SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તથા આઠમા સહસ્રાર દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ જે અઢાર સાગરોપમ છે. તે જ અઢાર સાગરોપમ તેની ઉપર રહેલા નવમા આનત દેવલોકની જઘન્ય સ્થિતિ છે. તથા નવમા આનત દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૧૯ સાગરોપમ છે, તે જ ઓગણીસ સાગરોપમ આનતની સામે રહેલા દશમા પ્રાણત સ્વર્ગની જઘન્ય સ્થિતિ છે. દશમા પ્રાણત દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૨૦ સાગરોપમ છે, તે જ વીસ સાગરોપમ આનત પ્રાણતની ઉપર રહેલા અગિયારમા આરણ સ્વર્ગની જઘન્ય સ્થિતિ છે. અગિયારમા આરણ સ્વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૨૧ સાગરોપમ છે, તે જ ૨૧ સાગરોપમ આરણની સામે રહેલા બારમા અચ્યુત સ્વર્ગની જઘન્ય સ્થિતિ છે. તથા બારમા અચ્યુત સ્વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સાગરોપમ છે તે જ બાવીસ સાગરોપમ નવ પ્રૈવેયકોના નવ પ્રતોમાં જે સર્વથી નીચે પહેલું પ્રત છે, તે પહેલા પ્રતરની એટલે પહેલા ત્રૈવેયકની જઘન્ય સ્થિતિ છે. એ પ્રમાણે નવ પ્રૈવેયકના નવ પ્રતોમાં દરેકમાં એકેક સાગરોપમ વધારતાં વધારતાં ત્યાં સુધી વધારવા` કે યાવત્ નવમા પ્રતરે ૩૦ સાગરોપમ જેટલી જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય. તથા નવમા ત્રૈવેયકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ સાગરોપમ છે, તે જ ૩૧ સાગરોપમ વિજયાદિ ચાર અનુત્તરવિમાનોની જઘન્ય સ્થિતિ જાણવી. સર્વાર્થસિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનમાં તો જઘન્ય સ્થિતિ છે જ નહિ. અને એ પાંચમા અનુત્તરની ૩૩ સાગરોપમ જેટલી અજઘન્યોત્કૃષ્ટ [ નહિ જઘન્ય કે નહિ ઉત્કૃષ્ટ એવી ] સ્થિતિ જ આગળ કહેવાશે. પ્રશ્નઃ જો એ પ્રમાણે નીચેના દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપરના દેવલોકની જઘન્ય સ્થિતિ જાણવાનું હેન્રુિોસર્ફ, સાર્ડનું નહબ્બા સા એ વચનથી કહ્યું, તો તેથી સનત્કુમારાદિ દેવલોકની જ જઘન્ય સ્થિતિ કહેવાઈ, પરંતુ સૌધર્મ-ઈશાન દેવલોકની જઘન્ય સ્થિતિ કેટલી ? તે કહેવી બાકી રહી ગઈ, તો એ બે દેવલોકની જઘન્ય સ્થિતિ કેટલી જાણવી ? ઉત્તરઃ એ વાત સત્ય છે કે સૌધર્મ-ઈશાન દેવલોકની જઘન્ય સ્થિતિ કહેવાની બાકી રહી, પરંતુ તે પોતાની મેળે જ જાણી લેવી. તે આ પ્રમાણે - સૌધર્મ દેવલોકની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ છે, અને ઈશાન દેવલોકની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમથી કંઈક અધિક છે. હવે એ બાબતના વિશેષ વિસ્તા૨થી સર્યું. એ ૨૦૫મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૧. નવ પ્રૈવેયકમાં એકેક સાગરોપમની વૃદ્ધિ આ પ્રમાણે - ૧લા ત્રૈવેયકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૩ સાગરો૰ તે બીજા ચૈવેની જઘન્ય, બીજાની ૨૪ સાગરો૦ ઉત્કૃષ્ટ તે ત્રીજાની જઘન્ય. એ રીતે ત્રીજાની ઉત્કૃષ્ટ ૨૫ સાગ૨ો૦ ચોથાની ૨૬ સાગરો૦ પાંચમાની ૨૭ સાગરો૦ છઠ્ઠાની ૨૮, સાતમાની ૨૯, આઠમાની ૩૦, અને નવમાની ૩૧ સાગરો ઉત્કૃષ્ટ સ્થિતિને અનુસારે એ દરેકની જઘન્ય વિચા૨વી. Jain Education International For PrivaPersonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy