SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહકાળ) ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો પૂર્વે કહ્યો છે. તે કારણથી સામર્થ્યથી જ (તાત્પર્યથી જ) સમજાય છે કે વૈક્રિયમિશ્ર શરીરો પણ એટલા કાળ સુધી ન હોય. કારણ કે એ શરીરો ઉત્પન્ન થતા નારકોને તથા દેવોને જ હોય છે. વળી લબ્ધિના હેતુવાળાં તિર્યંચ અને મનુષ્યોના જે વૈક્રિયશરીરો કહ્યાં છે, તેની અહીં વિવક્ષા નથી. માટે અહીં વૈક્રિયમિશ્ર યોગ નારક-દેવ સંબંધી જ ગણવો, મનુષ્ય-તિર્યંચનો નહિ.). તથા પૌરારિ - શીવારિકમિશ્ર - વૈક્રિય - હાર્મળ એ ચાર કાયયોગ અને મન-વચનના યોગનું તો અત્તર જ નથી. કારણ કે એ યોગો તો લોકમાં નિરન્તરપણે સદાકાળ વર્તતા હોય છે. તથા આહારકમિશ્રયોગનું અત્તર કહેવાથી આહારક કાયયોગનું પણ અત્તર તેટલું જ કહ્યું જાણવું. કારણ કે આહારકમિશ્ર (અપૂર્ણ આહારક) અને આહારક સંપૂર્ણ એ બન્ને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી જ (એક જીવને વા અનેક જીવને આશ્રયી પણ) હોય છે. એ પ્રમાણે પૂર્વ ગાથામાં અને આ ગાથામાં પણ સાસ્વાદનાદિકનું (પૂર્વ ગાથામાં જીવના ગુણસ્થાનરૂપ ગુણોનું અને આ ગાથામાં જીવના યોગરૂપ ગુણોનું) ઉત્કૃષ્ટ અત્તર કહ્યું. હવે (આ જ ગાથાના છેલ્લા ચરણમાં) તે સર્વનું જઘન્ય અન્તર કેટલું તે કહે છે. (ગુણસ્થાનોનું અને યોગોનું પણ જઘન્ય અત્તર કહે છે-) સવ્વસુ નદOUTયો સમઝો- સર્વમાં એટલે સાસ્વાદનાદિ ગુણસ્થાનથી પ્રારંભીને વૈક્રિય મિશ્ર યોગ સુધીના જીવગુણોમાં જઘન્યથી એક સમયનો વિરહકાળ હોય છે. એ ૨૬૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ર૬ll નવતરણ: પૂર્વ ગાથાઓમાં જીવના ગુણસ્થાનરૂપ ગુણો તથા યોગરૂપ ગુણોનું અત્તર કહીને હવે જીવના છેદોપસ્થાપનીયાદિ ચારિત્રગુણોનું અત્તર કહે છે : तेवट्ठी चुलसीई, वाससहस्साई छेयपरिहारे । अवरं परमुदहीणं अट्ठारस कोडिकोडीओ ॥२६१।। થાર્થ છેદોપસ્થાપનીય ચારિત્રનું નવરું = જઘન્ય અત્તર ત્રેસઠ હજાર વર્ષનું છે. પરિહારવિશુદ્ધિનું જઘન્ય અન્તર ચોર્યાસી હજાર વર્ષનું છે, અને એ બન્ને ચારિત્રનું પૂરું = ઉત્કૃષ્ટ અંતર અઢાર કોડાકોડી સાગરોપમ છે. ૨૬ ૧|| ટીવાર્થ છેદોપસ્થાપનીય ચારિત્રવાળા સંયતોનું જઘન્ય અન્તર ત્રેસઠ હજાર વર્ષનું છે, ૧. પૂર્વે જે વિરહકાળ કહ્યો છે તેમાં તો દેવોનો વિરહકાળ બાર મુહૂર્ત અને નારકોનો પણ ઉત્પત્તિવિરહ બાર મુહૂર્ત સુધીનો જુદો જુદો કહ્યો છે, જેથી બન્નેનો ભેગો વિરહકાળ પણ બાર મુહૂર્ત જ હોય એવો જો કે નિર્ણય ન થાય તો પણ આ વૈક્રિય મિશ્રયોગના અત્તર ઉપરથી સંભવે છે કે – બન્ને ગતિનો ભેગો વિરહ પણ બાર મુહૂર્ત જ હોય. પુનઃ બન્ને ગતિનો વિરહકાળ ભેગો કહેલો દેખવામાં નથી. ૨, અહીં મનુષ્ય તથા તિર્યંચોના ઉત્તરવૈક્રિય શરીરની અપેક્ષાએ વૈક્રિયમિશ્રનું અત્તર નથી કહ્યું, એટલું જ નહિ, પરન્ત દેવો તથા નારકોના ઉત્તરવૈક્રિયની અપેક્ષાએ વૈક્રિયમિશ્રનું અત્તર નથી કહ્યું. જેમ મનુષ્ય - તિર્યંચોને ઉત્તર વૈક્રિયમાં ઔદારિક સાથે વૈક્રિયમિશ્ર હોય છે, તેમ દેવ-નારકોને પણ ઉત્તરવૈક્રિય રચતાં ઉત્તર વૈક્રિય સંબંધી શરીર પતિ સમાપ્ત ન થાય ત્યાં સુધી ભવધારણીય વૈક્રિય સાથે મિશ્રતાવાળો વૈક્રિય મિશ્રયોગ હોય છે, માટે સામાન્યથી દેવ-નારક- મનુષ્ય અને તિર્યંચ એ ચારેના ઉત્તરવૈક્રિય શરીર સંબંધી વૈક્રિયમિશ્ર યોગનું અત્તર નહિ કહેવાનું કારણ કે એ ઉત્તરવૈક્રિયમિશ્રયોગ લોકમાં સદાકાળ પ્રવર્તતો હોય છે. માટે જ અહીં જે વૈક્રિયમિશ્રનો વિરહ કહ્યો તે દેવ-નારકના ભવધારણીય શરીરની અપેક્ષાએ જાણવો, પરન્તુ ઉત્તરવૈક્રિય શરીર આશ્રયિ નહિ. - જુઓ પ્રજ્ઞાપનાજીના ૧૬મા પ્રયોગની વૃત્તિ. For Privax Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy