________________
अंतोमुहुत्तं उक्कोसेणं संखेजाइं वासाइं, एवं तेइंदियपज्जत्तए वि, नवरं उक्कोसेणं संखेज्जाइं राइंदियाइं, एवं चउरिंदियपज्जत्तए वि नवरं उक्कोसेणं संखेज्जा मासत्ति ।'
તથા સન્નિત્તક્રિયાઈ = એમાં સ = સહિત પત્ત = પર્યાપ્ત એટલે પરિપૂર્ણ પાંચે ફેંટિયા = ઈન્દ્રિયવાળા જીવોને. અર્થાત્ જેઓ પરિપૂર્ણ પાંચે ઇન્દ્રિયો સહિત વર્તે છે. તે સપર્યાપ્ત ઇન્દ્રિય એટલે પંચેન્દ્રિય જાણવા. પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષણરહિત એવા તે સામાન્યપણે પંચેન્દ્રિયોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક હજાર સાગરોપમ જેટલી જાણવી. જે કારણથી કહ્યું છે કે “પંવિતિg of અંતે પંવિદ્રિ ત્તિ નિકો ધિરું હોટું ? ગયા ! નહour अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं ।'
વળી અહીં પર્યાપ્ત વિશેષણને અનુસરીએ [ એટલે પર્યાપ્ત પંચેન્દ્રિયની કાયસ્થિતિ વિચારીએ] તો એ પર્યાપ્ત પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાગરોપમ શતપૃથકત્વ (ઘણાં સો સાગરોપમ જેટલી) જાણવી. જે કારણથી કહ્યું છે કે - પંવિતિય પક્વતા મંતે ! पंचिंदियपजत्तए त्ति कालओ केच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं।'
તે કારણથી [ પ્રથમ જેમ વિકસેન્દ્રિયને અંગે સંખ્યાતા હજાર વર્ષની કાયસ્થિતિ કહેવી યોગ્ય ન હતી, તેમ] અહીં પંચેન્દ્રિય પર્યાપ્તાના સંબંધમાં અથવા કેવળ પંચેન્દ્રિયના સંબંધમાં પણ ગાથામાં કહેલી સંખ્યાત હજાર વર્ષની કાયસ્થિતિનો સંબંધ જોડાતો નથી. [ કારણ કે પૂર્વોક્ત સિદ્ધાન્તપાઠને અનુસારે અસંખ્યાતા વર્ષની છે], તે કારણથી પંચેન્દ્રિય પર્યાપ્તા સાથે સંખ્યાત હજાર વર્ષની કાયસ્થિતિનો [ અર્થાત્ સપનૃત્તરિયાઈ એ પદ સાથે વાસસહસી ૩ સંજ્ઞા એ પદનો] સંબંધ ન જોડીએ, પરંતુ એ સંબંધને દૂર કરીને પૂર્વે (સિદ્ધાન્તપાઠમાં) કહ્યા પ્રમાણે જ કહેવી.
વળી અન્ય આચાર્યો તો વિકસેન્દ્રિયને અને પંચેન્દ્રિયને પર્યાપ્ત વિશેષણનો સંબંધ જોડીને સર્વત્રા (એ બન્નેમાં) સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ જ કાયસ્થિતિ વર્ણવે છે. [ એટલે આ ગાથાનો એવો જ અર્થ કરે છે] તો તેઓનો કંઈ બીજો અભિપ્રાય હોય તો તે આચાર્યો જ ‘જાણે. એ ૨૧૬ મી ગાથાનો અર્થ સમાપ્ત.ll ૨૧૬/.
અવતરણ: એ પ્રમાણે પૂર્વ ગાથામાં સામાન્યથી પંચેન્દ્રિય જીવ સામાન્યથી [ પર્યાપ્તાદિ ૧, હે ભગવન્પંચેન્દ્રિય જીવ પંચેન્દ્રિયપણામાં કેટલા દીર્ઘકાળ સુધી રહે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ સુધી. ૨. હે ભગવનું ! પર્યાપ્ત પંચેન્દ્રિય જીવ પર્યાપ્ત પંચેન્દ્રિયપણામાં કેટલા દીર્ઘકાળ સુધી રહે ? ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ સાગરોપમ સુધી. ૩. આ ગાથામાં વાયરપન્નર શબ્દથી સામાન્ય બાદર પર્યાપ્ત અર્થ ન કરતાં બાદર પર્યાપ્ત પૃથ્વી, અપૂ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિ એ ચારે અર્થ કરીને પણ સિદ્ધાન્તમાં કહેલી કાયસ્થિતિને અનુસાર આ ગાથામાં કહેલી કાયસ્થિતિ મેળવી, પરંતુ વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય એ બેની આ ગાથામાં કહેલી કાયસ્થિતિ કોઈ રીતે ઘટતી નથી, તેથી સિદ્ધાન્તના પાઠ દર્શાવીને પણ વિસંવાદ સ્પષ્ટ કર્યો. વળી વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિયને માટે આ વૃત્તિકર્તા આચાર્યે વિકસેન્દ્રિયો માટે વાચકોને સિદ્ધાન્તાનુસારે સ્વયં વિચારી લેવાનું પણ જણાવ્યું, અને સિદ્ધાન્તના પાઠ પર્યાપ્ત વિશેષણરહિત સામાન્યથી દ્વીન્દ્રિયાદિની અને પર્યાપ્ત વિશેષણરહિત દ્વીન્દ્રિયાદિની જુદી જુદી કાયસ્થિતિ સ્પષ્ટ દર્શાવી, તેમજ પંચેન્દ્રિયની પણ પર્યાપ્ત વિશેષણરહિત અને સહિત બન્ને પ્રકારની કાયસ્થિતિ દર્શાવી, જેમાં કોઈ પણ પાઠથી પંચેન્દ્રિયની કોઈ પણ વિકલ્પ વડે આ ગાથામાં કહેલી સંખ્યાત હજાર વર્ષની કાયસ્થિતિ પ્રાપ્ત નથી, છતાં અન્ય આચાર્યો આ ગાથાનો અર્થ
પંચેન્દ્રિયને માટે પણ સંખ્યાત હજાર વર્ષની કાયસ્થિતિનો કરે છે તે તેઓ જ જાણે. એ વૃત્તિકર્તાનું તાત્પર્ય છે. Jain Education International For Private3 14 sonal Use Only
www.jainelibrary.org