________________
એક મનુષ્ય આશ્રયિ મિશ્ર ગુણસ્થાનનો સતત કાળ તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ જ છે. એ ૨૨૮ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ॥ ૨૨૮।। તિ ગુણસ્થાનેષુ સ્થિતિષ્ઠાત્ત:// ॥ अथ योगादिगुणानां कालमानम् ॥
અવતરણ: એ પ્રમાણે માર્ગણાદ્વા૨ોમાં ગતિમાર્ગણાને વિષે દિશા માત્ર દર્શાવવાને અર્થે (એટલે માર્ગણાઓમાં એ રીતે ગુણસ્થાનકાળ વિચારાય છે, એમ કિંચિત્ માત્ર રીતિ-પદ્ધતિ દેખાડવાને) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર અને અવિરત સમ્યક્ત્વ એ ચાર ગુણસ્થાનનો અનેક જીવ આશ્રયિ તથા એક જીવ આશ્રયિ સ્થિતિકાળ દર્શાવ્યો. તે કારણથી એ રીતે શેષ ઇન્દ્રિયાદિ દ્વારોમાં - માર્ગણાભેદોમાં પણ ગુણસ્થાનોનો કાળ પોતાની બુદ્ધિથી જ વિચારીને કહેવો. અને હવે તો મુળાનપ્રરૂપળા કહેવાનો પ્રસંગ હોવાથી યોગ, વેદ તથા સંક્ષિપણું ઈત્યાદિ જીવના ગુણોનો અવસ્થિતિ કાળ કહેવાય છે. તે આ પ્રમાણે :
काओगऽणंतकालं, वाससहस्सा उराल बावीसं । समयतिगं कम्मइओ, सेसा जोगा मुहुत्तंत्तो ॥ २२९॥
થાર્થ: કાયયોગનો સ્થિતિકાળ અનન્ત કાળ છે. ઔદારિક કાયયોગનો કાળ બાવીસ હજાર વર્ષનો, કાર્મણ કાયયોગનો કાળ ત્રણ સમયનો, અને શેષ તેર યોગના કાળ અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત પ્રમાણના છે. ૨૨૯
ટીન્દાર્થ: ગોડ ંતાŕ - અહીં વીયતે
વધઘટ થાય (અર્થાત્ વૃદ્ધિ પામે અને વૃદ્ધિ પામવાના ઉપલક્ષણથી પ્રતિસમય ક્ષય પણ પામે) તે જાય. તથા મુખ્યતે જેના વડે જીવ કર્માદિકની સાથે યોજાય-સંબંધવાળો થાય તે યોગ કહેવાય. એ પ્રમાણે કાય અને તે (તેનો) યોગ તે કાયયોગ. તે કેવળ કાયયોગમાં જ વર્તતો (એટલે મન – વચનસહિત નહિ પણ મન વા વચનરહિત એવા કેવળ કાયયોગમાં વર્તતો) પ્રાણી અનન્ત કાળ સુધી રહે છે, અને તેવો પ્રાણી એકેન્દ્રિય જ હોય છે એમ જાણવું. તે એકેન્દ્રિયનો અસંખ્યાતા (આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમય તેટલા અસંખ્યાતા) પુદ્ગલપરાવર્ત્ત જેટલો કાયસ્થિતિકાળ પૂર્વે કાયસ્થિતિના અધિકારમાં દર્શાવેલો જ છે. જેથી એટલા (અનન્ત) કાળ સુધી તે એક જ એકેન્દ્રિય જીવ કેવળ કાયયોગમાં જ વર્તે છે. વળી એકેન્દ્રિયને મનયોગનો અને વચનયોગનો અભાવ છે, તે કારણથી કાયયોગનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અનન્ત કહ્યો છે.
હવે કાયયોગના જ વિશેષ ભેદનો અવસ્થિતિકાળ કહે છે - વાસસહસ્સા ડેરાન વાવીસં - ઔદારિક કાયયોગનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બાવીસ હજાર વર્ષ જેટલો (૨૨૦૦૦ વર્ષપ્રમાણ) છે. અને તે ખર બાદર પર્યાપ્ત પૃથ્વીકાય (રત્નાદિ પૃથ્વીની)ની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. (૨૨૦૦૦ વર્ષનું આયુષ્ય હોવાથી).
પ્રશ્ન : ઔદારિક કાયયોગનો એ (બાવીસ હજાર વર્ષ જેટલો)સ્થિતિકાળ કહ્યો તે કાળ અનેક ભવોની અપેક્ષાએ સતતકાળ કહ્યો કે એક ભવની અપેક્ષાએ કહ્યો ? જો પ્રથમ પક્ષ અંગીકાર કરો (એટલે અનેક ભવ આશ્રયી કહો) તો દરેક ભવમાં નિરન્તર ઋજુગતિએ ઉપજતા એકેન્દ્રિયાદિ જીવનો ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પણ થાય, એમ સિદ્ધાન્તમાં તે તે સ્થાને
Jain Education International
For Privat Personal Use Only
www.jainelibrary.org