________________
એ પર્યાયોને ઔદયિકભાવ તે આ પ્રમાણે – જે આ નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું અને દેવપણું એ લક્ષણવાળો ગતિપર્યાય જીવને વિષે જે પ્રગટ થયો છે, તે નરકગતિ આદિ નામકર્મના (ગતિનામકર્મના) ઉદયથી જ થયો છે. તેવી રીતે થાય? એટલે પૃથ્વીકાયપણું, અપૂકાયપણું ઇત્યાદિ પર્યાય પણ ગતિનામકર્મ-જાતિનામકર્મ - શરીરનામકર્મ - પ્રત્યેક (વા સાધારણ) નામકર્મ તથા સ્થાવર આદિ નામકર્મના ઉદયથી થાય છે. તથા વેર (વદ) એટલે સ્ત્રીવેદ આદિ ત્રણ વેદ તે સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ નામના મોહનીયકર્મના ઉદયથી થાય છે. તથા નૈસા - છ લેશ્યા તે જેઓના મતે કષાયનો નિણંદ (સાર) તે લેશ્યા કહેવાય છે તેઓને મતે કષાયમોહનીયકર્મના ઉદયથી લેણ્યા માનવી. વળી જેઓને મતે વેશ્યાઓ યોગપરિણામ છે, તેઓને મતે ત્રણ યોગને ઉત્પન્ન કરનારાં કર્મોના ઉદયથી માનવી. વળી બીજા આચાર્યો તો એમ માને છે કે – જીવનું જેમ સંસારીપણું, અથવા અસિદ્ધપણું તે આઠે કર્મના સમુદિત ભાવથી ઉત્પન્ન થયેલું ગણાય, તેમ છ લેશ્યાઓ પણ આઠે કર્મના સમુદિત ઉદયથી જાણવી.
૧. આ ભેદ બીજા ગ્રંથોમાં ગણાવ્યો નથી. ૨. અહીં વેશ્યાઓના સંબંધમાં શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં ચર્ચા લખી છે તેનો ભાવાર્થ આ પ્રમાણે – “એ કૃષ્ણાદિ લેશ્યાનાં દ્રવ્યો તે શું છે? કહેવાય છે કે – અહીં યોગ હોય તો લેશ્યા હોય, અને યોગ ન હોય તો લેશ્યા ન હોય. તેથી યોગની સાથે લેશ્યાનો અન્વય- વ્યતિરેકભાવ દેખવાથી લેયા તે યોગના નિમિત્તવાળી છે, એમ નિશ્ચય થાય છે (વો નિમિત્તા ). કારણ કે જ્યારે જોઈએ ત્યારે સર્વત્ર યોગનિમિત્તપણાના નિશ્ચયનો જ અન્વય- વ્યતિરેક દેખાય છે, એજ મૂળ કારણ હોવાથી (અર્થાતુ ગમે તે વખતે પણ લેગ્યામાં યોગનિમિત્તનો જ અન્વય-વ્યતિરેકભાવ હોવાથી લેશ્યા એ યોગનિમિત્તવાળી છે એમ નિશ્ચય થાય છે).
વળી લેગ્યાના યોગનિમિત્તપણામાં પણ બે વિકલ્પ ઉભા થાય છે. તે આ પ્રમાણે – એ યોગનિમિત્તતા તે યોગાન્તર્ગત દ્રવ્યરૂપ છે ? કે યોગનિમિત્તક કર્મદ્રવ્યરૂપ છે ? ત્યાં પ્રથમ યોગનિમિત્તક કર્મદ્રવ્યરૂપ તો લેશ્યા નથી જ; કારણ કે જો તેમ હોય તો પુનઃ બે વિકલ્પ થશે. તે (નવા બે વિકલ્પ) આ પ્રમાણે - જે લેગ્યા યોગનિમિત્તક કર્મદ્રવ્યરૂપ હોય તો તે ઘાતકર્મદ્રવ્યરૂપ છે? કે અઘાતિકર્મદ્રવ્યરૂપ છે? ત્યાં પ્રથમ ઘાતિકર્મદ્રવ્યરૂપ તો નથી જ; કારણ કે ઘાતિકર્મના અભાવે પણ સયોગી કેવલીને લેક્ષા હોય છે. તેમ અઘાતિકર્મદ્રવ્યરૂપ પણ નથી; કારણ કે અઘાતિકર્મ અયોગી કેવલીને હોવા છતાં પણ ત્યાં લેશ્યાનો અભાવ છે. તે કારણથી (પ્રથમ કરેલા બે વિકલ્પોમાંથી) બાકી રહેલ એક વિકલ્પ જે યોગાન્તર્ગત દ્રવ્યરૂપ છે, તસ્વરૂપ લેશ્યા છે (અર્થાતુ લેણ્યા યોગનિમિત્તક કર્મવ્યરૂપ નહિ પણ યોગાન્તર્ગત દ્રવ્યરૂપ છે), એમ જાણવું. વળી તે યોગાન્તર્ગત દ્રવ્યો જ્યાં સુધી કષાયો વર્તતા હોય છે ત્યાં સુધી તે કષાયોના ઉદયમાં પણ ઉપબૃહક (ઉપષ્ટભક- આલંબનભૂત) છે. વળી યોગાન્તર્ગત દ્રવ્યોમાં કષાયોદયનું ઉપબૃહકપણાનું સામર્થ્ય છે તે અનુભવમાં પણ આવે છે; જેમ પિત્તદ્રવ્યનું. તે આ પ્રમાણે- પિત્તના પ્રકોપવિશેષથી (પિત્તના અતિપ્રકોપથી) ક્રોધ ઘણો વૃદ્ધિ પામતો દેખાય છે. વળી બીજી વાત એ છે કે – યોગાન્તર્ગત નહિ એવાં બાહ્ય દ્રવ્યો પણ કર્મના ઉદયમાં તથા ક્ષયોપશમ આદિમાં હેતુભૂત થાય છે; જેમ બ્રાહ્મી ઔષધિ (એ બાહ્ય દ્રવ્ય) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમમાં કારણ છે, અને મદિરાપાન (એ બાહ્યદ્રવ્ય) જ્ઞાનાવરણીય કર્મના અધિક ઉદયમાં કારણભૂત છે. અને જો તેમ ન હોય તો આ યોગ્ય છે કે આ અયોગ્ય છે એવા વિવેકની શૂન્યતા કેમ પ્રાપ્ત થાય ? તથા દહીંનું ભોજન (એ બાહ્ય દ્રવ્ય) નિદ્રારૂપ દર્શનાવરણીય કર્મના ઉદયમાં કારણભૂત છે. (એ પ્રમાણે જ્યારે બાહ્ય દ્રવ્યો પણ કર્મના ઉદયમાં તથા ક્ષયોપશમાદિકમાં કારણભૂત થઈ શકે છે) તો યોગદ્રવ્યો (યોગાન્તર્ગત દ્રવ્યો કર્મના ઉદયમાં) કારણભૂત કેમ ન થાય ? (અર્થાતુ થાય જ). અને એ કારણથી જ બીજાં શાસ્ત્રોમાં (કર્મપ્રકૃતિ આદિમાં) “લેશ્યાના વશથી સ્થિતિ પાકવિશેષ' કહ્યો છે (અર્થાત કર્મની સ્થિતિનો પરિપાક થવામાં લેશ્યાને હેતુરૂપ માનેલી છે) તે પણ સમ્યક રીતે ઘટી શકે છે. કારણ કે સ્થિતિ પાક એટલે અનુભાગ કહેવાય, અને તે અનુભાગનું નિમિત્ત (રસોદયનું નિમિત્ત) કષાયોદયાન્તર્ગત કૃષ્ણાદિ લેશ્યાના પરિણામવિશેષ છે. (લેશ્યાની પરિણતિવિશેષ છે). અને (કષાયોદયાન્તર્ગત હોવાથી અથવા કષાયને ઉપબૃહક
Jain Education International
For Private X36onal Use Only
www.jainelibrary.org