________________
ર૬ રા રૂતિ સર્વવિરતિપ્રતિપત્તિવિર: ||
અવતર: એ પ્રમાણે જીવમાં રહેલા કેટલાક ગુણોનો લેશથી (સંક્ષેપે) અન્તરકાળ કહીને હવે જીવમાં રહેલા સર્વ ગુણોનો અન્તરકાળ કહેવો અશક્ય ધારીને તે ગુણોનો વિરહકાળ જાણવાની ભલામણ કરતા છતા ગ્રંથકર્તા આ ગાથા કહે છે (એટલે આ ગાથામાં જીવના શેષ ગુણોનો અત્તરકાળ જાણવાની ભલામણ કરે છે) :
भवभावपरित्तीणं, कालविभागं कमेणऽणुगमित्ता ।
भावेण समुवउत्तो, एवं कुजंऽतराणुगमं ॥२६३॥ માથાર્થ: એ પ્રમાણે નારકાદિ ભવ અને ઔદાયિકાદિ ભાવ એ બેની પરાવૃત્તિનો કાળવિભાગ અનુક્રમે જાણીને ભાવથી એકાગ્ર ઉપયોગવાળા થઈને અત્તરનો અનુગમ (અન્તરકાળની વ્યાખ્યા) કરવો. ૨૬૩મી
રીછાર્થ: નારક આદિકની ગતિ તે ભવ, અને ઔદયિકાદિ પાંચ ભાવ (અથવા બીજા અનેક જીવ સ્વભાવ)તે ભાવે. તે ભવ તથા ભાવોની ઘરવૃત્તિઓ એટલે વિવક્ષિત (અમુક) ભવ અથવા ભાવમાંથી બીજા ભવ અથવા ભાવમાં જવું તે ભવભાવપરાવૃત્તિ કહેવાય. તે પરાવૃત્તિઓનો કાળદ્વારાદિ વડે કહેલો જુદો જુદો કાળ વિભાગ એટલે વિવિક્ત - અસંકીર્ણ (છૂટું છૂટું - ભિન્ન ભિન્ન) કાળનું સ્વરૂપ એટલે ભિન્ન ભિન્ન કાળ) અનુક્રમે જાણીને ભાવેણ મનઃપરિણામ વડે સમુત્તો -સમુપયુક્ત-સમ્યક્ પ્રકારે એકાગ્ર ચિત્તવાળા થઈને પૂર્વ = પૂર્વે કહેલા (ગુણ સ્થાનાદિ અત્તરકાળના) સ્વરૂપને અનુસારે પૂર્વે નહિ કહેલા જીવગુણોનું પણ કરે; શું કરે ? તે કહે છે - મંતરજીવા - અન્તરનો (અન્તરકાળનો) અનુયોગ એટલે અત્તરકાળની વ્યાખ્યા (કરે) [એ ગાથાનો અક્ષરાર્થ કહ્યો.
એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – અમુક ભવમાંથી બીજા ભવમાં જવું અને અમુક ભાવમાંથી બીજા ભાવમાં સંક્રમવું (એટલે એક ભાવ છોડીને અન્ય ભાવ પામવો) તે રૂપ પરાવૃત્તિ એટલે કાળે થાય (અર્થાતુ જેટલા કાળે એક ભવમાંથી બીજા ભવમાં જવાય છે, અને એક ભાવથી બીજો ભાવ પ્રાપ્ત થાય છે) તે કાળ મર્યાદા જાણીને, અને એ ભવ તથા ભાવના ઉપલક્ષણથી વેશ્યા, વેદ, કષાય, જ્ઞાન અને દર્શનાદિ અવગુણોની પરાવૃત્તિઓના પણ કાળવિભાગ (કાળમર્યાદા) શ્રી સિદ્ધાન્તને અનુસાર જાણીને પૂર્વે નહિ કહેલા પદાર્થોના પણ અત્તરનું એટલે વિરહકાળનું વ્યાખ્યાન, પૂર્વોક્ત રીતે સુબુદ્ધિવાળો જીવ એટલે સિદ્ધાન્તના જ્ઞાન વડે પરિશીલિત (પરસ્પરાવિરોધાદિ વિચારમાં કુશળ એવો) આત્મા જેનો થયો છે તેવો કોઈક જીવ - જ્ઞાતા જ (નહિ કહેલા જીવ સ્વભાવોના વિરહકાળનું વ્યાખ્યાન) કરે. એ ૨૬૩મી ગાથાનો અર્થ સમાપ્ત ર૬૩ રૂતિ નીવITIનાં મન્તરનિ: ||
નવતર: એ પ્રમાણે જીવદ્રવ્યમાં રહેલા કેટલાક સ્વભાવોનો – જીવગુણોનો અત્તરકાળ કહીને હવે તેના વિપક્ષભૂત – પ્રતિપક્ષી અજીવદ્રવ્યોનો અત્તરકાળ વિચારવાનું કહે છે : ૧. અહીં સમ્યકત્વાદિ પ્રતિપત્તિવિરહના અધિકારમાં વિશેષતઃ એ જાણવું કે સમ્યકત્વાદિ ગુણની પ્રાપ્તિનો પ્રથમ સમય જ પ્રતિપત્તિમાં ગણાય, અને દ્વિતીયાદિ સમયે તો એ જ ગુણ અથવા જીવ પ્રતિપન્ન ગણાય. માટે પ્રતિપત્તિ સમયોથી પ્રતિપન્ન સમયો એક જીવની અપેક્ષાએ પણ અસંખ્યાતગુણા જાણવા.
Jain Education International
For Privax uersonal Use Only
www.jainelibrary.org