SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ તથા ૩વસામII - મોહનીયકર્મને જે ઉપશમાવે તે ઉપશામક એટલે ઉપશમશ્રેણિમાં વર્તતા અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર તથા સૂક્ષ્મસંપરાય એ ત્રણ ગુણસ્થાનવાળા. અહીં પણ અપૂર્વકરણ ગુણસ્થાનવાળો જીવ જો કે કોઈ પણ મોહનીયકર્મની પ્રકૃતિને ઉપશમાવતો નથી, તો પણ પૂર્વે કહ્યા પ્રમાણે (ક્ષપકના સંબંધમાં કહેલા રાજ્યયોગ્ય કુમારને પણ રાજકુમાર અથવા રાજા કહેવાય તેની પેઠે) અહીં પણ ઉપશમાવવાની યોગ્યતામાત્રા હોવાથી ૩પશમ કહેવાય છે. તથા વસંત - જેણે મોહનીયકર્મને સર્વથા ઉપશમાવી દીધું છે તેવા એટલે ઉપશાન્તમોહ છદ્મસ્થ વીતરાગ એ નામના (અગિયારમા) ગુણસ્થાનવાળા. એ સર્વે પણ ઉમU = ઉભય પક્ષથી – એક જીવ આશ્રયિ અને અનેક જીવ આશ્રયિ એ બન્ને પક્ષથી વિચારતાં, શું કહેવાનું છે? તે કહે છે – જઘન્યથી એ ક સમય સ્થિતિકાળ છે. કારણ કે એક સમય બાદ મરણ પામીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાથી ત્યાં અવિરતિપણાની પ્રાપ્તિ થાય છે (જેથી એ ગુણસ્થાન રહેતું નથી). વળી એ ગુણસ્થાનોનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અન્તર્મુહૂર્તનો છે, ત્યારબાદ (અન્તર્મુહૂર્ત વ્યતીત થયા બાદ) અન્ય ગુણસ્થાનમાં ગમન થવાથી અથવા તો મરણ પામવાથી પણ એ ગુણસ્થાન રહેતું નથી. એ ૨૨૫મી ગાથાનો અર્થ સમાપ્ત. ૨૨પા ગતિ આશ્રય ગુણસ્થાનોનું કાળમાન છે અવતર: એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં સામાન્યથી ચૌદ ગુણસ્થાનકોનો સ્થિતિકાળ એક જીવ આશ્રયિ તથા અનેક જીવ આશ્રયિ જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી કહ્યો, હવે નરકાદિ ગતિઓમાં પ્રાપ્ત થતાં કેટલાંક ગુણસ્થાનોને આશ્રય તે જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ વિશેષભેદે આ ગાથાથી કહેવાય છેઃ मिच्छा भवट्टिईया, सम्मं देसूणमेवमुक्कोसं । अंतोमुहुत्तमवरा, नरएसु समा य देवेसु ॥२२६॥ થાય છે તેનું કારણ કે, તે અપ્રમત્ત ઉપશમશ્રેણિમાં પ્રાપ્ત થયો છતો મુહુર્તની અંદર પણ કાળ કરે છે. જેથી અપ્રમત્તનો જઘન્ય કાળ (અન્તર્મુહૂર્ત જેટલો) પ્રાપ્ત થાય છે. અને અપ્રમત્તનો દેશોન પૂર્વક્રોડ વર્ષ જેટલો કાળ કહ્યો તે તો સયોગી કેવલીને આશ્રયિ કહ્યો છે.' એ સર્વ વક્તવ્ય શ્રીદ્રવ્ય લોકપ્રકાશમાંથી જાણવું. એમાં બે અભિપ્રાય એ પણ સ્પષ્ટ થયા કે – ઘણા ગ્રંથમાં અપ્રમત્તનો કાળ ૧ સમય કહ્યો છે, અને ઉપર કહેલા પાઠમાં જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત કહ્યો. અને એ જ કારણથી બીજા બે અભિપ્રાય એ થયો કે ઘણા ગ્રંથોમાં અપ્રમત્તગુણસ્થાને મરણ પામવાનું કહ્યું છે, ત્યારે ઉપર કહેલા પાઠમાં અન્તર્મુહૂર્તની અંદર મરણ પામવાનો નિષેધ દર્શાવ્યો. અને એ બાબતની જ વિશેષ સિદ્ધિ માટે ચૂર્ણિકર્તાએ પણ ઉપશમશ્રેણિમાં મુહૂર્તની અંદર કાળ કરે તે અપેક્ષાએ જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત કહ્યો પરન્તુ અપ્રમત્તગુણસ્થાનને અંગે ન કહ્યો. ૧. ચૌદ ગુણસ્થાનમાં સાસ્વાદન-પ્રમત્ત-અપ્રમત્ત- અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ – સૂક્ષ્મસંપરય અને ઉપશાન્તમોહ એ સાત ગુણસ્થાને જઘન્ય કાળ એકેક સમય દર્શાવ્યો. તેમાં વિશેષ એ કે – ઉપશમશ્રેણિ સિવાયનાં સાસ્વાદન - પ્રમત્તે અને અપ્રમત્ત એ ત્રણ ગુણસ્થાને તો મરણ થવાથી તેમજ અધ્યવસાય બદલાતાં અન્ય ગુણસ્થાને ગમન કરવાથી પણ એક સમયનો જઘન્ય કાળ પ્રાપ્ત થાય છે, પરન્તુ ઉપશમશ્રેણિનાં જે અપૂર્વકરણ-અનિવૃત્તિ-સૂક્ષ્મસંપરાય અને ઉપશાન્તમોહ એ ચાર ગુણસ્થાનમાં ૧ સમયનો જઘન્ય કાળ તો કેવળ મરણથી જ જાણવો. એટલું જ નહિ પરન્તુ પોતપોતાના અન્તર્મુહૂર્તથી ૧ સમય માત્ર પણ ઓછો કાળ મરણથી જ પ્રાપ્ત થાય, અને અન્ય ગુણસ્થાને જવામાં પોતાનો સર્વ કાળ સમાપ્ત થવો જ જોઈએ, એ નિયમ જાણવો. Jain Education International For Private3 33rsonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy