________________
યોજનના મહાનુ વિસ્તારવાળા છે. તેમજ દક્ષિણ દિશામાં કૃષ્ણપાક્ષિક જીવો ઘણા ઉત્પન્ન થાય એવો સ્વાભાવિક નિયમ છે. માટે એ ત્રણ કારણથી દક્ષિણ દિશાના નારકો અસંખ્યાતગુણા છે. અહીં જેઓને દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક અને દેશોન અર્ધપુગલપરાવર્ત જેટલો જ સંસાર બાકી હોય તે શુલપાક્ષિક જીવો કહેવાય.
એ પ્રમાણે સામાન્યપણે નારકજીવોનું દિશાલ્પબહત્વ કહ્યું. તે પ્રમાણે જ દરેક પૃથ્વીઓમાં પણ જુદું જુદું જાણવું. તથા સાતે પૃથ્વીઓમાં પરસ્પર દિશાલ્પબદુત્વ વિચારીએ તે અલ્પબદુત્વ આ પ્રમાણે – સાતમી પૃથ્વીના પૂર્વાદિ ત્રણ દિશાના નારકોથી સાતમી પૃથ્વીના જ દક્ષિણદિશિના નારકો અસંખ્યાતગુણા છે. તેથી છટ્ઠી પૃથ્વીના પૂર્વાદિ ત્રણ દિશાના નારકો અસંખ્યાતગુણા છે. તેથી પાંચમી પૃથ્વીના જ દક્ષિણ નારકો અસંખ્યાતગુણા છે. એ પદ્ધતિએ યાવતું પહેલી પૃથ્વીના દક્ષિણનારકો અસંખ્યગુણા છે ત્યાં સુધી કહેવું.
તિર્ધરાતિમાં – તિર્યંચમાં સામાન્ય જીવોનું અલ્પબદુત્વ અપુકાયવતું. તિર્ધર પુષ્યન્દ્રિયમાં – આ અલ્પબદુત્વ પણ અપૂકાયવતુ જાણવું.
મનુષ્યજાતિમાં - સર્વથી અલ્પ મનુષ્યો દક્ષિણ-ઉત્તર દિશામાં છે. તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા, તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક, અહીં દક્ષિણ-ઉત્તર દિશામાં પાંચ ભરત અને પાંચ ઐરવતક્ષેત્રો જ છે, અને તે પણ અલ્પ પ્રમાણવાળાં છે, માટે અલ્પ અને પૂર્વ-પશ્ચિમમાં મનુષ્યક્ષેત્ર અસંખ્યાતગુણ હોવાથી (મહાવિદેહનાં વિજયક્ષેત્ર ઘણી વસતિવાળાં હોવાથી) તેમાં મનુષ્યો વિશેષ છે. તેમાં પણ પશ્ચિમમાં મનુષ્યો વિશેષાધિક છે. એ પ્રમાણે મનુષ્યનું અલ્પબદુત્વ દિશાની અપેક્ષાએ જાણવું.
- ભવનપતિમાં - પૂર્વ અને પશ્ચિમ દિશામાં ભવનો અલ્પ હોવાથી એ બે દિશામાં ભવનપતિદેવો અલ્પ છે, અને ઉત્તર દિશામાં ઘણાં ભવનો હોવાથી ઉત્તરમાં ભવનપતિઓ અસંખ્યાતગુણા છે. કારણ કે ઉત્તરનિકાય અને દક્ષિણનિકાય એ ભવનપતિઓનું પોતાનું અવશ્ય સ્થાન છે. તેથી પણ દક્ષિણમાં ભવનપતિઓ અસંખ્યગુણા છે; તેનું કારણ કે દક્ષિણદિશિમાં ઘણા કૃષ્ણપાક્ષિકોની ઉત્પત્તિ છે, તેમજ ઉત્તર દિશાથી પણ દક્ષિણ દિશામાં દશે નિકાયને વિષે પ્રત્યેકમાં ચાર લાખ – ચાર લાખ ભવનો અધિક અધિક છે. એ પ્રમાણે દિશિ અપેક્ષાએ ભવનપતિ દેવોનું અલ્પબદુત્વ
ધ હોવાથી એરણા છે. તેમાં અસંખ્ય
વિષે
કહ્યું.
ચન્તામાં – પૂર્વ દિશામાં અલ્પ વ્યન્તરો છે. તેથી પશ્ચિમમાં વિશેષાધિક, તેથી ઉત્તરમાં વિશેષાધિક, અને તેથી પણ દક્ષિણ દિશામાં વિશેષાધિક વ્યન્તરો છે. અહીં વાયુકાયવતુ જે દિશામાં સુષિર (પોલાણ ભાગો) ઘણાં ત્યાં વ્યત્તરો વધારે ફરતા હોય છે, અને ઓછા સુષિરમાં ઓછા ફરતા હોય છે, તે અનુસારે પૂર્વ દિશામાં પોલાણો અલ્પ છે, પશ્ચિમમાં અધિક છે; ઉત્તરમાં નિકાયસ્થાન હોવાથી આવાસો અને નગરો ઘણાં છે; અને તેથી પણ દક્ષિણદિશિમાં વ્યન્તરના આવાસો અને નગરો ઘણાં છે, માટે એ હેતુથી તે તે દિશામાં અનુક્રમે વિશેષાધિક વ્યન્તરો કહ્યા છે.
ખ્યોતિષમાં – પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં જ્યોતિષીઓ અલ્પ હોય છે, કારણ કે [વિમાનો પણ અલ્પ છે, તે ઉપરાંત] બાગ બગીચા સરખાં એમના ક્રીડાસ્થાનો જે ચંદ્રદ્વીપો અને સૂર્યદ્વીપો સમુદ્રોમાં છે તેમાં કેટલાક ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષીઓ ક્રીડા માટે આવેલા હોય તેટલા જ હોય છે માટે, તેથી દક્ષિણ દિશામાં વિમાનો ઘણાં હોવાથી તેમજ કૃષ્ણપાક્ષિકોની ઘણી ઉત્પત્તિ હોવાથી દક્ષિણદિશિમાં વિશેષાધિક છે. તેથી પણ ઉત્તર દિશામાં વિશેષાધિક
જ્યોતિષીઓ છે; કારણ કે ઉત્તર દિશામાં સંખ્યાતા કોડાકોડિ યોજનવાળા કોઈ દ્વીપમાં સંખ્યાતા કોડાકોડિ યોજનનું જે મોટું માન સરોવર છે, ત્યાં ઘણા જ્યોતિષીઓનાં ક્રીડાસ્થાનો છે. ત્યાં ક્રીડા કરતા જ્યોતિષીઓ ઘણા હોય છે માટે. તથા માન સરોવરના મત્સાદિ જલચરો તે પોતાની પાસે (ઉપર આકાશમાં) દેખાતાં વિમાનો વડે જાતિસ્મરણ જ્ઞાન પામવાથી નિદાન-નિયાણા સહિત અનશનાદિ વ્રત અંગીકાર કરીને ત્યાં જ ઉત્તર દિશામાં જ્યોતિષીદેવોપણે ઘણા ઉત્પન્ન થાય છે, તે કારણથી પણ દક્ષિણ જ્યોતિષીઓથી ઉત્તરદિશિના જ્યોતિષીઓ વિશેષાધિક છે.
વૈમાનિકેવોમાં – સૌઘર્ષ કલ્પમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં અલ્પ દેવો છે. તેથી ઉત્તરદિશિમાં (ઘણાં પુષ્પાવકીર્ણ વિમાનો અને મોટા પ્રમાણવાળાં હોવાથી) અસંખ્યાતગુણા દેવો છે. અને દક્ષિણ દિશામાં તેથી ઘણાં અને મોટા પ્રમાણવાળાં પુષ્પાવકીર્ણ વિમાનો ઉપરાંત કૃષ્ણપાક્ષિક જીવોની વિશેષ ઉત્પત્તિ હોવાથી અસંખ્યાતગુણા દેવો છે.
શાન-સનમાર-મહેન્દ્ર કલ્પમાં અલ્પબદુત્વ સૌધર્મકલ્પવતુ જાણવું. દ્રૌત્વમાં – પૂર્વોત્તરપશ્ચિમ દિશામાં અલ્પ અને દક્ષિણ દિશામાં (કષ્ણપાક્ષિકોની અધિક ઉત્પત્તિ હોવાથી) અસંખ્યાતગુણા દેવો છે. નાન્ત - સદાર કલ્પમાં - અલ્પબહત્વ બ્રહ્મકલ્પવતુ જાણવું. ગાનત વિગેરે – ઉપરના સર્વ દેવલોકમાં સર્વ દિશાઓમાં પ્રાયઃ તુલ્ય દેવો
fo
સિદ્ધમાં – મનુષ્યવતુ ઉત્તર - દક્ષિણમાં અલ્પ, પૂર્વમાં સંખ્યાતગુણ, પશ્ચિમમાં વિશેષાધિક.
૪૬૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org