________________
સમાપ્ત થયો. ૧૮૮૫ કૃતિ તિર્યવૃત્તોને સ્પર્શના
॥ अथ अधोलोके स्पर्शनाद्वारम् ॥
અવતરણ: અહીં પ્રશ્ન એ છે કે - તિર્હાલોકમાં જીવાદિ પદાર્થોને સ્પર્શનીય [સ્પર્શયોગ્ય] ક્ષેત્ર કહ્યું. પરંતુ અધોલોકમાં જીવાદિકને સ્પર્શનીય ક્ષેત્ર કયું છે ? તે નિવેદન કરો. ઉત્તરઃ અધોલોકમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓ તે જીવાદિ પદાર્થોને માટે સ્પર્શનીય ક્ષેત્ર છે.
પ્રશ્નઃ જોસાત પૃથ્વીઓ એ સ્પર્શનીય ક્ષેત્ર છે, તો તે સાત પૃથ્વીઓનું તિહુઁ પ્રમાણ કેટલું કેટલું છે ? તેમજ એ પૃથ્વીઓ આંતરે આંતરે રહેલી છે કે નિરંતર૫ણે [એકબીજાને સ્પર્શીને] રહેલી છે ? તે સમજાવો, તેમજ નીચે નીચેની પૃથ્વી ઉપર ઉપરની પૃથ્વીથી શું અધિક વિસ્તારવાળી છે કે સરખા વિસ્તારવાળી છે, તે પણ સમજાવો. એ આશંકાના સમાધાન તરીકે હવે આ ગાથા કહેવાય છે. તે આ પ્રમાણે :
तिरियं लोगायाम - पमाणं हेठ्ठा उ सव्वपुढवीणं । આળસંતરિયાઓ, વિચિત્રયા ૭ àોટા ||૧૮||
ગાથાર્થ: નીચે સાત પૃથ્વીઓનું તિહુઁ પ્રમાણ લોકાકાશની લંબાઈ જેટલું છે, વળી તે પૃથ્વીઓ આકાશ વડે અંતરિત (આંતરે આંતરે આકાશ રહેલું છે એવી) છે, અને નીચે નીચેની પૃથ્વી ઉપર ઉપરની પૃથ્વીથી અધિક અધિક વિસ્તારવાળી છે. ૧૮૯લા
ટીાર્થ: ‘પૂર્વ ગાથામાં તિર્આલોકમાં સ્પર્શનીય વસ્તુ [દ્વીપ – સમુદ્રો એ જીવાદિ પદાર્થોનું સ્પર્શનીય ક્ષેત્રરૂપ વસ્તુ] કહી, અને હવે હેન્ગ ૩ એ પદથી હેઠેના ક્ષેત્રમાં એટલે અધોલોકમાં સ્પર્શનીય સાત નરક પૃથ્વીઓ જાણવી,' એ ઉપસ્કાર છે [ આ ગાથામાં શું કહેવાનું છે તે રૂપ અભિધેય છે ].
સવ્વપુઢવીળું તે સર્વ [ સાતે ] પૃથ્વીઓનું ત્તિરિયું - તિહુઁ એટલે પૂર્વપશ્ચિમ અથવા દક્ષિણોત્તર [પૂર્વથી પશ્ચિમ સુધીનું અથવા દક્ષિણથી ઉત્તર સુધીનું ] પ્રમાણ આ પ્રમાણે જાણવું - એ વાક્યસંબંધ છે. કેટલું પ્રમાણ જાણવું તે કહે છે - અહીં પમાણ એ શબ્દ નિર્દેશરૂપ છે માટે એમાં વિભક્તિનો લોપ થયો છે. હવે તે પ્રમાણ કહે છે – તોયામ એટલે લોકની લંબાઈ જેટલું છે. એમાં કહેવાનું તાત્પર્ય એ છે કે – જેટલા પ્રમાણવાળો તિર્થ્રો લોકાકાશ છે, તેટલા તિર્છા પ્રમાણવાળી એ સાતે પૃથ્વીઓ છે [ અર્થાત્ એક રજ્જુ આદિ ભિન્ન ભિન્ન પ્રમાણવાળી છે ].
પ્રશ્નઃ લોકની તિર્શી લંબાઈ તો અલોક સુધીની છે, અને એ સાતે પૃથ્વીઓ તો અલોકને સ્પર્શી જ નથી; કારણ કે પૃથ્વી અને અલોક એ બેની વચ્ચે ‘છત્તેવ પંચમ નોયમર્થ્ય હૈં કુંતિ યાણ ’[નિશ્ચયથી છ યોજન ઘનોદધિ, સાડાચાર યોજન ઘનવાયુ અને દોઢ યોજન તનુવાયુ, રત્નપ્રભાપૃથ્વીના પર્યન્તે રહ્યો છે ] ઇત્યાદિ પદવાળી ગાથાઓ વડે કહેલા ઘનોદધિ, ઘનવાયુ અને તનુવાયુ તથા કેવળ અલ્પ આકાશ (લોકાકાશ) હોવાનું આગમમાં કહેલ છે. તો પૃથ્વીઓનું તિહુઁ પ્રમાણ લોકની તિર્દી લંબાઈ જેટલું છે, એમ શી રીતે કહો છો ?
ઉત્તરઃ એ વાત જો કે સત્ય છે, પરંતુ સર્વે પૃથ્વીઓનું તિષ્ઠુ પ્રમાણ તો ઘણા લોકાકાશમાં વર્તે છે. અને જે પર્યન્તે રહેલા કેટલાક અલ્પ સ્થાનમાં (અલ્પ લોકાકાશમાં) પૃથ્વીઓ નથી
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org