SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ मज्झे य मज्झलोयस्स, जंबुदीवो य वट्टसंठाणो । जोयणसयसाहस्सो, वित्थिण्णो मेरुनाभीओ ॥१८५॥ થાર્થ: મધ્યલોકના અતિમધ્યભાગમાં વૃત્ત આકારવાળો બૂઢીપ નામનો દ્વીપ છે, તે એક લાખ યોજન વિસ્તારવાળો અને મધ્યભાગે મેરુપર્વતયુક્ત છે ૧૮પા ટીકાર્થઃ ઊદ્ગલોક અને અધોલોક એ બેની મધ્યમાં રહેલો તે મધ્યલોક એટલે તિર્યગૂલોક, તેના મધ્યભાગે અર્થાત્ સર્વે દ્વીપ-સમુદ્રોની અભ્યત્તર (અંદર) નંગૂલીપ નામનો દ્વીપ છે. [દ્ધિ = બે પ્રકારે | = પાતિ - રક્ષણ કરે તે દ્વીપ એ વ્યુત્પત્તિ દર્શાવે છે –] ત્યાં દિ = બે વડે એટલે સ્થાન આપવું અને આહારાદિકના આલંબનમાં કારણ થવું, એ બે પ્રકાર વડે પ્રાણીઓને પ = પાતિ - રક્ષણ કરે તે દીપ કહેવાય. અને શાશ્વત એવા રત્નમય જંબૂવૃક્ષ વડે ઓળખાતો એવો દ્વિીપ તે વંતૂધી. અને તે સંપૂર્ણ ચંદ્રના બિંબની માફક વૃત્તસંસ્થાનવાળી એટલે વર્તુલ (થાળીસરખા ગોળ)આકારવાળો છે. અને એવો વૃત્તાકાર હોવાથી જ પૂર્વથી પશ્ચિમ અથવા દક્ષિણથી ઉત્તર છેડા સુધી સો હજાર યોજનાના વિસ્તારવાળો એટલે એક લાખ યોજનના વિસ્તારવાળો છે. વળી બીજી વાત એ છે કે – એ જંબૂદ્વીપ મેરુપર્વત છે નાભિમાં એટલે મધ્યભાગમાં જેને તે મેરુનાભિવાળો એવો એ જંબૂદ્વીપ છે. એ ૧૮પમી ગાથાનો અર્થ સમાપ્ત. |૧૮પા રૂતિ નંગૂઢીપ:// જંબૂઢીપને ફરતા દીપ-સમુદ્રો નવતરણ: વળી પૂર્વોક્ત સ્વરૂપવાળા જંબૂદ્વીપને પડખે (જંબૂદ્વીપની પાસે ચારે બાજુએ) શું રહેલું છે? તે કહેવાય છે : तं पुण लवणो दुगुणेण, वित्थडो सव्वओ परिक्खिवइ । तं पुण धायइसंडो, तदुगुणो तं च कालोओ ॥१८६॥ Tથાર્થ વળી તે જંબૂઢીપને પોતાના બમણા વિસ્તાર વડે લવણસમુદ્ર સર્વ બાજુથી વીંટાયેલો છે. તે લવણસમુદ્રને વળી તેનાથી પણ બમણા વિસ્તારવાળો ઘાતકીખંડ વીંટાયેલો છે. તે ઘાતકીખંડને વળી પોતાના બમણા વિસ્તારથી કાલોદ સમુદ્ર (કાલોદધિ સમુદ્ર) વીંટાયેલો છે. ll૧૮૬ ટાર્થ: વળી તે પૂર્વોક્ત સ્વરૂપવાળા જંબૂદ્વીપને નાવા એટલે લવણરસ (ખારા રસ) સરખા સ્વાદવાળો નૈવUસમુદ્ર તેનાથી (જંબૂદ્વીપથી) બમણા વિસ્તારવાળો અર્થાતુ બે લાખ યોજનના વિસ્તારવાળો, સર્વ બાજુથી એટલે સર્વ દિશાથી પરિક્ષેપાયેલો એટલે વીંટાયેલો છે. વળી તે લવણસમુદ્રને પણ શાશ્વત અને રત્નમય ધાતકીવૃક્ષ વડે ઓળખાતો થાતીરવંડ નામનો દ્વિીપ તેનાથી બમણો એટલે લવણસમુદ્રના પ્રમાણથી બમણો અર્થાત્ ચાર લાખ યોજનના વિસ્તારવાળો છે. “તે (લવણસમુદ્રને) સર્વ બાજુથી વીંટાઈને રહ્યો છે.” એ વાક્યનો સંબંધ અહીં પણ જોડવો. વળી તે ધાતકીખંડને પણ શુધ્ધ જળના રસ સરખા આસ્વાદવાળો વાતોધિસમુદ્ર નામનો સમુદ્ર સર્વ બાજુથી વીંટાઈને રહ્યો છે. અને તે તેનાથી બમણો “એ વાક્યનો સંબંધ અહીં પણ જોડવો. જેથી ધાતકીખંડ નામના દ્વીપનું જે પ્રમાણ છે, તેનાથી બમણા - ૨ ૨ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy