SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ તથા ૩ સદસાતિય એટલે સામાન્યપણે વિચારતાં સનસ્કુમારથી પ્રારંભીને સહસ્રાર કલ્પ સુધીના મિથ્યાદૃષ્ટિ આદિ ચારે ગુણસ્થાનવાળા દેવો આઠ રજુ સ્પર્શે છે. એ આઠ રજુની સ્પર્શના પણ એ દેવોને અંગે નીચે ત્રીજી પૃથ્વી સુધી જતાં અને ઉપર અય્યત દેવલોકમાં પૂર્વભવના મિત્ર દેવની સાથે જતાં ઉપર કહ્યા પ્રમાણે જ વિચારવી. પ્રઃ અહીં પ્રશ્ન થાય છે કે આ સ્થાને ગઢ ય પયગંતિય (પ્રાણત સુધીના દેવોની સ્પર્શના આઠ રજુ સુધી છે), એ પ્રમાણે કેમ ન કહ્યું? કારણ કે ઉપર દર્શાવેલી યુક્તિ-રીતિ પ્રમાણે તો સનત્કુમારથી પ્રાણતકલ્પ સુધીના દેવોને પણ આઠ રજ્જુની સ્પર્શનાનો સંભવ છે! ઉત્તર: એ વાત સત્ય છે. પરંતુ એમ મનાય છે કે આનતાદિ દેવો (આનત અને પ્રાણત કલ્પના દેવો) અલ્પ મોહવાળા હોવાથી નરકપૃથ્વીઓમાં વિશેષ વેદના ઉપજાવવા (અથવા મિત્ર નારકને વેદના ઉપશમાવવા) માટે ત્યાં જતા જ નથી. તેમ જ પૂર્વભવનો મિત્ર દેવ પોતાની સાથે આરણ વા અશ્રુત સ્વર્ગમાં લઈ જવા કહે તો પણ તેને તે ઉપરના સ્વર્ગોમાં (ઋદ્ધિ આદિ જોવા માટે) જવાની ઈચ્છા પણ કરતા નથી. તે કારણથી મઢ સહસાતિય (સહસ્ત્રાર સુધીના દેવોને આઠ રજુની સ્પર્શના હોય) એમ કહ્યું છે. તથા છત્તય (એટલે અશ્રુત સુધીના દેવોને છ રજુની સ્પર્શના છે, કારણ કે) અશ્રુત કલ્પના દેવો શ્રી જિનેશ્વરને વંદનાદિ કરવાના કારણથી અહીં મનુષ્યલોકમાં આવે છે તેથી (અય્યતથી મનુષ્યલોક સુધીના) છ રજ્જુ જેટલી સ્પર્શના તે અશ્રુત સુધીના દેવોને (આરણ અને અય્યત એ બે કલ્પના દેવોને) હોય છે. પુનઃ આ ગ્રન્થકર્તાના અભિપ્રાય પ્રમાણે એ દેવો પણ અલ્પ મોહવાળા હોવાથી વેદના ઉપજાવવા અથવા શમાવવા ત્રીજી પૃથ્વીમાં (ત્રણે પૃથ્વીઓમાં) જતા નથી. અને જેઓના મતે સીતેન્દ્ર ચોથી પૃથ્વીમાં લક્ષ્મણની વેદના ઉપશમાવવા માટે ત્યાં (ચોથી પૃથ્વીમાં) ગયેલ સંભળાય છે, તેઓના મતે આરણ-અર્ચ્યુત કલ્પના દેવોને છ રજુથી અધિક સ્પર્શના (આઠ રજુની સ્પર્શના) પણ પ્રાપ્ત થાય છે જ. વળી શ્રી ભગવતીજીના અભિપ્રાયથી તો સાતમી પૃથ્વીથી પણ નીચેના સ્થાન સુધી વૈમાનિક દેવોનું જવું આવવું કહ્યું છે. જે કારણથી (શ્રી ભગવતીજીમાં) કહ્યું છે કે – સૈથિ ૧. અહીં પયગંતિય કહેવાથી એ પ્રશ્નકર્તાના અભિપ્રાયમાં આરણ – અશ્રુત સ્વર્ગના દેવો નરકમૃથ્વીઓમાં જતા નથી, એમ સ્પષ્ટ થાય છે, નહિતર આ સ્થાને પ્રશ્નનો અવકાશ ઇયંતિય (અય્યત સુધીના) એ પાઠથી થઈ શકે. ૨. આ અવસર્પિણીમાં થયેલા અતિપ્રસિદ્ધ રામ અને લક્ષ્મણ જેઓ બળદેવ અને વાસુદેવ હતા. તેમાંના રામ બળદેવ મોક્ષે ગયા છે, લક્ષ્મણ ચોથી નરકમાં ગયા છે અને રામની સ્ત્રી સીતા તે બારમા દેવલોકમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થઈ છે માટે સીતેન્દ્ર નામ છે. તે પોતાના પૂર્વભવના દિયરની વેદના શમાવવા ચોથી પૃથ્વીમાં ગયેલ છે. ૩, હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ઉદાર (મોટા) મેઘ હોય છે? અથવા પોતાની મેળે ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! હા, હોય છે (સ્વતઃ ઉત્પન્ન થતા નથી). તો હે ભગવન્તે મહામેળોને શું અસુર દેવો કરે છે (વિકર્વે છે), કે નાગદેવો વિકર્યું છે કે વૈમાનિક દેવો કરે છે? હે ગૌતમ ! અસુરદેવો પણ કરે છે, નાગદેવો અને વૈમાનિક દેવો પણ કરે છે એ પ્રમાણે (પહેલી પૃથ્વીની નીચે જેમ ત્રણે દેવો મહામેઘ વિકર્વે છે તેમ) બીજી પૃથ્વીની નીચે પણ અને ત્રીજી પૃથ્વીની નીચે પણ મહામેળોને અસુરકુમાર પણ કરે અને વૈમાનિક દેવો પણ કરે, પરંતુ નાગકુમારો ન કરે, અને નીચેની ચાર પૃથ્વીઓમાં તો દરેક પૃથ્વીની નીચે મહામેળોને કેવળ વૈમાનિક દેવો જ કરે. Jain Education International For Private c&rsonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy