SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરોપમના કાળ સુધી એ બે પ્રકારના મુનિઓ હોય નહિ. જેથી એ પ્રમાણે છેદોપસ્થાપનીય ચારિત્ર અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા મુનિઓનો (એટલે એ બે ચારિત્રનો જ) ઉત્કૃષ્ટ વિરહકાળ અઢાર કોડાકોડિ સાગરોપમનો પ્રાપ્ત થાય છે. વળી ઉત્સર્પિણીના ચોથા આરાના પ્રારંભમાં તેમજ અવસર્પિણીના ત્રીજા આરાને અન્તે પણ કેટલાક કાળ સુધી એ બે ચારિત્ર વર્તતાં હોય છે તો એ કાળ ઘણો અલ્પ હોવાથી જ તેટલો ન્યૂન ઉત્કૃષ્ટ વિરહકાળ ગણવા યોગ્ય છતાં પણ ગણ્યો નથી. અને એ પ્રમાણે જઘન્ય વિરહકાળના સંબંધમાં પણ એમ જ જાણવું કે - કિંચિત્ હીન વા અધિક કાળની અહીં વિવક્ષા કરવાની ઉપેક્ષા જ કરેલી છે (ઉપેક્ષા કરીને નથી ગણ્યો - એ ભાવાર્થ). ૨ વળી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તો એ બે ચારિત્રવાળા મુનિઓનો સદાકાળ જ અભાવ હોય છે, (માટે મહાવિદેહની અપેક્ષાએ જઘન્ય વા ઉત્કૃષ્ટ વિરહકાળ એ બે ચારિત્રને માટે હોય જ નહિ). તથા લોકમાં સામાયિક ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર એ બે ચારિત્રનો તો વિરહકાળ જ નથી; કારણ કે મહાવિદેહ વિગેરે ક્ષેત્રોમાં એ બે ચારિત્ર નિરન્તરપણે સદાકાળ પ્રવર્તતાં જ હોય છે. તથા સૂક્ષ્મસંપ૨ાય ચારિત્રીઓનો જઘન્ય અત્તરકાળ એક સમયનો છે, અને ઉત્કૃષ્ટ વિરહકાળ છ માસનો છે (તે ગ્રંથમાં કહ્યો નથી તો પણ) તે પોતાની મેળે જ જાણવો. એ ૨૬૧મી ગાથાનો અર્થ સમાપ્ત. I॥૨૬૧॥ ॥ સમ્યક્ત્વાદિકનો પ્રાપ્તિનો અંતરકાળ I ગવતરણ: હવે આ ગાથામાં સમ્યક્ત્વાદિ જીવગુણોની પ્રતિપત્તિનો વિરહકાળ કહેવાય છે (એટલે સમ્યક્ત્વાદિ ગુણો ઉત્પન્ન થયેલા વર્તતા હોય તો પણ લોકમાં સમ્યક્ત્વાદિની અભિનવ પ્રાપ્તિ કેટલા કાળ સુધી ન થાય ? તે પ્રાપ્તિનું અન્તર કહે છે) : सम्मत्तसत्तगं खलु, विरयाविरईए होइ चोद्दसगं । વિરૂંતુ પનરતાં, વિરહિયાતો ગ્રહોરત્તા ૨૬૨ || ૧. અહીં કાળ ગણવાની સુગમતા માટે બાર આરાના કાળનો અનુક્રમ આ પ્રમાણે : અવસર્પિણી કો.કો.કાળ આરો. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૪ ૩ ર દેશોન ૧ ૨૧૦૦૦ વર્ષ ૨૧૦૦૦ વર્ષ છેદોપ. પરિ. ૦૦ ૦૦ પર્યન્તે કિંચિત્ ૭ ૦ દેશોન ૧ પ્રારંભે કિંચિત્ ૨૧૦૦૦ -૦ ૧ ર ૩ * ૫ ઉત્સર્પિણીમાં ૨૧૦૦૦ વર્ષ ૨૧૦૦૦ વર્ષ દેશોન ૧ કો.કો. ૨ કો.કો. ૩ કો.કો. ૪ કો.કો. બે ચારિત્ર ૦-૦ ૦ -૦ પર્યન્ત કિંચિત્ દેશોન ૧ કો. પ્રારંભે કિંચિત્ ૨ ૭ ૦ અહીં ચારિત્રના ખાનામાં ૦ શૂન્ય સ્થાને અન્તરકાળ ગણવો. ૨. અહીં મહાવિવેહાવિષ્ણુમાં જ્ઞાતિ પદનું અવશ્ય પ્રયોજન નથી તો પણ આદિ પદ હોવાથી પંદર ક્ષેત્રના સામાન્યપણાથી એ કાળ કહ્યો જાણવો. નહિતર વાસ્તવિક રીતે તો પાંચ મહાવિદેહમાં જ એ બે ચારિત્ર સદાકાળ પ્રવર્તે છે, અને પાંચ ભરતક્ષેત્ર તથા પાંચ ઐ૨વત ક્ષેત્રમાં તો કદાચિત્ કદાચિત્ પ્રવર્તે છે. એ વિશેષતઃ જાણવું. Jain Education International For Priva3Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy