SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાયુષ્યકાળ એક જીવ આશ્રયિ તથા અનેક જીવ આશ્રયિ [ જીવોમાં ] કહીને હવે બીજો કાયસ્થિતિકાળ કહેવાય છેઃ एक्कक्कभवं सुरनारयाओ तिरिया अणंतभवकालं । पंचिंदियतिरियनरा, सत्तट्ठभवा भवग्गहणे ॥२१३॥ થા: ભવગ્રહણની અપેક્ષાએ દેવ અને નારકોનો કાયસ્થિતિકાળ એકેક ભવ જેટલો છે. એકેન્દ્રિય તિર્યંચનો અનન્ત ભવ જેટલો કાયસ્થિતિકાળ છે, અને પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યોનો સાત અથવા આઠ ભવ જેટલો કાયસ્થિતિકાળ છે. //ર ૧૩ી ટીદાર્થ: અહીં વાય શબ્દ વડે શરીર નહિ પરંતુ પૃથ્વીકાય વગેરે જીવોની નિકાય (જાતિ) જાણવી. તે કાયમાં સ્થિતિ એટલે સતત રહેવું તે સ્થિતિ. તે કાયમાં મરણ પામીને પુનઃ પણ તે જ કાયમાં ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ. અથવા તે જ વિવલિત (અમુક) કાયને ત્યાગ નહિ કરીને જીવની (તે જ કાયમાં) જે સ્થિતિ અર્થાત્ અવસ્થાન તે કાર્યસ્થિતિ. અને તેવા પ્રકારની એ સતતકાળ કહ્યો છે કે નહિ ? તે ગ્રંથોમાં તેનો જુદો પાઠ દેખ્યા વિના સ્પષ્ટ ન કહેવાય. તથા ગર્ભજ મનુષ્યોનો સતતકાળ તો સર્વકાળપ્રમાણ જાણવો. કારણ એવો કોઈ કાળ હતો નહિ, છે નહિ કે આવશે પણ નહિ, કે જે કાળે એક પણ ગર્ભજ મનુષ્ય વર્તતો ન હોય. જઘન્યથી પણ ગર્ભજ મનુષ્યો ર૯ અંક પ્રમાણ પૂર્વે જ કહેવાઈ ગયા છે. શેષ જીવભેદોનો સતતકાળ સર્વદા છે. તે તો ગાથામાં જ કહ્યું છે. હવે જીવભેદોમાં વિરહ કાળ જે કહેવાનો બાકી છે તે વિરહકાળ આ પ્રમાણે - નરહતિમાં - चउवीसयं मुहुत्ता, सत्त अहोरत्त तह य पारस । માણો ગ તો ૩ ૨૩ો, કમ્પના વિરદાનો ૩ ૨૧૦મી બૃ૦ સંગ્રહણી II મર્થ: રત્નપ્રભા પૃથ્વીમાં ૨૪ મુહૂર્ત અન્તર, શર્કરામભામાં ૭ અહોરાત્રનું અત્તર, વાલુકામભામાં ૧૫ અહોરાત્રનું અંતર, પંકપ્રભામાં ૧ માસનું, ધૂમપ્રભામાં ૨ માસનું, તમ.પ્રભામાં ૪ માસનું અને તમસ્તમામભામાં ઉત્કૃષ્ટ અન્તર છ માસનું છે. [૧] એ સાતે પૃથ્વીઓમાં જુદો જુદો વિરહકાળ કહ્યો, પરંતુ સાતે પૃથ્વીઓમાં એક સાથે વિરહકાળ ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત સુધી જાણવો. અને જઘન્ય તો સર્વત્ર ૧ સમય. તિર્યંતિમાં - સામાન્યથી તિર્યંચગતિમાં વિરહકાળ છે જ નહિ, કારણ કે પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના સૂક્ષ્મ અને બાદર સ્થાવરો પ્રતિસમય અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, અને વનસ્પતિ અનન્ત ઉત્પન્ન થયા જ કરે છે. દ્વીન્દ્રિયોનો વિરહ ૧ મુહૂર્તનો, ત્રીન્દ્રિયનો ૧ મુહૂર્ત તથા ચતુરિન્દ્રિયોનો પણ ૧ મુહૂર્ત વિરહકાળ છે. - સમ્મર્ચ્યુિમ તિર્યંચ પંચેન્દ્રિયોનો વિરહ ૨૪ મુહૂર્ત છે, અને ગર્ભજ પંચેન્દ્રિયોનો ઉત્કૃષ્ટ વિરહ ૧૨ મુહૂર્ત છે. તેવતિમાં – સામાન્યથી વિચારતાં ૧૨ મુહૂર્ત સુધી કોઈપણ જીવ દેવપણે ઉત્પન્ન થાય નહિ. અને વિશેષભેદ, વિચારતાં ભવનપતિમાં ૨૪ મુહૂર્ત, વ્યન્તરોમાં ૨૪ મુહૂર્ત, જ્યોતિષીમાં ૨૪ મુહૂર્ત, સનકુમાર કલ્પમાં ૯ દિવસ ૨૦ મુહૂર્ત, મહેન્દ્ર કલ્પમાં ૧૨ દિવસ ૧૦ મુહૂર્ત, બ્રહ્મ કલ્પમાં રવો (સાડા બાવીસ) દિવસ, લાન્તક કલ્પમાં ૪૫ દિવસ, મહાશુક્ર કલ્પમાં ૮૦ દિવસ, સહસ્ત્રાર કલ્પમાં ૧૦૦ દિવસ, આનત કલ્પ અને પ્રાણત કલ્પમાં સંખ્યાતા માસ, આરણ તથા અમુતમાં સંખ્યાતા વર્ષ એ ઉત્કૃષ્ટ વિરહકાળ છે. તથા નવ રૈવેયકમાં પહેલા નીચેના ત્રણ રૈવેયકોમાં સંખ્યાતા સો વર્ષ, તે ઉપરના મધ્યમ ત્રણ રૈવેયકોમાં સંખ્યાતા હજાર વર્ષ, અને ઉપરના ત્રણ રૈવેયકમાં સંખ્યાતા લાખ વર્ષનો ઉત્કૃષ્ટ વિરહ છે. એમાં સંખ્યાત સો વર્ષ કહેવાથી હજાર વર્ષથી ન્યૂન, સંખ્યાત હજાર શબ્દથી એક લાખથી ઓછાં વર્ષ, અને સંખ્યાત લાખ કહેવાથી એક ક્રોડ વર્ષથી ઓછાં વર્ષ જાણવાં. તથા વિજયાદિ ૪ અનુત્તરમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, અને સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ વિરહ છે. Jain Education International For Priva30 Cersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy