________________
| ગણ નીવસમાપુ (એવું) કાતરમ્ | વતર: એ પ્રમાણે અજીવોની સ્પર્શના પણ કહેવાઈ, અને તે કહેવા સાથે નવ અનુયોગદ્વારમાંનું ચોથું સ્પર્શનાદ્વાર સમાપ્ત થયું. હવે સંતાયાવાયા ધ્વપમાઇ વ ઇત્યાદિ પદવાળી નવ અનુયોગદ્વારની ગાથામાં કહેલું અને ક્રમ પ્રમાણે ચાલુ પ્રરૂપણામાં કહેવાના પ્રસંગને પ્રાપ્ત થયેલું એવું પાંચમું દ્વાર નિદ્વાર કહેવાની ઇચ્છાએ આ ગાથા કહેવાય છેઃ
कालो भवाउकाय - ट्ठिई य तह गुणविभागकालं च ।
वोच्छामि एक्कजीवं, नाणाजीवे पडुच्चा य ॥२०१।। માથાર્થ: અહીં કાળ તે ભવાયુષ્યકાળ, કાયસ્થિતિકાળ, અને ગુણવિભાગકાળ એમ ત્રણ પ્રકારનો છે. તે કાળ એક જીવને આશ્રયિ તથા અનેક જીવને આશ્રય કહીશ. /૨૦૧૫
ટીછાર્થ: કાન એટલે પૂર્વે કહેલા શબ્દાર્થવાળો જે સમય, આવલિકા ઇત્યાદિ ભેદવાળો (વ્યાવહારિક) કાળ છે તેની જ અહીં પ્રથમ પ્રરૂપણા કરવા યોગ્ય છે, અને તે પ્રરૂપણા તો પૂર્વે કરેલી છે, જેથી અહીં પુનઃ (કાળના સ્વરૂપની) પ્રરૂપણા નહિ કરાય. એ પ્રમાણે સામાન્યથી કાળ પ્રરૂપણા કહ્યા બાદ હવે ભવાયુષ્યકાળ, કાયસ્થિતિકાળ અને ગુણવિભાગકાળ એ ત્રણ પ્રકારનો કાળ કહીશ. અહીં ગાથામાં 17 એ શબ્દ બીજી વિભક્તિવાળો છે તેનો સર્વસ્થાને એટલે મવી૩ - શ્રા અને વિમા એ ત્રણે શબ્દોની સાથે સંબંધ જોડવો. (એ પ્રમાણે અહીં કાળના ત્રણ ભેદ કહ્યા.)
ત્યાં નારક વિગેરે ભવોમાંનો કોઈપણ એક વિવક્ષિત ભવ એટલે જન્મસ્થાન, તે ભવનું જે આયુષ્ય તે ભવાયુષ્ય, અને તે ભવાયુષ્ય સંબંધી જે કાળ તે નવા યુગઋાન કહેવાય. જે દશ હજાર વર્ષ ઇત્યાદિ પ્રમાણવાળો છે. તે ભવાયુષ્યકાળ અહીં એક જીવ સંબંધી તેમજ અનેક જીવ સંબંધી કહીશ-એ સંબંધ જાણવો.
તથા હાય એટલે પૃથ્વીકાય, અપૂકાય વિગેરે જીવનિકાયો, તેમાંની એકેક જીવનિકાયમાં મરણ પામીને તે જ નિકાયને નહિ છોડીને તેમાં ને તેમાં જ વારંવાર ઉત્પન્ન થતા જીવની જે સ્થિતિ તે સ્થિતિ, અને તે સંબંધી જે કાળ તે સ્થિતિને કહેવાય. (અર્થાત્ એક જીવની એક જ નિકાયમાં દીર્ઘસ્થિતિ). જે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અસંખ્યાતી અવસર્પિણી ઇત્યાદિ પ્રમાણવાળો છે, તેવો કાયસ્થિતિકાળ એક જીવ આશ્રય અને અનેક જીવ આશ્રય કહીશ - એ સંબંધ છે.
તથા TUT એટલે મિથ્યાદૃષ્ટિ, સાસ્વાદન આદિ ચૌદગુણસ્થાનરૂપ ગુણ. તે ગુણોનો (ગુણસ્થાનકોનો) વિમા વડે એટલે પૃથક પૃથક જુદો જુદો) તે ભાવોનો (ગુણોનો) જ્યાં સુધી ત્યાગ ન થાય ત્યાં સુધીનો જે કાળ તે અહીં 'વિમાન કહેવાય, (અર્થાતુ પ્રત્યેક ગુણસ્થાનનો કાળ) તે એક જીવ આશ્રય તથા અનેક જીવ આશ્રયિ કહીશ – એ સંબંધ છે.
એ પ્રમાણે ભવાયુષ્ય ઈત્યાદિ વિશેષભેદથી ત્રણ પ્રકારનો કાળ અહીં કહેવાનો છે. એ ૧. અહીં પૂર્વે એટલે આ ગ્રંથની જ ૧૦૬ઠ્ઠી ગાથાથી પ્રારંભીને ૧૩૯મી ગાથા સુધીમાં કાળનો અર્થ તથા કાળના સર્વ ભેદોનું વર્ણન કહેવાઈ ગયું છે, તેથી ““પૂર્વે કહેલા સ્વરૂપવાળો' એમ કહ્યું.
For Private 2 0onal Use Only
Jain Education International
www.jainelibrary.org