયોવૃદ્ધા સાધ્વીજી વિદ્યુતુપ્રભાશ્રીજી, તેમનાં શિષ્યા સાધ્વી શ્રી શશિપ્રભાશ્રીજી, શ્રી લલિતયશાશ્રીજી વગેરે વિહાર કરીને આવ્યાં. એમના આગમનને દિવસે જ અમારો વિહાર હોવાથી તેઓ વંદનાર્થે આવ્યાં. તેમણે વાતવાતમાં પૃચ્છા કરી : હમણાં કયો ગ્રંથ છપાવવાનો છે? મેં સહજભાવે જીવસમાસ – ભાષાંતરની વાત કહી. તેમણે કહ્યું કે તે પ્રકાશનમાં જે ખર્ચ આવે, તે તમામ અમારે અપાવવાની ઇચ્છા છે. કેમ કે કેટલાક ભાવિકોએ અમારી આગળ આવા પ્રકાશનમાં લાભ લેવાની ભાવના દર્શાવેલી છે.' હવે તો મકાન બંધાય તે પહેલાં રહેનાર આવી ગયા જેવો ખેલ પડ્યો. મેં અનુવાદ તપાસી તો લીધેલો, પણ તેની ફેર નકલ કરવાના હજી કોઈ ઠેકાણાં ન હતાં. એટલે મેં તેમની વાત સ્વીકારી, પણ સાથે કહ્યું કે મારા કામમાં ઉતાવળ કરશો તો નહિ ચાલે. તે તો ધીમે ધીમે રગશિયા ગાડાની માફક થશે. તેમણે તેમાં વાંધો તો ન લીધો, પણ આજ સુધી ઉઘરાણી પણ નથી કરી, અને બધી રીતે ધીરજ ધરી છે. જો કે તોય હું સારી નકલ તો ન જ કરી શક્યો. છેવટે વિ. સં. ૨૦૪૮માં શેષકાળમાં તથા ચાતુર્માસ માટે એમ બેવાર મહુવા જવાનું થયું ત્યારે તે સાધ્વીજી મ.નાં જ શિષ્યા-પરિવારને નકલનું કામ સોંપ્યું. સાધ્વી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી, હર્ષપૂર્ણાશ્રીજી વગેરે સાધ્વીજીઓએ ખૂબ પરિશ્રમ લઈ આ અનુવાદની સારી નકલ કરી આપી, જેના આધારે પ્રસ્તુત પ્રકાશન થઈ રહ્યું છે. એટલે શ્રુતભક્તિના આ કાર્યમાં દરેક પ્રકારે સહાયક બનવા બદલ સાધ્વીજી શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી, તેમનો સમગ્ર શિષ્યા પરિવાર તથા તેમના ઉપદેશથી દ્રવ્યસહાય કરનાર સર્વ કોઈ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. મૂહવાચનમાં મારા સાથી સાધુઓ મુનિ શ્રીરત્નકીર્તિ વિજયજી તથા મુનિ શ્રી કલ્યાણકીર્તિ વિજયજીએ ખૂબ જ મહેનત કરી છે. આ બધા પર પૂજ્ય ગુરુભગવંતના આશીર્વાદ ઊતરો તેવી પ્રાર્થના કરવી તે ઉચિત કર્તવ્ય બની રહેશે. અંતમાં, મોડામોડા પણ, પૂજ્યપાદ પરમોપકારી આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.ની તેમજ દાદાગુરુ પૂજ્યપાદ શ્રી વિજયશુભંકરસૂરિજી મ.ની ભાવનાને સાકાર બનાવવાની તક ઝડપી શકાઈ, તેમાં પૂજ્યપાદ ઉપકારી ગુરુભગવંત શ્રીસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની અપાર કૃપા જ કારણભૂત લાગે છે. તેઓશ્રીના ચરણોમાં વંદના કરવા પૂર્વક, તથા આ સંપાદનમાં શ્રી પરમાત્માના માર્ગથી તથા શ્રી શ્રતધર ભગવંતોના આશયથી વિપરીતતા અનાભોગે પણ આવી હોય તો તે બદલે મિચ્છા મિ દુક્કડ દેતો વિરમું છું. ૧-૧-૧૯૯૪ - શીલચન્દ્ર વિજય ભોયણીતીર્થ Jain Education International For Private &Qersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy