________________
મનુષ્યગતિ અને એકેન્દ્રિય વિગેરેમાં પણ યથાસંભવ કાળનું પ્રમાણ વિભજવું - વિશેષે કરીને પોતાની મેળે જાણવું. ૨૨થી
ટાર્થ: તિરિયન રેનિંકિય ઈત્યાદિ - સામાન્યથી તિર્યંચગતિમાં વર્તતા તિર્યંચોના અને મનુષ્યગતિમાં વર્તતા મનુષ્યોના મરછાઇi = મિથ્યાષ્ટિઓના મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ આ પ્રમાણે છે – એ સંબંધ. તે કેટલો છે? તે કહે છે – વાય િઉોસ- સામાન્યથી તિર્યંચોની અને મનુષ્યોની જેટલી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ દરેકની પૂર્વે કહી છે, તેટલો જ મિથ્યાદષ્ટિ તિર્યંચ મનુષ્યોના મિથ્યાત્વનો પણ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ છે, એ ભાવાર્થ છે. અહીં કહેવાનું તાત્પર્ય એ
પ્રથમ સામાન્યથી તિર્યંચોની અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત જેટલી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આ (જીવસમાસ) ગ્રંથમાં જ પૂર્વે કહેવાઈ ગઈ છે. અને જ્યારે મિથ્યાદૃષ્ટિ જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થયો છતો તે ભાવને (મિથ્યાત્વયુક્ત તિર્યચપણાને) છોડ્યા વિના વારંવાર એમાં જ (મિથ્યાદ્રષ્ટિ તિર્યચપણે જ) ઉત્પન્ન થયો છતો ઉત્કૃષ્ટથી એટલા કાળ સુધી (અસંખ્ય પુદ્ગલપરાવર્ત સુધી) તિર્યંચગતિમાં રહે, ત્યારે તેવા તિર્યંચના મિથ્યાત્વનો પણ તે અસંખ્ય પગલપરાવર્ત જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સિદ્ધ થાય છે. એ રીતે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ કાળ તિર્યંચગતિમાં કહ્યો].
તથા મનુષ્યોની પણ સામાન્યથી આઠ ભવોની મળીને પૂર્વક્રોડપૃથકત્વ વર્ષ (સાત પૂર્વક્રોડ વર્ષ) અધિક ત્રાણ પલ્યોપમ જેટલી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ [આ ગ્રંથમાં જ પૂર્વે] કહી છે, તે કારણથી કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ મનુષ્યગતિમાં પણ ઉત્કૃષ્ટથી એટલા કાળ સુધી નિરન્તરપણે ભ્રમણ કરે (ઉત્પન્ન થાય) તો તેવા મિથ્યાદ્રષ્ટિ મનુષ્યના મિથ્યાત્વનો એટલો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ થાય તો તે યુક્તિયુક્ત જ છે. એ પ્રમાણે તિર્યંચગતિમાં અને મનુષ્યગતિમાં મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહ્યો. હવે સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ એ જ બે ગતિમાં કહેવાય છે. તે આ પ્રમાણે :
ત્યાં એ સમાપ = સમ્યગ્દષ્ટિ તિર્યંચોના અને સમ્યગુદૃષ્ટિ મનુષ્યોના સમ્યકત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ આ પ્રમાણે છે – એ સંબંધ છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – તિર્યંચોની અને મનુષ્યોની એ દરેકની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ (આયુ:સ્થિતિ) પૂર્વે ત્રણ પલ્યોપમ જેટલી કહી છે. અને જ્યારે કર્મભૂમિનો મનુષ્ય કે જેણે પ્રથમ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા (ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમ આયુષ્યવાળા) તિર્યંચનું આયુષ્ય બાંધ્યું છે, અને તે આયુષ્ય બાંધ્યા બાદ સાત દર્શનમોહનીય પ્રકૃતિનો (મિથ્યાત્વાદિ ત્રણ તથા અનંતાનુબંધી ચારનો) ક્ષય કરીને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ થઈને દેવકુરુ અથવા ઉત્તરકુરુમાં રહેલા ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યારે તે ક્ષાયિકસમ્યદૃષ્ટિ યુગલિક તિર્યંચના સમ્યક્ત્વનો ત્રણ પલ્યોપમરૂપ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ - આયુષ્ય જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પ્રાપ્ત થાય છે. પરન્તુ ક્ષયોપશમ સમ્યક્ત્વ આશ્રયિ એટલો કાળ પ્રાપ્ત થતો નથી. કારણ કે તે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચોને (વા મનુષ્યોને) પૂર્વભવમાંથી સાથે આવેલું ક્ષયોપશમ સમ્યકત્વ હોતું નથી. કારણ કે ક્ષયોપશમ સમ્યકત્વસહિત મનુષ્ય(તથા તિર્યંચ)ની તો ૧. આ સંબંધમાં શ્રી કાલ લોકપ્રકાશાન્તર્ગત યુગલિકવર્ણનમાં કહેલા મતાંતરો દેખવા.
For Privat 3 3ersonal Use Only
Jain Education International
www.jainelibrary.org