________________
આવલિકામાં કર્મોને પ્રતિસમય પ્રક્ષેપવાના વ્યાપાર રૂપ વર્ગીકરણ કરે છે, અને ત્યારબાદ સમુદ્રઘાત કરે છે. તેનો અનુક્રમ આ પ્રમાણે – પહેલે સમયે તો પોતાના શરીરની પહોળાઈ જાડાઈ જેટલો પહોળો અને જાડો અને લંબાઈમાં ઊર્ધ્વલોક અને અધોલોકના પર્યન્ત – અન્ત સુધીનો એવો આત્મપ્રદેશોના સમૂહરૂપ દંડ કેવળજ્ઞાનના ઉપયોગથી રચે છે. બીજે સમયે એ જ દંડને પૂર્વ - પશ્ચિમ એ બે દિશાએ આત્મપ્રદેશોને વિસ્તારવાથી હિચ્છ લોકાકાશના અંત સુધી પહોંચેલું એવા કપાટ સરખું પાટ રચે છે [ અર્થાત્ પ્રથમ સમયે કરેલા દંડમાંથી આત્મપ્રદેશોને પૂર્વ પશ્ચિમ લોકત સુધી ફેલાવીને તે દંડનું જ કપાટ રચે છે], ત્રીજે સમયે તે જ કપાટમાંથી આત્મપ્રદેશોને દક્ષિણ ઉત્તર એ બે દિશાઓમાં તિચ્છલોકાંત સુધી ફેલાવવાથી મંથાનના આકાર સરખું મળ્યાન રચે છે. અને એ પ્રમાણે આત્મપ્રદેશો ફેલાઈ જવાથી લોકનો પ્રાયઃ ઘણો ભાગ પૂરાઈ જાય છે, અને મંથાનના આંતરાં જ કેવળ પૂરાયાં વિના રહે છે. કારણ કે જીવપ્રદેશોની ગતિ આકાશપ્રદેશોની શ્રેણિને અનુસારે હોય છે માટે. [લોકાંતે રહેલા (મંથાનનાં) આંતરાં જેટલો જ અલ્પભાગ પૂરાયા વિનાનો રહે છે. જો જીવપ્રદેશોની ગતિ આકાશશ્રેણિને અનુસાર ન હોત તો ત્રીજે સમયે તેટલો અલ્પ ભાગ પણ રહેત નહિ, એટલું જ નહિ પરંતુ કદાચ બીજે સમયે પણ લોકપૂર્તિનો સંભવ થાત - ઇતિ તાત્પર્ય. ] ત્યારબાદ ચોથે સમયે લોકનિષ્કટોસહિત તે મંથાનનાં આંતરાં પણ પૂરાઈ જાય છે, અને તેમ થવાથી ચોથે સમયે લોકાકાશ સમગ્ર પૂરાઈ જાય છે. ૧. આત્મપ્રદેશોનો વિસ્તાર અવગાહેલા સર્વ સ્થાનમાંથી અર્થાતુ અવગાહનાના સર્વ ભાગમાંથી થાય છે, માટે અહીં કપાટરચના વખતે આત્મપ્રદેશો દંડના અમુક ભાગમાંથી જ નીકળે છે એમ નહિ, પરંતુ દંડના સર્વ ભાગમાંથી અર્થાત સર્વ દંડમાંથી નિકલે છે, એ પ્રમાણે મંથાનરચના પણ કપાટમાંથી સર્વમાંથી થાય છે. ૨. કપાટ જો ઉત્તરદક્ષિણમાં ફેલાઈને થયું હોય તો મંથાન પૂર્વપશ્ચિમમાં ફેલાઈને થાય, અહીં ભરતૈરવતકેવલીને પૂર્વપશ્ચિમ કપાટ સંભવે છે, અને વિદેહકેવલીને ઉત્તરદક્ષિણ કપાટ સંભવે છે. ૩. લોકના અસંખ્યાતા ભાગો પૂરાઈને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે છે. એમ પ્રથમ કહેવાઈ ગયું છે. ૪. આંતરાં અને આંતરામાં રહેલાં નિષ્ફટો એ બન્ને પૂરાયા વિના રહ્યા છે. પુનઃ પહેલા કપાટની સપાટીમાં સમશ્રેણિમાં આવેલા નિષ્કટો તો પ્રથમ જ પૂરાઈ ગયા છે, જેથી આંતરામાં રહેલા નિષ્ફટો જ પૂરાવા બાકી રહે છે. વળી મેરુના મધ્યથી જે દિશા તરફ કેવલી નજીક રહ્યા હોય તે દિશાના પશ્ચાત્ ભાગનાં આંતરાં તો ત્રીજે સમયે પૂરાઈ જાય, પરંતુ અગ્રભાગનાં આંતરાં બાકી રહે. જેમ કેવલિભગવાન દક્ષિણ દિશામાં ખસીને રહ્યા હોય તો કેવલીની પશ્ચાતુ ભાગના દક્ષિણ દિશાનાં બે આંતરાં ત્રીજે સમયે પૂરાય અને ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમનાં બે આંતરાં બહુ જ અલ્પષેત્રવાળાં પૂરાયાં વિના રહે છે, તે ચોથે સમયે પૂરાય છે, એ પ્રમાણે દરેક દિશામાં વિપર્યય વિચારવો. ૫. પ્રફન: લોકના નિષ્ફટ અને આંતરાં એ બે જુદાં છે? જેથી લોકનિષ્ફટ સહિત આંતરાં પૂરવાનાં કહ્યાં ?
ઉત્તર: હા, લોકનિષ્ફટ અને મંથાનના આંતરાં બે જુદાં છે, કારણ કે કપાટના બે છેડાઓના સ્થાનથી સમશ્રેણિએ આત્મપ્રદેશો નીકળતાં જે સન્મુખ ભાગ પૂરાયો છે, તેમાં તો સન્મુખ રહેલા નિષ્કટો પણ પૂરાઈ ગયા છે, પરંતુ કપાટના છેડાઓની સમશ્રેણિની પડખે ડાબે ભાગે અને જમણા ભાગે રહેલું કેટલુંક ક્ષેત્ર પૂરતું નથી તેનું કારણ લોકનો ઘેરાવો છે તેથી જ, માટે ડાબે પડખે અને જમણે પડખે રહેલા બે ઘેરાવામાં શ્રેણિ પાસેનું ક્ષેત્ર ઊધ્વધની અપેક્ષાએ વિચારતાં કેટલુંક સમાન છે, અને સર્વથા પર્યન્ત રહેલું ક્ષેત્ર ખાંચા પડતું છે. એ ખાંચા પડતું ક્ષેત્ર તે અહીં નિષ્ફટ કહેવાય છે, ક્ષેત્રમાં એવા ખાંચા પડવાનું કારણ આકાશપ્રતરોની ઊર્ધ્વધ:પ્રદેશ હાનિવૃદ્ધિ એ જ કારણ છે. વળી એ પર્યન્તવર્તી નિષ્ફટો પણ દરેક લોકના ઘેરાવા જેટલા ઘેરાવાવાળાં અને અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલાં ઊર્ધ્વધિ:પ્રમાણવાળાં છે. માટે એ પ્રમાણે લોકાકાશની સ્થિતિ (આકૃતિ)નો વિચાર કરતાં આંતરાં અને નિષ્ફટ બે ભિન્ન પણ ગણી શકાય, અને જો ભિન્ન ન ગણવા હોય તો કેવળ આંતરાં કહેવાથી પણ નિષ્ફટોનું ગ્રહણ થઈ શકે છે. પરંતુ નિષ્ફટો કહેવાથી
આંતરાનું ગ્રહણ થાય નહિ. વિશેષ સ્પષ્ટતા શ્રી ગુરુમુખે જ સમજી શકાય. Jain Education International For Privo ersonal Use Only
www.jainelibrary.org