________________
આહારયોગ તે ચૌદ પૂર્વધર મુનિઓને અન્તર્મુહૂર્તથી અધિક રહેતો નથી તે પ્રસિદ્ધ જ છે. તેમજ વચનયોગ અને મનયોગ પણ દરેક અન્તર્મુહૂર્ત પ્રમાણ જ રહે છે.
એ પ્રમાણે યોગના ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ કહ્યા. જઘન્ય સ્થિતિકાળ તો પોતાની મેળે જ જાણી લેવા. તે આ પ્રમાણે - સામાન્યથી કાયયોગનો અને વિશેષથી વિચારતાં ઔદારિક કાયયોગનો તથા આહારક કાયયોગનો દરેકનો જઘન્ય સ્થિતિકાળ અન્તર્મુહૂર્તપ્રમાણ છે. વળી વૈક્રિય કાયયોગનો, કાર્પણ કાયયોગનો, વચનયોગનો તથા મનયોગનો એ ચાર યોગોનો દરેકનો જઘન્ય સ્થિતિકાળ એક સમય જ છે. એ પ્રમાણે ૨૨૯મી ગાથાની અર્થ સમાપ્ત. //
૧. અન્તર્મુહૂર્ત બાદ પ્રતિસમય ગ્રહણ કરાતાં અને વિસર્જન કરાતાં મન તથા વચનનાં પુદ્ગલોનો એ ગ્રહણ-વિસર્જન પ્રયત્ન સતત અન્તર્મહૂર્ત સુધી ચાલુ રહીને ત્યાર બાદ આત્મા તે પ્રયત્નથી કિંચિત્ વિરામ પામી અન્ય પ્રયત્નમાં પ્રવર્તી
મન - વચનનાં પુગલોના ગ્રહણ - વિસર્જનમાં પ્રવર્તે છે. એ પ્રમાણે ભવપર્યન્ત અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત સુધી જ તે તે યોગ ચાલુ રહે છે.
૨. કાયયોગનો અને ઔદારિક કાયયોગનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ આ ગ્રંથમાં બાવીસ હજાર વર્ષ દર્શાવ્યો, પરન્તુ શ્રી પ્રજ્ઞાપનાજીમાં વનસ્પતિકાળ એટલે વનસ્પતિના કાયસ્થિતિકાળ જેટલો કાળ દર્શાવ્યો છે તે અહીં મુખ્ય વિવક્ષાભેદ
૩. એ યોગનો સમય સમય જેટલો જ સ્થિતિકાળ કેમ? તે ઈત્યાદિ વિગતનો પાઠ શ્રી પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં આ પ્રમાણે છે. ત્યાં પ્રથમ મૂળ પાઠ -
सजोगी णं भंते ! सजोगित्ति कालओ केचिरं होइ? गोयमा ! सजोगी दुविहे पन्नत्ते, तं जहा - अणादिए वा अपज्जवसिए, अणादिए वा सपज्जवसिए । मणजोगी णं भंते ! मणजोगित्ति कालओ ? गोयमा ! जहन्नेणं एक्कं समयं उक्कोसेणं अंतोमहत्तं । एवं वइजोगीवि | कायजोगी णं भंते, कालओ०? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणफइकालो । अजोगी णं भंते ! अजोगि त्ति कालओ केवचिरं होई ? गोयमा ! सादिए अपञ्जवसिए (सू. २३६).
અર્થ :- હે ભગવન ! યોગી આત્મા સયોગીપણે કેટલા દીર્ઘ કાળ સુધી રહે ? ગૌતમ ! સયોગીનો કાળ બે પ્રકારે છે તે આ પ્રમાણે - અનાદિ અનન્ત કાળ સુધી પણ રહે (અનાદિ નિગોદ વા અભવ્ય આશ્રયિ), અને અનાદિ સાન્ત કાળ સુધી પણ રહે (અનાદિ નિગોદમાંથી બહાર આવેલા વ્યવહારરાશિવાળા ભવ્ય જીવની અપેક્ષાએ). હે ભગવન્! મનયોગી જીવ મનયોગી પણ સતત કેટલા દીર્ઘ કાળ સુધી રહે? ગૌતમ ! જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી મનયોગમાં જ વર્તે. એ પ્રમાણે વચનયોગ પણ જાણવો. તથા હે ભગવન્! કાયયોગી જીવ કાયયોગમાં કેટલા દીર્ઘ કાળ સુધી રહે ? ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિનો કાયસ્થિતિકાળ. હે ભગવનું
અયોગી આત્મા અયોગીપણામાં કેટલા કાળ સુધી રહે ? હે ગૌતમ ! સાદિ અનંત કાળ સુધી (સિદ્ધ આશ્રયિ). Hસૂત્રાર્થ ૨૩૬ માનો ||
અહીં જઘન્ય કાળ સંબંધી વૃત્તિના પાઠનો ભાવાર્થ આ પ્રમાણે – મનોયોગીના સૂત્રમાં જઘન્યથી ૧ સમય કહ્યો તેનું કારણ કે - જ્યારે કોઈ જીવ ઔદારિક કાયયોગ વડે પ્રથમ સમયે મનોયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને બીજે સમયે મનપણે પરિણાવીને તે પુગલોને છોડે, અને ત્રીજે જ સમયે તે પ્રયત્નથી (મનયોગનાં યુગલો ગ્રહણ કરવારૂપ પ્રયત્નથી) વિરામ પામે, અથવા તો મરણ પામી જાય ત્યારે એ બે કારણથી) મનયોગી ૧ સમય પ્રાપ્ત થાય (મનોયોગ ૧ સમય ઉપલબ્ધ થાય), અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી નિરન્તર (પ્રતિસમય) મનોયોગ્ય પગલોનું ગ્રહણ-વિસર્જન કરતો રહે છે. અને ત્યારબાદ તે જીવ અવશ્ય પોતાના જીવસ્વભાવથી જ વિરામ પામે છે. વળી વિરામ પામીને પુનઃ પણ ગ્રહણ - વિસર્જન કરે છે. પરન્તુ કાળની અતિસૂક્ષ્મતાથી (વિરામ સમય-કાળ અતિ અલ્પ હોવાથી) કદી પણ ોતાના અનુભવમાં આવતું નથી (એટલે ગ્રહણ - નિસર્ગ પછી વિરામ, પુનઃ ગ્રહણ - નિસર્ગ – એમ આંતરે આંતરે ગ્રહણ - વિસર્જન થતું સાક્ષાતુ ઉપલબ્ધ થતું નથી). માટે ઉત્કૃષ્ટથી પણ મનયોગ અન્તર્મુહૂર્ત જ પ્રવર્તે છે. એ પ્રમાણે વચનયોગી સંબંધી' એટલે મનયોગીની પેઠે વચનયોગી પણ કહેવો. તે આ પ્રમાણે - હે ભગવનુ ! વચનયોગી
વચનયોગીપણે કાળથી કેટલા દીર્ઘ કાળ સુધી હોય ? ગૌતમ ! જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી Jain Education International For Private383 sonal Use Only
www.jainelibrary.org