SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ટીાર્થ: એ પ્રમાણે એટલે જેવી રીતે પૂર્વે કહી ગયા તેવી રીતે બીજા પણ દ્વીપ-સમુદ્રો કહેવા. કેટલા કહેવા ? તે કહે છે - અસંખ્યાત છે. અહીં દ્વીપ-સમુદ્રોને લગતાં અસંખ્યાતનું પ્રમાણ તો પ્રથમ ` જ કહ્યું છે. વળી તે દ્વીપ-સમુદ્રો કેવા પ્રકારના (કેટલા વિસ્તારવાળા) કહ્યા છે ? તે કહે છે - અનુક્રમે ઉત્તરોત્તર બમણા બમણા વિસ્તારવાળા કહ્યા છે. તે આ પ્રમાણે – પુષ્કરદ્વીપથી આગળ પુષ્કરદ્વીપથી બમણા પ્રમાણવાળો અને શુદ્ધ જળના રસ સરખા સ્વાદવાળો પુરોવસમુદ્ર નામનો સમુદ્ર કહ્યો છે. તેથી આગળ વરુવર નામનો દ્વીપ (પુષ્કરસમુદ્રથી બમણા પ્રમાણવાળો), તેથી આગળ વારુણીના (મદિરાના) રસ સરખા સ્વાદવાળો વરુોવસમુદ્ર નામનો સમુદ્ર છે. ત્યારબાદ ક્ષીરવરદ્વીપ નામનો દ્વીપ છે. ત્યારબાદ ક્ષીરના (દૂધના) રસ સરખા સ્વાદવાળો લીવરસમુદ્ર છે. ત્યાંથી પણ આગળ ભુવરદ્વીપ નામનો દ્વીપ છે, અને ત્યારબાદ શેલડીના રસ સરખા સ્વાદવાળો રૂક્ષુરસસમુદ્ર છે. અહીંથી આગળના હવે સર્વે સમુદ્રો દ્વીપસરખા નામવાળા જાણવા. વળી બીજી વાત એ છે કે - સ્વયંભૂરણસમુદ્ર સિવાયના આ સર્વે સમુદ્રો [ એટલે ઇક્ષરસસમુદ્રથી પ્રારંભીને આગળના સર્વે સમુદ્રો ] શેલડીના રસ સરખા સ્વાદયુક્ત જળવાળા જાણવા. ત્યાં દ્વીપનાં નામો આ પ્રમાણે - ઇક્ષરસસમુદ્રની પછી નન્દીશ્વરદ્વીપ નામનો દ્વીપ (આઠમો) છે. ત્યારબાદ અરુણવરદ્વીપ, ત્યારબાદ કુંડલવર દ્વીપ, ત્યારબાદ શંખવદ્વીપ, ત્યારબાદ રુચકવ૨દ્વીપ છે, એ પ્રમાણે શ્રી અનુયોગદ્વારસૂત્રની ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે તેરમો રુચકવ૨દ્વીપ છે, અને અનુયોગદ્વાર-સૂત્રમાં (મૂળમાં) તો અરુણાવાસદ્વીપ તથા શંખવદ્વીપ એ બે દ્વીપ લખેલા દેખાતા નથી; જેથી મૂળસૂત્રના અભિપ્રાય પ્રમાણે તો રુચકવદ્વીપ અગિયારમો છે. એ બાબતમાં ૫૨માર્થ – તત્ત્વ શું છે તે શ્રી યોગીશ્વરો (સર્વજ્ઞો) જાણે. વળી નંદીશ્વરદ્વીપ વગેરે જે દ્વીપો કહ્યા તે દ્વીપોને આંતરે આંતરે પોતાના દ્વીપના નામસરખા નામવાળા સમુદ્રો છે તે તો અહીં ન કહેવા છતાં પોતાની મેળે જ જાણી લેવા, એમ પ્રથમ જ કહ્યું છે. Iરુચકવર દ્વીપથી આગળના દ્વીપ-સમુદ્રો વળી એ જંબુદ્રીપથી પ્રારંભીને રુચકવર સુધીના દ્વીપ અને સમુદ્રો નિરન્તર૫ણે (ઉત્તરોત્તર અનુક્રમે) રહેલા છે તેનાં નામો કહ્યાં, પરંતુ ત્યાંથી આગળ રહેલા દ્વીપ - સમુદ્રો જે નિરન્તર૫ણે રહ્યા છે તે દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા હોવાથી દરેકનાં જુદાં જુદાં નામ કહી શકાય નહિ, તે કારણથી અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છોડીને ત્યારબાદ આગળ રહેલા દ્વીપોનાં [અને તે સરખા નામવાળા હોવાથી સમુદ્રોનાં પણ ] નામો કેટલાએકનાં જ (અલ્પ સંખ્યાવાળાનાં જ) કહેવાય છે. તે આ પ્રમાણે – રુચકવરદ્વીપથી આગળ અસંખ્યાતા દ્વીપ - સમુદ્રોને ઉલ્લંઘીને મુનાવરદ્વીપ નામનો દ્વીપ જાણવો. એ પ્રમાણે અસંખ્યાત અસંખ્યાત દ્વીપ - સમુદ્રોને ઉલ્લંઘીને આ કહેવાતી ગાથાની વિધિ પ્રમાણે નામો જાણવાં : आभरण वत्थ गंधे, उप्पल तिलए य पुढविनिहिरयणे । वासहर दह नईओ, विजया वक्खार कपिंदा ||१|| ૧. આ ગ્રંથની જ ૧૩૬મી ગાથાથી ૧૭૯મી ગાથા સુધીમાં નસંસ્થાપ્રમાળ નામનું પ્રમાણદ્વાર વર્ણવ્યું છે. તેમાં જ ત્રણ સંખ્યાત, ત્રણ અસંખ્યાત છે અને ત્રણ અનન્ત કેવી રીતે ગણવા ? તે દર્શાવ્યું છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy