SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अवड्ढे पोग्गलपरि यमु देसूणं ।।' ત્યાં મિથ્યાત્વની પેઠે પહેલો ભાંગો અહીં અભવ્યને જાણવો. અને બીજો ભાંગો અનાદિ મિથ્યાદૃષ્ટિ ભવ્ય જીવોને. અને ત્રીજો ભાંગો તો જે જીવ ઉપશાન્ત વીતરાગ અવસ્થામાં (અગિયારમે ગુણસ્થાનકે) અકષાયી થઈને ત્યાંથી પડીને પુનઃ સકષાયીપણું પ્રાપ્ત કરે, અને અન્તર્મહૂર્ત સુધી સકષાયી રહી પુનઃ પણ ઉપશમશ્રેણિ ઉપર ચઢી અકષાયીપણું પ્રાપ્ત કરે તો તે જીવને સકષાયીપણું જઘન્યપદ સંબંધી અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણનું હોય છે - પ્રાપ્ત થાય છે. અને જે જીવ ઉપશાન્ત વીતરાગની અવસ્થાથી (અગિયારમાં ગુણસ્થાનથી – અકષાયીપણાથી) પતિત થઈ સકષાયી થઈને દેશોના અર્ધપુદ્ગલપરાવર્ત સુધી સંસારસમુદ્રમાં ભમીને પુનઃ પણ અષાયી થાય, તો તેવા જીવને અંગે સકષાયીપણું ઉત્કૃષ્ટ કાળવાળું પ્રાપ્ત થાય છે (અર્થાત્ તે જીવને સકષાયીપણાનો ઉત્કૃષ્ટ કાળ જાણવો). (- એ અહીં સાદિ સાન્ત જે ત્રીજો ભાંગો તેના જ બે કાળ જાણવા). અહીં વર્તમાન પ્રસંગમાં વિચારાતી ઉપરની ગાથામાં તો સકષાયીપણાનો કાળ ત્રીજા ભાંગાવાળો જ જઘન્યપદથી કહ્યો છે, (પરન્તુ પહેલા બે ભાંગાનો કાળ ઉપરની ગાથામાં કહ્યો નથી, એ તાત્પર્ય છે). જેથી શેષ બે ભાંગા તો ઉપલક્ષણથી પોતાની મેળે જ જાણી લેવા. કારણ કે આ ચાલુ વિષયવાળી ગાથામાં તો જે જે ભાવ અન્તર્મુહૂર્ત પ્રમાણના છે તે તે ભાવ દર્શાવવાના જ ઈષ્ટ હોવાથી (તે બે ભાંગા કહેવાનું પ્રયોજન નથી). નJU/મંતોમુહુરંતો - એટલે જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે) એ પદ કાયયોગ વિગેરે દરેકમાં જોડવું. અને તે વૃત્તિમાં જોડીને જ તેની વ્યાખ્યા પણ કરી છે જ. એ ૨૩પમી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૩પો અવતર: એ પ્રમાણે પૂર્વ ગાથામાં અંતર્મુહૂર્તની સ્થિતિવાળા જીવના ગુણ ભેગા કરીને કહ્યા. હવે જઘન્યથી એકેક સમયની સ્થિતિવાળા જે મનોયોગ વિગેરે જીવના ગુણ છે તેનો સંગ્રહ કરીને કહેવાની ઇચ્છાએ તે ગુણો આ ગાથામાં કહેવાય છે. તે આ પ્રમાણે : मण वइ उरल विउव्यिय, आहारय कम्म जोग अणरित्थी । संजमविभाग विभंग, सासणे एगसमयं तु ।।२३६॥ થાર્થ: મનયોગ-વચનયોગ- ઔદારિજ્યોગ-વૈક્રિયયોગ- આહારમયોગ- કામણયોગઅનર (નપુંસક) વેદ - સ્ત્રીવેદ – સંયમના ભેદ વિભંગજ્ઞાન અને સાસ્વાદન એ સર્વ ગુણો એકેક સમયની જઘન્ય સ્થિતિવાળા છે (એ એક સમય સ્થિતિવાળા ગુણોનો સંગ્રહ જાણવો). ||૨૩૬/ ટીફાઈ: આ ગાથા જઘન્ય સ્થિતિ કહેનારી હોવા છતાં “જઘન્ય” એ શબ્દ-પદ ગાથામાં કહ્યું નથી, તેથી પૂર્વ ગાથામાં જે જઘન્યપદ કહ્યું છે, તેનું અહીં અનુસરણ જાણવું. એટલે પૂર્વ ગાથામાં કહેલા જઘન્ય શબ્દનો સંબંધ આ ગાળામાં પણ જોડવો. તથા ‘યોગ' એ શબ્દ પણ ૧. હે ભગવન્! સકષાયી જીવ સકષાયીપણે કેટલા દીર્ઘકાળ સુધી રહે ? ગૌતમ ! સાયી જીવ ત્રણ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે – અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, અને સાદિ સપર્યવસિત; એિ સાદિ સપર્યવસિત તે] જઘન્યથી અન્તર્મુહૂર્ત પ્રમાણ, અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત પ્રમાણ જાણવા. Jain Education International For Privat 3 Fersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy