________________
તથા નલ્થિ સેસાઈ – પૂર્વોક્ત પુદ્ગલાસ્તિકાયથી અન્ય ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર અજીવ દ્રવ્યોનો અત્તરકાળ નથી. કારણ કે એ ચાર દ્રવ્યો પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે એવો સંભવ જ નથી (અર્થાત્ પોતાના સ્વરૂપને જ ત્યાગ કરતાં નથી). અર્થાત્ એવો કાળ હતો નહિ, છે નહિ, તેમ હશે પણ નહિ કે જે કાળે ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો પોતાનાં સ્વરૂપનો ત્યાગ કરીને પુનઃ કેટલેક કાળને અન્તરે તે સ્વરૂપને પુનઃ પ્રાપ્ત કરે તે કારણથી એ દ્રવ્યોનાં અન્તરકાળનો વિચાર કરવાનો હોય
જોડાયેલું ને જોડાયેલું જ અસંખ્ય અસંખ્ય કાળ સુધી રહે, ત્યારે તે (અનંતવારની) અસંખ્ય કાળની સ્થિતિઓ અનુભવીને ત્યારબાદ એકાકી જ થાય (પર્યન્ત તે એક જ પરમાણુરૂપ રહે). તો તે અનાનુપૂર્વીદ્રવ્યનો પૂર્વોક્ત અનન્ત સ્કંધોની (દરેકની અસંખ્ય અસંખ્ય) સ્થિતિઓની અપેક્ષાએ અનન્ત કાળ જેટલો પણ અત્તરકાળ પ્રાપ્ત થઈ શકે છે તો અસંખ્યાત જ અન્તરકાળ કેમ કહ્યો ? હવે એ પ્રશ્નનો ઉત્તર અપાય છે કે – હા, એમ પણ બને, પણ તે ક્યારે ? કે – જો સ્કંધમાં જોડાયેલો પરમાણુ એટલા કાળ સુધી સંયોગવાળો રહેતો હોય તો જ, અને તેમ તો છે જ નહિ; કારણ કે પુગલ દ્રવ્યોનો સંયોગ તસ્વરૂપે અસંખ્યાતકાળ સુધી જ રહે છે, એમ પ્રથમ કહ્યું છે જ. વળી જો તમો એમ કહેતા હો કે – જે સ્કંધને વિષે તે પરમાણુ સંબદ્ધ થયો છે, તે જ સ્કંધ જો અસંખ્ય કાળ વીત્યા બાદ ભેદાય છે તો એ રીતે પુદ્ગલના સંયોગનો અસંખ્ય કાળરૂપ નિયમ તો સાર્થક જ છે. પરન્તુ (તે સ્કંધ અસંખ્ય કાળે ભેદાવા છતાં પણ) વિવક્ષિત પરમાણુનો વિયોગ ભલે ને ન પણ થાય ! [અર્થાત્ સ્કંધ પોતાના કાળનિયમ પ્રમાણે ભલે અસંખ્ય કાળ થયા બાદ ભેદાય, પરન્તુ તેથી તે ભેદાયેલા સ્કંધના ખંડમાંથી વિવક્ષિત એક પરમાણુ પણ છૂટો પડી જાય એમ માનવાની શી જરૂર ? અનેક વાર જુદા જુદા કકડા થવા છતાં પણ તે વિવક્ષિત પરમાણુ કોઈ પણ એક કકડામાં કાયમ ને કાયમ સંબંધવાળો કેમ ન રહે ? અને જો તેમ થાય તો અનન્ત કાળે તો તે પરમાણુ અવશ્ય છૂટો પડશે જ જેથી તે પરમાણુનું અન્તર અનન્ત કાળ જેટલું પ્રાપ્ત થવું સંભવિત છે]. હવે એનો ઉત્તર અપાય છે કે -- ના, એ પ્રમાણે બનતું જ નથી. કારણ કે તે દ્રવ્યનો અન્ય દ્રવ્યની સાથે સંયો થયા તે ન દ્રવ્યનો અલંબ શાન વા (અવશ્ય) વિયોગા થા ન (એમ એ નિયમ જ સર્વત્ર) વિચારવો જોઈએ. (માટે પરમાણમાં એ નિયમ વિચારીએ તો) જો પરમાણુના આશ્રયવાળો સ્કંધ (અસંખ્ય કાળે જ) ભેદાય તો તેવી રીતે પરમાણુ પણ જો અસંખ્ય કાળે ભેદાય તો શું પ્રાપ્ત થયું? (અર્થાતુ પરમાણુ અસંખ્ય કાળે સ્કંધમાંથી ભેદતાં પરમાણુનો પરમાણુ જ રહ્યો કે બીજું કોઈ દ્રવ્ય રહ્યું ?) કારણ કે જેિમ એક સ્કંધનો - દ્રવ્યનો અન્ય સ્કંધ-દ્રવ્ય સાથેનો સંયોગ અસંખ્ય કાળ સુધી જ રહે તો] અન્ય દ્રવ્યની સાથે સંયોગવાળા પરમાણુ દ્રવ્યની પણ તેટલી જ સ્થિતિ હોય. તે કારણથી પરમાણપણે સંયોગવાળું પરમાણુ દ્રવ્ય છે, તો તેનો વિયોગ પણ પરમાણપણે જ વિચારવો જોઈએ (અર્થાત્ પરમાણુ જો અન્ય દ્રવ્યની સાથે સંબંધવાળો થયો તો અસંખ્ય કાળે પુનઃ તે પરમાણુ જ થવો જોઈએ). માટે (પરમાણુનો) પૂર્વે કહેલો જ કાળ (અસંખ્ય અત્તરકાળ જ) જાણવો, પરન્તુ અનન્ત (અત્તરકાળ) નહિ. વળી જો તમો એમ પૂછતા હો કે – તે અણુ વિયોગ પરમાણપણે જ શા માટે વિચારવો ? તો કહીએ છીએ કે - સૂત્રના પ્રમાણથી જ. કારણ કે આ સૂત્રમાં (એટલે અનુયોગદ્વારમાં તથા શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ આદિ સિદ્ધાન્તોમાં (અણુનો પુનઃ અણુપણે જ વિયોગ વિચારેલો હોવાથી) પરમાણનો પુનઃ પરમાણપણે થવામાં અસંખ્ય કાળ જેટલો જ અન્તરકાળ કહેલો છે. એ બાબતની હવે વિશેષ ચર્ચાથી સર્યું. // તિ શ્રીમનુયો દ્વારસૂત્રસ્ય વૃત્ત રથરાર્થ: || અહીં તાત્પર્ય એજ આવ્યું કે - એક અનન્તપ્રદેશી અંધમાં અનન્તા પરમાણુઓ છે. તે દરેક પરમાણુ અસંખ્ય કાળે તો અવશ્ય પરમાણુ રૂપે જ થવાના. જેથી અસંખ્ય કાળ બાદ તે સ્કંધમાં જોવા જઈએ તો પહેલાંના વિવક્ષિત પરમાણુઓમાંનો એક પણ પરમાણુ વિદ્યમાન ન હોય, પરન્તુ નવા નવા પરમાણુઓ જ આવેલા હોય. જેવી રીતે એક નિગોદના સર્વના અનન્ત જીવો અન્તર્મુહૂર્તમાં અવશ્ય પલટાઈને બીજા નવા જ જીવોથી તે નિગોદ બનેલી હોય તેમ અનન્તપ્રદેશી આદિ સર્વ સ્કંધો પણ અસંખ્ય કાળે અવશ્ય પરાવર્તનવાળા હોય જ. જેથી વિવક્ષિત અનન્તપ્રદેશી સ્કંધના અનન્ત કકડા થવામાં અનન્તાનન્ત કાળ ભલે વ્યતીત થઈ જાય, પરન્તુ તેમાંનો વિવક્ષિત પરમાણુઓમાંનો તો એક પણ પરમાણુ અનન્તમાં કકડામાં મળી શકે નહિ જ, ઈત્યધિકમ્ |
- ૪૨૮ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org