________________
-સાગરોપમ છે. અર્થાતુ છેદોપસ્થાપનીય ચારિત્ર અનેક જીવોની અપેક્ષાએ અવસર્પિણી કાળમાં પહેલા તીર્થંકરના તીર્થને વિશે પચાસ લાખ ક્રોડ સાગરોપમ સુધી નિરન્તર અવિચ્છિન્નપણે પ્રાપ્ત થાય છે, એ ભાવાર્થ છે. અને બીજા-ત્રીજા આદિ તીર્થંકરના શાસનમાં તો છેદોપસ્થાપનીય ચારિત્રનો જ અભાવ છે, જેથી તે શાસનમાં કાળ કહેવાનો છે જ નહિ (એ છેદોપસ્થાપનીયનો ઉત્કૃષ્ટ કાળ કહ્યો).
તથા પૂર્વ ગાથામાં કહેલા પરિહારવિશુદ્ધિનું પણ આ ગાથામાં અનુસરણ હોવાથી તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર અનેક જીવોની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી દેશોન બે પૂર્વક્રોડ વર્ષ સુધી નિરન્તર પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે – અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર પાસે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા નવ સાધુના ઓગણત્રીસ વર્ષ પોતાના આયુષ્યના વ્યતીત થયા બાદ પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કર્યું હોય, અને મરણ પર્યન્ત પરિપાલન કર્યું હોય. તે વખતે આયુષ્યને અન્ત તે જ ગણની પાસે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા બીજા નવ સાધુના ગણે પોતાના આયુષ્યના ઓગણત્રીસ વર્ષ વીત્યા બાદ તે (પરિહારવિશુદ્ધિ) ચારિત્ર અંગીકાર કર્યું હોય અને તે રીતે જ મરણપર્યન્ત પરિપાલન કર્યું હોય તો પૂર્વોક્ત કાળ પ્રાપ્ત થાય છે. એ બીજા ગણના આયુષ્યના પર્યન્ત ત્રીજો કોઈ પણ ગણ પરિહારવિશુદ્ધિ અંગીકાર કરે નહિ જ. (અર્થાત્ ત્યારબાદ પરિહારવિશુદ્ધિનો વિરહકાળ જ પ્રાપ્ત થાય). કારણ કે તીર્થંકર પાસે અથવા તીર્થંકર પાસે જેણે પરિહારવિશુદ્ધિ અંગીકાર કરેલ હોય તેની પાસે એ ચારિત્ર અંગીકાર થાય છે. પરંતુ એ બેને વર્જીને બીજા કોઈ પાસે એ ચારિત્ર અંગીકાર થતું નથી. જેથી એ પ્રમાણે હોવાથી જ (૨૯ + ૨૯ =) ૫૮ વર્ષરૂપ દેશભાગ વડે ન્યૂન બે પૂર્વક્રોડ વર્ષ સુધી એ ચારિત્ર નિરન્તરપણે પ્રાપ્ત થાય છે, એમ કહ્યું છે.
વળી એ છેદોપસ્થાપનીય ચારિત્ર અને પરિણારવિશુદ્ધિ ચારિત્ર ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળમાં પહેલા તથા છેલ્લા તીર્થંકરના તીર્થમાં જ હોય છે. પરન્તુ મધ્યના બાવીસ તીર્થકરોના તીર્થમાં તથા મહાવિદેહમાં સર્વ કાળ એ બે ચારિત્રનો અભાવ હોય છે, માટે તે સ્થાનોમાં એ બે ચારિત્ર કહ્યાં નથી (અર્થાત્ તે તીર્થકરોના શાસનની અપેક્ષાએ આ બે ચારિત્રનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ સતતકાળ કહ્યો નથી), એ તાત્પર્ય છે. શ્રી પ્રજ્ઞપ્તિમાં (શ્રી ભગવતીજીમાં) કહ્યું છે કે – “છે ગોવવાિયસંનયા અંતે નિકો ફેડ્યિાં હોંતિ? ગોયમાં ! નહUTUi अड्ढाइज्जाइं वाससयाइं उक्कोसेणं पन्नासं सागरोवमकोडिसयसहस्साई तथा परिहारविसुध्धियसंजया णं भंते ! कालओ केच्चिरं हुंति ? गोयमा ! जहण्णेणं देसूणाई दो वाससयाई उक्कोसेणं देसूणाओ दो पुव्वकोडीओ ।'
પ્રશ્ન: જો એ પ્રમાણે અનેક જીવની અપેક્ષાએ છેદોપસ્થાપનીય તથા પરિહારવિશુદ્ધિનો ૧. એટલો કાળ વ્યતીત થયા બાદ ચારિત્રનો વિચ્છેદ વા અન્તર હોય એમ નહિ, પરન્તુ છેદોપસ્થાપન સિવાયનાં પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય અથવા સામાયિક ચારિત્રોમાંનાં કોઈને કોઈ તો વર્તતાં જ હોય; ફક્ત છેદોપસ્થાપનીય ચારિત્રત કોઈ ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
૩૭૧
www.jainelibrary.org