SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ તેટલા કાળ સુધી [અર્થાત્, એ પ્રમાણવાળા અન્તર્મુહૂર્ત સુધી] હોય છે. વળી શૈલેશી અવસ્થા પણ [ભિન્ન ભિન્ન જીવોને] નિરન્તર ચાલુ રહે તો પણ અન્તર્મુહૂર્ત બાદ શૈલેશી અવસ્થા વર્તતી નથી (જેથી અનેક જીવ આશ્રયિ વિચારતાં પણ અયોગી કેવલી ગુણસ્થાન અન્તર્મુહૂર્ત્ત જ હોય છે - ઈતિ તાત્પર્ય). એ પ્રમાણે અયોગી કેવલીઓ પણ એક જીવ આશ્રયિ વિચારતાં અથવા અનેક જીવ આશ્રયિ વિચારતાં જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત સુધી જ હોય છે. એ ૨૨૪ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૨૨૪।। (એ રીતે ક્ષપકશ્રેણિ સંબંધી ગુણસ્થાનોનો કાળ કહ્યો). અવતરણ: પૂર્વ ગાથામાં ક્ષપકશ્રેણિ સંબંધી ગુણસ્થાનોનો એક તથા અનેક જીવ આયિ કાળ કહીને હવે આ ગાથામાં ઉપશમશ્રેણિ સંબંધી ઉપશામકનાં ત્રણ ગુણસ્થાન તથા ઉપશાન્તમોહ ચોથું ગુણસ્થાન એ ચાર ગુણસ્થાનનો, તથા પ્રથમથી જ બાકી રહેલાં પ્રમત્ત અને અપ્રમત્ત એ બે ગુણસ્થાનનો કાળ કહેવાનો છે. ત્યાં પ્રમત્ત, અપ્રમત્તનો એક જીવ આશ્રયિ જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ કહેવાનો છે. અને ઉપશમશ્રેણિ સંબંધી ચાર ગુણસ્થાનનો તો એક જીવ આશ્રયિ તથા અનેક જીવ આયિ પણ જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ પૂર્વે કહ્યો નથી તે કહેવાનો છેઃ एगं पमत्त इयरे, उभए उवसामगा य उवसंता । एगसमयं जहन्नं, भिन्नमुहुत्तं च उक्कोसं ॥ २२५ ॥ થાર્થ: પ્રમત્ત તથા અપ્રમત્તનો એક જીવ આશ્રયિ અને ઉપશામક તથા ઉપશાન્તનો (ઉપશામક ત્રણ ગુણસ્થાનનો અને ઉપશાન્તમોહનો) ઉભય પ્રકારે (એક જીવ આશ્રયિ તથા અનેક જીવ આશ્રયિ એમ બન્ને પ્રકારે) જઘન્ય કાળ ૧ સમયનો છે, અને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણનો છે. ૨૨૫|| ટીાર્થ: પમત્ત = પ્રમત્ત સંયતો અને ચરે - ઈતર એટલે અપ્રમત્ત સંયતો છુ ં - એકેક જીવને આશ્રયિને સમય નહતું = જઘન્યથી ૧ સમય હોય છે. ત્યારબાદ મરણ પામવાથી અથવા તો અવિરતિપણું પ્રાપ્ત કરવાથી (પ્રમત્તસંયતપણું તથા અપ્રમત્તસંયતપણું રહેતું નથી). તથા ઉત્કૃષ્ટથી અન્ન મુહૂર્ત સુધી પ્રમત્તસંયતપણું અને અપ્રમત્તસંયતપણું હોય છે, અને ત્યારબાદ પ્રમત્તને અપ્રમત્તપણું તથા મરણ પ્રાપ્ત થવાથી પ્રમત્તપણું જાય છે. અને અપ્રમત્તને ૧. અહીં પ્રમત્ત તથા અપ્રમત્તપણાનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત કહ્યો. અને ગ્રન્થાન્તરે દેશોન પૂર્વક્રોડ પણ બન્ને ગુણસ્થાનોનો કહ્યો છે. તેમજ પ્રમત્તનો દેશોન પૂર્વક્રોડ વર્ષ અને અપ્રમત્તનો અન્તર્મુહૂર્ત એ રીતે પણ કાળ કહ્યો છે. એ રીતે ત્રણ પ્રકારે પ્રમત્ત-અપ્રમત્તકાળના અભિપ્રાય છે. તે આ પ્રમાણે - શ્રીપંચસંગ્રહની વૃત્તિમાં સ્પષ્ટ રીતે બન્ને ગુણસ્થાનકનો અન્તર્મુહૂર્ત - અન્તર્મુહૂર્ત કાળ કહ્યો છે. તે વૃત્તિનો પાઠ આ પ્રમાણે : प्रमत्तमुनयोऽप्रमत्तमुनयो वा जघन्यत एकं समयं भवन्ति, तदनन्तरं मरणभावेनाविरतत्वाभावात् । उत्कर्षतस्त्वन्तर्मुहूर्तं, ततः परमवश्यं प्रमत्तस्याप्रमत्तभावौ देशविरतत्वं वा मरणं वा । अप्रमत्तस्यापि प्रमत्तता श्रेण्यारोहो देशविरतत्वादिकं वेति । अथैतदेव कथमवसितमन्तर्मुहूर्तादूर्ध्वं प्रमत्तस्याप्रमत्तादिभावो अप्रमत्तस्य वा प्रमत्तादिभावः ? यावता देशविरतादिवत् प्रभूतमपि कालं कस्मादेतौ न भवतः ? उच्यते इह येषु संक्लेशस्थानेषु वर्तमानो मुनिः प्रमत्तो भवति येषु च विशोधिस्थानेषु वर्त्तमानोऽप्रमत्तस्तानि संक्लेशस्थानानि विशोधिस्थानानि च प्रत्येकमसङ्ख्येय लोकाकाशप्रमाणानि भवन्ति । मुनिश्च यथावस्थितमुनिभावे वर्तमानो धावदुपशमश्रेणिं क्षपकश्रेणिं वा नारोहति, - For Priva30ersonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy